શુક્રવાર, 29 જાન્યુઆરી, 2010

યે દોસ્તી હમ નહિ ભૂલેંગે.....

( G.C.E.R.T.ની એક તાલીમ કાર્યશાળામાં ડો. સ્વરૂપ સંપટે નેટ પર વાંચેલી આ વાર્તા કહી સંભળાવી હતી. જે ભાઇશ્રી રાકેશ પટેલે તેમના બ્લોગ પર અંગ્રેજીમાં મુકી. તેઓને આ વાર્તાના મુળ સ્રોતની ખબર નથી. અત્રે ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને ઊભયના આભાર સહ, પ્રકાશિત કરી છે.-ભજમન)

યે દોસ્તી હમ નહિ ભૂલેંગે.....
-વેબ પરથી અનુવાદ-ભજમન નાણાવટી.

એક દિવસ, જ્યારે હું હાઇસ્કૂલમાં આઠમા ધોરણમાં હતો,
ત્યારે મેં મારા વર્ગમાંથી એક છોકરાને નીશાળેથી ઘર તરફ જતાં જોયો.
તેનું નામ કાયલ હતું.
એવું લાગતું હતું કે જાણે તેની બધી ચોપડીઓ તે ઊંચકી જતો હતો.
મને થયું, ‘કોઇ ભણવાની બધી ચોપડીઓ ઘેર શું કામ લાવતું હશે, અને તે પણ
શુક્રવારે ?’

શુક્રવાર, 22 જાન્યુઆરી, 2010

નાતાલ સાંજે -છેવટે તો શિયાળોને?

( આજે એક અતિથિ રચના. ગુજરાતના કલાગુરુ સ્વ.રવિશંકર મ. રાવળના સુપુત્ર શ્રી ડૉ. કનક રાવળ તરફ્થી રચના મુકવામાં આવી છે. આ કૃતિ મોકલવા માટે મુ. શ્રી કનક્ભાઇ નો તથા શ્રી વિરાફ કાપડિયાનો આભાર. શ્રી વિરાફ કાપડિયાની મુળ રચના પણ આપેલી છે. -ભજમન. )

(છબી: નેટ પરથી)

નાતાલ સાંજે -છેવટેતો શિયાળોને?

સોમવાર, 18 જાન્યુઆરી, 2010

જીનિયસ બાળકો !

અભિનંદન !આપણે વાર્તાલાપમાં  3 ઈડિયટ્સના 3 જીનિયસને જોયા હતા.
 જુવો આ   પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા 19  કિશોર અને કિશોરીઓ.
નેશનલ ઇનોવેટીવ ફાઉંડેશન (NIF) દ્વારા ભૂતપુર્વ રાષ્ટ્રપ્રમુખ શ્રી અબ્દુલ કલામ ને હસ્તે પદક્થી સન્માનિત થયા.
(ફોટો: સૌજન્ય : સંદેશ )


શુક્રવાર, 15 જાન્યુઆરી, 2010

એક આળવિતરું !


(ઘણીવાર મને આળવિતરાં સૂઝે છે. આજે પણ એમ જ થયું. ચાલો તમારી સાથે શેર કરું. ખબર નથી આને ટુચકો કહેવાય કે રમૂજ કહેવાય ! કદાચ લઘુકથાની વ્યાખ્યામાં આવે ? એ તો સર્વશ્રી ડૉ.જુગલકિશોરભાઇ વ્યાસ, નિલમબહેન કે સુરેશભાઇ જાની જેવા સુજ્ઞ જનો કહી શકે ! –ભજમન )

એક આળવિતરું !

પિતા અને પુત્ર વાત કરતા હતા.

પિતા- બેટા, કોઇ પણ બાપ પોતાના કુટુમ્બને એકસરખો પ્રેમ કરતો હોય છે. પણ મારી જીંદગીમાં સૌ પ્રથમ તારી મા આવી, પછી તું આવ્યો પછી તારો ભાઇ અને બહેન. હું તારી માને તમારાથી બધાથી વધુ પ્રેમ કરતો હોઉં તે સ્વાભાવિક જ નહિ, કુદરતી છે. કેમકે આ ક્રમ કુદરતે નક્કિ કર્યો છે. પ્રાયોરીટી, યુ સી. ધારકે આપણે સહુ એક નાવમાં બેસીને નદી પાર કરીએ છીએ અને અધવચ્ચે નાવમાં કાણું પડે તો હું સૌથી પહેલાં કોને બચાવું ?

પુત્ર- માને વળી !

પિતા- ના. મારી જાતને. પ્રાયોરીટી કુદરતે નક્કિ કરી છે !


<0000000>


બુધવાર, 13 જાન્યુઆરી, 2010

ઑકલેન્ડમાં ઉતરાણ

ઑકલેન્ડમાં એવોનડેલ રેસકોર્સ છે. આ રેસકોર્સના મેદાનમાં તા. 09/01/2010 ને શનીવારના રોજ
પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં નાનું સરખું ગુજરાત !
લો તમે પણ થોડી સહેલ માણો.
(ફોટા પર 'ડબલ ક્લીક' કરવાથી પૂર્ણ કદ માણો)

સારી જગ્યા છે, નાખો ધામા!

શુક્રવાર, 8 જાન્યુઆરી, 2010

ફિલ્મ 3 ઈડિયટ્સના 3 જીનીયસને જાણો છો ?

ફિલ્મ 3 IDIOTS માં તમે સહુએ ત્રણ ઈડિયટને જોયા. પણ એ જ ફિલ્મમાં ત્રણ જીનીયસની કારીગરી નિહાળી ? રાંચોની લદ્દાખની શાળામાં સ્કુટરથી ચાલતી અનાજ દળવાની ઘંટી, સાયકલથી ચાલતું વૉશિંગ મશીન અને પેડલથી ચાલતી “કાતર”થી ઘેટાંના વાળ કાપતો હજામ જોયો હશે. આ શોધના અસલી પ્રતિભાશાળી શોધકોને ઓળખો છો ?   આ રહ્યા એ ત્રણ...

શનિવાર, 2 જાન્યુઆરી, 2010

ઉદાસીનો સૂરજ


                                                                              
                  

  (photo:Google Images)

ઉદાસીના સૂરજ આથમે એવી,
આથમણી કોર ક્યાંથી લાવું..??” 
                                                                – સ્નેહા-અક્ષિતારક