લેબલ ફોટો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ફોટો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

સંબંધોના તાણાવાણા પ્રકરણ ૩

(લગ્ન સંબંધ કે લિવ-ઇન રિલેશનશીપ? કયો સંબંધ વધુ સારો? આરવ અને લિયા  જર્મનીના કોલોન શહેરની રાઈન નદીના હોહેનઝૉલર્ન રેલવે બ્રીજ- "લવ લોક બ્રીજ" પર અચાનક મળે છે. બંને ડિનર પર જાય છે. ત્યાં બન્ને લગ્ન અને લિવ-ઈનના  પોતાના અનુભવો શેર કરે છે. હવે આગળ વાંચો..)



પ્રકરણ ૩

લિયા પિતાના ઘરના ગેસ્ટ બેડરૂમમાં પોતાની ડાયરી ખોલીને બેઠી. થોડીવાર ડાયરીના પાનાં તરફ જોઈને વિચારતી રહી. પછી લખ્યું, “શું લગ્ન પણ લિવ-ઈનની જેમ નબળી ઇમારત છે? લગ્ન પણ નહીં, લિવ-ઈન પણ નહીં, કશું અખંડ નથી? તો પછી જિંદગી કેવી રીતે જીવવી? કપાયેલા પતંગની જેમ? જેમ હવા ઉછાળે તેમ ગડથોલિયાં ખાતાં રહેવું?” પછી અટકી.

 બાળપણની ધૂંધળી યાદોમાં ખોવાઈ. “આઠ વર્ષની હતી ત્યારે મા ગુમાવી. મમ્મી-પપ્પાને ભારતમાં સાથે જોયાં હતાં. મમ્મી આખો દિવસ પપ્પાના મૂડ, પપ્પાની ગમતી-અણગમતી નાની નાની વાતોનો ખ્યાલ રાખતી. અને આખા પરિવારની સેવામાં વિતાવતી. પપ્પા ક્યારેય મમ્મીને પૂછતા નહીં કે 'તારી પર્સનલ સ્પેસ ક્યાં છે?' કે 'તને શું ગમે છે?'. પણ એ જ પપ્પાને  મમ્મીની માંદગીને બિછાને બેસીને, મમ્મીનો હાથ પકડીને આંસુ સારતા પણ જોયા છે. એ સંબંધમાં બલિદાન અને સમર્પણ હતું, પણ કદાચ મમ્મીની પોતાની કોઈ ઓળખ નહોતી. તો શું હમેશ માટે પત્ની પોતાની ઓળખની લગ્નની વેદી પર બલિ ચડાવે તે સફળ લગ્ન? આરવનાં  લગ્ન તૂટ્યા કારણ કે તેણે પોતાની ઓળખ ગુમાવી હતી. આ કેવી વિષમતા? સફળ લગ્નજીવનની ચાવી શું? આ ગુત્થીનો ઉપાય શું?” લિયાએ ડાયરી બંધ કરી. પછી બબડી, “આરવ સાથે ચર્ચા કરવી જોઈએ.”   

  

આ બાજુ આરવ લિન્ડેન્થાલની કૅનાલસ્ટ્રાસેના પોતાના ઘરના બેકયાર્ડમાં બેઠો હતો. હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ હતો. શરીરને થીજાવી દે તેવી ઠંડીને ખાળવા હીટ પમ્પ પ્રયાસ કરી રહ્યો હતો. સામે દૂર નહેર અને તેના કિનારા પરના બીચ અને ચેસ્ટનટનાં ઝાડ આછા ધુમ્મસ વચ્ચેથી ડોકિયાં કરતાં હતાં. હીટ પમ્પના અવાજ સિવાય ચારે બાજુ નીરવ શાંતિ હતી.

“લિયાના અનુભવ પરથી એમ સમજાય છે કે લિવ-ઈન પણ કાશ્મીરનો બગીચો નથી.” આરવ વિચારતો હતો. “પણ જો લિયાની વાત સાચી હોય તો પોતે કેમ લગ્નમાં હૂંફનો અનુભવ ન કર્યો? એમ ન હતું કે લૌરા તેને પ્રેમ કરતી ન હતી, કે પોતે લૌરાને પ્રેમ કરતો ન હતો. તો બેસૂરો તાર કયો હતો? મને લાગે છે ભારતીય અને જર્મન સંસ્કૃતિનો આ પ્રભાવ છે. તેલ અને પાણીનું કદી સંતૃપ્ત મિશ્રણ ન થઈ શકે. લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે નહીં પણ બે કુટુંબો વચ્ચેનો સંબંધ છે. 

લૌરાને લઈ પોતે જ્યારે ભારત ગયો હતો ત્યારે પોતાના કુટુંબે તેને દૂધમાં સાકરની જેમ અપનાવી લીધી હતી. લૌરા પણ સાડી પહેરીને મહાલતી હતી. ભાષાનો અવરોધ નડ્યો ન હતો. પણ શું લૌરાના કુટુંબે તેને અપનાવ્યો હતો? ભાષાનો અવરોધ પણ ન હતો. છતાં ધનાઢ્ય વેપારી કુટુંબમાં તેની ગણતરી એક નોકર તરીકે જ થતી. એ ખરું કે તેઓના ટેકઓવર, મર્જર, વગેરેની ચર્ચામાં તે ભાગ લઈ શકતો ન હતો. તેઓ જાણતા હતા કે ટેક્સ્ટાઈલ એન્જિનિયરિંગમાં તે પીએચડી હતો. તેનું જ્ઞાન ઉચ્ચ ગુણવત્તાનું અને ચોકસાઇથી મોંઘામાં મોંઘું કાપડ બનાવતાં યંત્રોની ડિઝાઈન કરવાનું હતું. તે યંત્રનિષ્ણાત હતો, અર્થશાસ્ત્રી નહીં. તો શું તેનો અર્થ એ કે સમાન સંસ્કૃતિનો લગ્નસંબંધ સુમેળભર્યો હોય તે શક્યતા વધુ છે! એ તો સાચું કે લિવ-ઈનમાં વચનબદ્ધતા નથી.” ઠંડી વધી રહી હતી અને હીટ પમ્પ પણ નિષ્ફળ થઈ રહ્યો હતો. આરવ બધુ સમેટી અંતે નિદ્રાદેવીને શરણે થવા શયનકક્ષમાં ગયો. 


શનિ-રવિની એક રજામાં તેઓએ નક્કી કર્યું કે કોલોન શહેરનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લેવી. ફારિના ફ્રેગ્રન્સ મ્યુઝિયમ કે જેમાં વિશ્વમાં પ્રખ્યાત પરફ્યુમ યુ ડી કોલોન બનાવવાનો ઇતિહાસ સંગ્રહિત છે. લુડવિગ મ્યુઝિયમ જેમાં પિકાસો અને અન્ય પોપ કળાનાં ચિત્રો છે. છેલ્લે તેઓ મશહૂર કોલોન કેથેડ્રલ આવ્યાં. તેના ઊંચા મિનારાનું ગોથિક સ્થાપત્ય ખૂબ જ આકર્ષક છે. તેઓ આગળના ચોકમાં કોફીનો મગ લઈને તેઓ બેઠાં.

   

“આ બધું જોયા પછી એમ લાગે છે કે ભારત અને જર્મનીના ઈતિહાસ લગભગ સરખા છે. ખરું ને?” લિયાએ કોફીનો સ્વાદ લેતા પૂછ્યું.

“એક ફરક છે કે ભારતની સંસ્કૃતિ સદીઓ જૂની અને પારંપારિક છે. જ્યારે જર્મની છૂટા છવાયા આદિવાસી સમૂહમાંથી એક સમાજ બન્યો છે. હા, એ ખરું કે બન્નેએ વિભાજન, બાહ્ય શાસન અને અસ્તિત્વની ઓળખના ઊંડા ઘા અનુભવ્યા છે.” આરવ ક્ષિતિજ તરફ જોતાં જાણે ઈતિહાસનાં પાનાં ઊલટાવતો હોય તેમ બોલ્યો. લિયા તેની તરફ આદરભાવથી જોઈ રહી.

 પછી ગરમાગરમ કોફીનો ઘૂંટ લેતાં આરવ બોલ્યો, “તને એક વાત કહેવી ભૂલી ગયો.”

“શું વાત?” લિયા ઉત્સુક્તાથી બોલી.

“હું આવતા મહિને ભારત જવાનો છું.”

લિયા થોડીવાર સ્તબ્ધ થઈ ગઈ. પણ તેના આંતરિક ભાવ ચહેરા પર કળાવા દીધા વિના તે  બોલી,  “કેમ અચાનક?”

“મારા મમ્મીપપ્પા નો અતિ આગ્રહ છે કે એકવાર તેમને મળી લઉં. પાપા આવતા વર્ષે નિવૃત્ત થાય છે. તેઓની ઈચ્છા છે કે.. ..” કહેતાં કહેતા આરવ ચૂપ થઈ ગયો.

લિયા આરવ સામે જોઈ રહી. તેના ચહેરા પર અજાણતાં ના બોલવાનું બોલી ગયાનો ભાવ સ્પષ્ટ કળાતો હતો.

 “આરવ ઈન્ડીયા શું કામ જતો હશે? કદાચ છોકરી જોવા? હોઈ શકે. પણ મારે શું? મને શું થયું છે? મને શું કામ આંચકો લાગે છે? મારે અને આરવને શું સંબંધ છે? અમે તો માત્ર મિત્રો છીએં.” લિયાની માનસિક ગડમથલ ચાલુ હતી. “એમ? આરવ માત્ર મિત્ર છે? એમ તો નથી ને કે તું તારી જાતને છેતરી રહી છે?” તેના દિલે જાણે બળવો પોકાર્યો.

 

છેવટે મૌન તોડતાં તે બોલી, “હં, તો શું ઈચ્છા છે તેઓની? અટકી કેમ ગયો? આગળ બોલ!”

આરવે નદીના પ્રવાહ તરફ નજર ફેરવતાં કહ્યું, “જવા દે, કાંઇ નહીં.”

“સમજી ગઈ. એમ કહેને કે છોકરી જોવા જાય છે!” મજાકમાં આરવને ચૂંટી લેતા બોલી.

આરવ જરા છોભીલો પડી ગયો. પછી બચાવના સૂરમાં બોલ્યો, “કદાચ મમ્મીપપ્પાનું એવું આયોજન હોય તો નવાઈ નહીં.”

“હશે જ. તો શું ફરી લગ્નનું વિચારે છે?”

“અત્યારે તો હું બહુ મૂંઝવણમાં છું. તારા અને મારા અનુભવ પરથી બેમાંથી એક પણ સંબંધ સરળ હોય તેમ નથી લાગતું.” અનાયાસે આરવ માથું ખંજવાળતાં બોલ્યો.

“ હું પણ એ જ વિચારતી હતી. મને મારા નાનીની એક કહેવત યાદ આવી ગઈ. લગ્ન એવા લાડુ છે કે જે ખાય તે પસ્તાય અને ના ખાય તે પણ પસ્તાય. પણ જરા ઊંડું વિચારીએ તો લગ્ન જીવનમાં સ્થિરતા અને સુરક્ષા આપી શકે છે. જે અન્ય કોઈ સંબંધ નથી આપી શકતો.”

 

“સાચું કહું તો લીયા, ક્યારેક મને થાય છે કે આપણા દેશમાં જે જૂની વ્યવસ્થા હતી, જ્યાં લોકો બહુ વિચાર્યા વગર બસ લગ્ન નિભાવી લેતા હતા, એ કદાચ વધુ સરળ હતું.”

