વિલાપ
વાંચવાનો શોખ,
આમે ય ક્યાં હતો,
તું શબ્દો જોડતી ગઈ
હું આંખો ફોડતો ગયો.
સ્નેહની ઝંખના
આમે ય ક્યાં હતી,
તું આંખ
મિચકારતી રહી
હું ઉજાગરા કરતો
રહ્યો
તને મારી ફિકર
આમે ય ક્યાં હતી,
તું ઝખમ કરતી
રહી
હું આંસું સારતો
રહ્યો
એસેમેસની એષણા
આમે ય ક્યાં હતી,
તું ફોન કટ કરતી
રહી
હું રી-રીડાયલ
કરતો રહ્યો
વિયોગની ખબર
આમે ય ક્યાં હતી,
તું પીયર જતી
રહી
હું વાટ જોતો
રહ્યો
-ભજમન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો