શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2010

અમદાવાદ

સહસ્ત્રં જીવ શરદ: અમદાવાદ!

(છબી: વેબ પરથી)

આજે અમદાવાદની 600મી જન્મ જયંતિ નિમિત્તે માણો 
અમદાવાદ વિષે નાં ગીતો !

શુક્રવાર, 19 ફેબ્રુઆરી, 2010

અગર તુમ ન હોતે...

‘સાહેબ, સાહેબ ! ડૉક્ટર સાહેબ !!’ રાત્રિના ક્વાર્ટરના દરવાજા પર નાઇટ ડ્યુટી ના વૉર્ડબૉયનો અવાજ આવ્યો. ડૉ. પરમારે ભર ઊંઘમાંથી ઊઠી લાઇટ કરી. ઘડિયાળમાં જોયું તો રાત્રિના 12:45 થયા હતા. ડૉ. પરમારે ઝટપટ સ્લીપર પહેરી દરવાજો ખોલ્યો.

‘સોલંકી ! શું કોઇ કેસ આવ્યો છે ?’

‘પરમાર સાહેબ, ઝટ ચાલો. ઈમર્જંન્સીમાં આપઘાતનો કેસ છે.’

‘પણ અલ્યા ફોન કરવો હતો ને ? દોડતો કેમ આવ્યો ?’

‘ફોન ક્યાં ચાલે છે ! પી.આઇ. જોષી સાહેબનો છોકરો છે.’

‘ઠીક છે તું જા. પેશંટને ઓટીમાં લેવરાવી લે. હું આવું છું. અને ડૉ. પટેલને બોલાવી લાવજે,’

‘પટેલ સાહેબને ત્યાં તો પે’લેથી જ કહી આવ્યો છું. સાહેબ !’

ગુરુવાર, 11 ફેબ્રુઆરી, 2010

વિભાવનાવિભાવના

દૈવની વિભાવના અંતરે ઉતાર મા,
વર્તમાન કાળમાં ભૂતકાળ ભાળ મા

શુક્રવાર, 5 ફેબ્રુઆરી, 2010

ભજમનનાં ભોળકણાં

નવી દિલ્હી, તા.૬
આકાશને આંબતા ખાદ્ય ચીજોના ભાવ મામલે ટીકાનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારે ખાદ્ય ચીજોના ભાવ પર અંકુશ માટેના પગલાં સૂચવવા મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય પ્રધાનોની સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે.


વડાપ્રધાન ડો. મનમોહનસિંહે અત્રે ખાદ્ય ચીજોના ભાવ અંગેની રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, "ખાદ્યાન્ન ફુગાવાના મામલે કપરો સમય વીતી ચૂક્યો છે અને પરિસ્થિતિમાં ટૂંકમાં