 

“એટલે જ તો હું વિચારું છું... ઇન્ડિયાના એ જૂના લગ્ન જેમાં ક્યારેક ગૂંગળામણ થતી, પપ્પાના આ નવા જર્મન લગ્ન જે એકદમ પરફેક્ટ પણ ઠંડા છે, મારો ફેલિક્સ સાથેનો લિવ-ઈન સંબંધ જે આઝાદ હતો પણ અસુરક્ષિત હતો, અને તારા લૌરા સાથેના લગ્ન જે કાયદાના પાંજરામાં પુરાઈ ગયા... આ બધામાંથી સાચો રસ્તો કયો? શું કોઈ એવી વ્યવસ્થા છે જ્યાં માણસ સુરક્ષિત પણ રહી શકે અને શ્વાસ પણ લઈ શકે?” લિયાએ પોતાની રાતની ગડમથલનો ચિતાર આપ્યો.

“મને લાગે છે આપણે ખોટા રસ્તે ચઢી ગયાં છીએં. લગ્નનો મૂળ ઉદ્દેશ જ ભૂલી ગયાં છીએં. માટે આમ અથડાઈએં  છીએં. ખેર, કઇંક બીજી વાત કરીએં.”                       

(ક્રમશ:)

શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

સંબંધોના તાણાવાણા પ્રકરણ ૨

 

(ગત પ્રકરણમાં આપણે જોયું કે આરવ અને લિયા  જર્મનીના કોલોન શહેરની રાઈન નદીના હોહેનઝૉલર્ન રેલવે બ્રીજ "લવ લોક બ્રીજ" પર અચાનક મળે છે. બંને પોતાની જિંદગીમાં વળાંક પર ઊભાં છે. બંને વચ્ચે દોસ્તી થાય  છે. લિયા આરવને ડિનર માટે આમંત્રણ આપે છે. હવે આગળ વાંચો.. )  

સંબંધોના તાણાવાણા  પ્રકરણ ૨    

શુક્રવાર, 9 ઑક્ટોબર, 2026

સંબંધોના તાણાવાણા - ૧

 (લગ્ન સંબંધ કે લિવ-ઇન રિલેશનશીપ? કયો સંબંધ વધુ સારો? બંને પરિસ્થિતિનો ભોગ બનેલાં બે અજાણ્યાં પાત્રો જર્મનીના કોલોન શહેરની પૃષ્ઠભૂમિમાં અચાનક મળે છે. પછી શું થાય છે? આ વાર્તા ચાર-પાંચ  પ્રકરણમાં વિસ્તારી છે. એક લઘુ નવલ લખવાનો મારો આ પ્રથમ પ્રયાસ છે. )



શુક્રવાર, 2 ઑક્ટોબર, 2026

તમને તો કંઈ ગતાગમ જ નથી

(લગ્નજીવનમાં ઘણીવાર અમસ્તી નાની બાબત પણ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને વાત લગ્ન વિચ્છેદ સુધી પહોંચી જાય છે. ખાસ કરીને જ્યારે પતિપત્ની બંને નોકરી કરતાં હોય. આવે વખતે સમજદારીથી કામ લેવું અગત્યનું છે. અંબર અને અંતરા વચ્ચે આવી એક પરિસ્થિતિ ઊભી થઈ છે. તેઓ તેનું નિરાકરણ કેવીરિતે કરે છે?) 



શુક્રવાર, 1 ઑક્ટોબર, 2021

બાંધી મુઠ્ઠી ?

બાંધી મુઠ્ઠી ?

સાંપ્રત સમાજની વરવી વાસ્તવિકતા એ છે કે સામાન્ય મનુષ્યને માટે બળિયા સામે બાથ ભીડવાનું લગભગ અશક્ય થઈ ગયું છે. સત્તાધારીઓ સતાનો બેફામ ઉપયોગ સ્વાર્થ માટે કરે છતાં તેઓનો  વાળ પણ વાંકો નથી થતો. કઢંગી અને અટપટી ન્યાયપ્રક્રિયા માત્ર અમીરોને અને પહોંચેલા ગુનેગારોને જ બચાવે છે.  

બાંધી મુઠ્ઠી ?

 

"જુઓ સુમનભાઈ,  જે કાંઇ થયું તે ખૂબ જ આઘાતજનક છે. મને પણ તેનું અપાર દુખ છે. પરંતુ  દુખને રોયા કરવાનો કોઈ અર્થ નથી. બીજું બધુ બાજુએ મૂકીને અત્યારે તમારે દીકરી ચૈતાલીને સંભાળવાની જરૂર છે. બળીયા સામે બાથ ભીડવાનું આપણું ગજું નથી. તમને ખબર ન હોય તો કહું કે ત્રણમાંથી એક મીનીસ્ટરનો છોકરો છે બીજો જે ક્લબમાં આ બન્યું તેનાં ચેરમેનનો પુત્ર છે અને ત્રીજો પણ રાજકીય આગેવાનનો છોકરો છે. એ લોકો મોટા બિલ્ડર અને અતિ ધનિક અને પહોંચેલી માયા છે. તમને ખબર છે તમારી ફરિયાદ પછી જ્યારે પોલીસ પ્રેસિડેન્ટને ઘેર તેનાં છોકરાને પકડવા ગઈ ત્યારે પોલીસ કમીશ્નરને દોડતો બોલાવ્યો હતો અને કલબના પ્રેસિડેન્ટે  તેને લાફો ઝીંકી દીધો હતો! પોલીસ વિલા મોંએ  પાછી ફરી હતી. .” અન્ડર સેક્રેટરી મહેશભાઇ પટેલ તેમના મદદનીશ સુમનભાઈને પોતાના નિવાસસ્થાને બોલાવી સમજાવતા હતા.   

"હવે આમાં તમે કેટલું દોડશો? મારી સલાહ છે કે મુઠ્ઠી બંધ રાખવામાં જ શાણપણ છે. તમે સિદ્ધાંતને વળગી રહેશો તો દીકરી ચૈતાલીની અને તમારા કુટુંબની બદનામી સિવાય તમારા હાથમાં કાંઇ નહીં આવે. સમાજ અને મીડિયા ફોલી ખાશે. સત્તર સવાલો કરશે. ક્લબમાં શું કામ ગઈ હતી? કેટલા સમયથી દોસ્તી હતી?  માં-બાપે કેમ ધ્યાન ન આપ્યું? વિ. અનેક આડાતેડા પ્રશ્નો ઊભા કરીને વાતને દિવસો સુધી ડખોળ્યા કરશે. કોર્ટમાં વકીલો જેવા તેવા અશ્લીલ સવાલો કરશે અને  દીકરી પર અનેકવાર માનસિક બળાત્કાર કરશે. ક્લબમાંથી તમને એક પણ સાક્ષી નહીં મળે. તમે દિવસો નહીં, વર્ષો સુધી આ આઘાતમાંથી બહાર નહીં આવી શકો. તમે ખોટું ન લગાડતા પણ આ વરવી વાસ્તવિકતા છે. આપણા જેવા સરકારી નોકરિયાતો માટે નીચી મુંડીએ ચૂપ રહેવામાં જ ડહાપણ છે. મીનીસ્ટર સાહેબે કહ્યું છે કે ગુજરાતનાં નકશામાં જે શહેર પર આંગળી મૂકો ત્યાં તમને પ્રોમોશન સાથે બદલી કરી આપશે. બે-ત્રણ વર્ષ તમે અમદાવાદથી દૂર રહો અને બધુ શાંત થવા દો. ચૈતાલીને તમારા સાળા ઑસ્ટ્રેલિયા છે ત્યાં ભણવા મોકલી દો. તે પણ આ માહોલથી દૂર રહેશે અને જીવનમાં આગળ વધશે. તેનાં ભવિષ્યનો વિચાર કરો. કલબના પ્રેસિડેન્ટ તેનાં બધા ખરચા માટે વીસ લાખ રૂપિયા આપવા તૈયાર છે. મારુ માનો તો આ ઓફર સ્વીકારી લો અને બાંધીમુઠ્ઠી રાખો.

