મારા દાદાનાં બે પ્રિય ભજનો, 'રામ ચરન સુખદાયી...' અને 'શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન...' રોજ સવારના મુંબઇની પન્નાલાલ ટેરેસીઝ માં દિલરૂબાના સૂર સાથે તેઓ આ ભજનો ગાતા. એમ મારા પિતાશ્રી પાસેથી સાંભળ્યું હતું. મારું નામ "ભજમન" મારા દાદાની સ્મૃતિમાં આ ભજનો પરથી રાખવામાં આવ્યું છે. આજે રામનવમીના પવિત્ર દિવસે શ્રીરામ ને હૃદય્પૂર્વક યાદ કરતાં આ MS શુબ્બાલક્ષ્મીના મધુર સ્વરમાં કર્ણાટક સંગીત પદ્ધતિ માં અને અનુરાધાપોડવાલના મધુર સ્વરમાં સાંભળીએ.