અગાઉ ત્રણ-ચાર વખત ક્રીએટીવ
એડવર્ટીઝમેંટસ આપણે અહિ જોઈ છે. આજે URBAN LADDERઅને BRITISH AIRWAYS દ્વારા પ્રકાશિત થયેલ બે ટુંકી ફિલ્મો જોઈએ. Enjoy the film.
'વાર્તાલાપ' ની 50મી પોસ્ટમાં આપણે 'મીઠે મેં ક્યા હૈ' લેખમાં કેટલીક હ્રદય્સ્પર્શી વિજ્ઞાપન જોઈ હતી. આજે એવી જ એક દિલને હલાવી દે તેવી ફાયઝર ફાર્મસ્યુટિકલની વિજ્ઞાપન નો સ્વાદ માણીએ. દવા બનાવતી કમ્પનીને દર્દીની લાગણીની કેટલી કદર છે તેનો આ એડ પરથી ખ્યાલ આવે છે. ધ્યાનથી જોશો તો તમને આ ક્લિપ જરૂર સ્પર્શી જશે.
માર્કેટીંગના માણસ તરીકે મને એડ્વર્ટાઈઝીંગમાં હમેશાં રસ રહ્યો છે. વિવિધ બ્રાન્ડના પણ એક સરખા ઉત્પાદનને જાહેરાતના દશ્ય અને શ્રાવ્યના માધ્યમથી અનોખી રીતે રજુ કરવાની આ કળા ખૂબ પડકાર રૂપ છે. તેમાં પણ જ્યારે ટીવી પર કોઇ કલ્પનાશીલ અને સર્જનાત્મક જાહેરાત જોવા મળે ત્યારે મન પ્રસન્ન થઇ જાય છે. આજે આવી મને ગમી ગયેલી કેટલીક એડ તમારી સાથે શેર કરું.