માનસી, જે ચૈતાલીની સહેલી હતી અને અત્યાર સુધી છુપાઈને બધુ સાંભળતી હતી તે ધસમસતી બહાર આવી, આંખમાં આંસૂ અને રોષિત અવાજે બોલી, “અંકલ, પપ્પાને એ પણ પૂછી લો કે ન કરે નારાયણ અને મારી સાથે આવું કાંઇ બને તો મારી કિમત શું આંકી છે તેમણે? વીસ લાખ? પચ્ચીસ લાખ? કેટલા લાખ રૂપિયા લઈને મને તડીપાર કરશે?”  

--ભજમન નાણાવટી                                                           1

                                          @@@@@  

Image: courtsey shutterstock,google images 


શુક્રવાર, 5 જૂન, 2020

બ્રેકડાઉન - લોકડાઉન રચના - 8

લોકડાઉન રચના - 8
બ્રેકડાઉન      
                                                              
સ્વર્ગારોહણ બિલ્ડિંગના પચ્ચીસમા માળે લક્ઝુરીયસ ફ્લેટની બાલ્કનીમાં પરીશે ઊભી હતી. લોખંડની જાળીમાંથી હાથ નાખીને કાચની એક વીંડો સ્લાઈડ કરીને મોંમા રહેલો ધુમાડો બારીની બહાર ફૂંક્યો. ઊંચાઈએથી દેખાતી

ગુરુવાર, 14 મે, 2020

પ્રિય સંગિનીને પ્રેમપત્ર

(સુખી લગ્નજીવનનાં 45 વર્ષનો સાથ નિભાવનાર મારી પ્રિય જીવનસંગિની નલીનીને આ વાર્તા સમર્પિત કરું છું)
પ્રિય સંગિનીને પ્રેમપત્ર

શુક્રવાર, 17 એપ્રિલ, 2020

હથકડી- 2 , લોકડાઉન રચના - 3

લોકડાઉન રચના - 3
(ગત શુક્રવારે હથકડી-1 માં આપે વાંચ્યું કે કેનેડા રહેવાસી સોહન જીવનસાથીની પસંદગી માટે ભારત આવે છે. પરંતુ પોતાની બાળસખીની યાદ આવતાં તેને શોધવા માગે છે. પણ હરિનકાકાએ કાઈંક બીજો જ કારસો રચ્યો છે. તેમણે મનોવિજ્ઞાનિક ડો. હેતલની સાથે મુલાકાત ગોઠવી રાખી છે. હવે આગળ વાંચો.....)
હથકડી - 2


શુક્રવાર, 10 એપ્રિલ, 2020

હથકડી - 1 -લોકડાઉન રચના - 3

લોકડાઉન રચના - 3  
(શું બાળપણની ગાઢ દોસ્તી યુવાનીમાં પ્રેમમાં પલટાય ખરી? બાલ્યાવસ્થાની નિર્દોષ મજાક યુવાન વય સુધી યાદ રાખીને કોઈ જીવી શકે? લોકડાઉન દરમ્યાન સર્જન પામેલી આ રચના લાંબી હોવાથી બે ભાગમાં પ્રસ્તુત કરી છે. ભાગ બીજો આવતા શુક્રવારે પ્રકાશિત થશે. –ભજમન)  
હથકડી - 1

શુક્રવાર, 3 એપ્રિલ, 2020

માનવતા કે પ્રાયશ્ચિત-લોકડાઉન રચના - 2

લોકડાઉન રચના - 2

(આ રચાનામાં થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશમાં લોકડાઉન સંદર્ભમાં બનેલ એક સત્ય ઘટનાનો આધાર લીધો છે. પરંતુ તેમાં મારી કલ્પનાના રંગો પૂર્યા છે. પાત્રોનાં નામ, સ્થળ વિગેરે બદલી નાખેલ છે. આ વાર્તાને કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ સાથે સમ્બંધ નથી.-ભજમન)


માનવતા કે પ્રાયશ્ચિત?                                                   


શુક્રવાર, 27 માર્ચ, 2020

ભજમનનાં ભોળકણાં -36 તમારી next કવિતા

લોકડાઉન રચના - 1

(શ્રી ભાગ્યેશભાઈ ઝાએ તા. 22/3/20 ના રોજ વૉટ્સેપના  નાગર કલા-સાહિત્ય ગ્રુપમાં “મારી next કવિતા” શિર્ષક સાથે એક રચના મૂકી હતી. તેમાં^ તેઓએ કોવિદ-19ને અનુલક્ષીને એક કાવ્ય રચવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. તેનાથી પ્રેરાઈને નિમ્ન અનુકાવ્ય રચાયું છે.) 
તમારી next કવિતા
                               (courtsey Google Image)
ભલે, કરીશું પ્રતિક્ષા તમારી next કવિતાની

શુક્રવાર, 20 માર્ચ, 2020

पता नहीं - हिंदी रचना-४



 हिंदी रचना-४ 

पता नहीं

कब तक सनमकी राह देखूं पता नहीं
कब तक सनमकी चाह रखूँ पता नहीं

શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019

લાગણી શૂન્ય સમ્બંધ


(એરેંજ્ડ લગ્નમાં પરસ્પર પ્રેમ થાય જ કે થવો જ જોઈએ તેવો કોઈ વણલખ્યો નિયમ છે? એકબીજા પ્રત્યે પ્રેમ ઉદભવવો થવો જરૂરી છે? અને ધારો કે પતિને પત્ની પ્રત્યે અથવા પત્નીને પતિ પ્રત્યે એકતરફી પ્રેમ થાય તો લગ્નજીવન કેવું રહે? આ સંજોગોમાં શું કાયદો છુટાછેડા આપે? આવા પ્રશ્નોની છણાવટ આ વાર્તામાં કરી છે.)

શુક્રવાર, 7 ડિસેમ્બર, 2018

સૂનો માળો


(અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલ પુસ્તક મેળો 2018 માં વાર્તા લેખન કાર્યશાળા હતી તેમાં સર્વશ્રી અજયસિંહ ચાવડા અને કિરીટભાઈ દુધાત ના માર્ગદર્શન નીચે શરૂ થયેલી એક રચના અત્રે પ્રસ્તુત છે.) 





શુક્રવાર, 1 સપ્ટેમ્બર, 2017

જ્ઞાન સાથે ગમ્મત-4 કેલેંડરની કરામત


જ્ઞાન સાથે ગમ્મત – 4 કેલેંડરની કરામત

અગાઉ આપણે “જ્ઞાન સાથે ગમ્મત” શ્રેણીમાં પ્રો. અરવિંદ ગુપ્તા દ્વારા બનાવેલાં રમકડાં નો આસ્વાદ લીધો હતો. આજે પ્રો.ગુપ્તા પાસેથી ગણિત ને કેવીરીતે ગમતું બનાવવું તે જાણીએ. તેઓ કહે છે, ગણિત....! સામાન્યત: ગણિત એટલે માથાનો દુ:ખાવો, એમ વિદ્યાર્થી જગતમાં મનાય છે. પરંતુ આપણી આસપાસના વાતાવરણમાં, વસ્તુઓમાં, ગણિત છુપાયેલું છે. આપણે આપણી નજર કેળવવાની જરૂર છે. 

શુક્રવાર, 25 ઑગસ્ટ, 2017