લેબલ વેશ્યાવૃત્તિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ વેશ્યાવૃત્તિ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 25 ડિસેમ્બર, 2009

આપ શું વિચારો છો ? - વેશ્યાવૃત્તિ ડામો કે મંજૂરી આપો: સુપ્રીમ


*****************************
Wish you all merry christmas.

******************************



વેશ્યાવૃત્તિ ડામો કે મંજૂરી આપો: સુપ્રીમ - Divya Bhaskar Daily Gujarati News Paper Ahmedabad Surat Baroda Rajkot News Gujarat Mumbai
દિ.ભા. Agency, New Delhi

સુપ્રીમકોર્ટનો કેન્દ્રને વેધક પ્રશ્ન: વેશ્યાવૃત્તિ કાયદાની મદદથી ડામી શકાતી ન હોય તો કાયદેસર કેમ નથી કરતા ?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે દંડકીય પગલાંની મદદથી વેશ્યા વ્યવસાયને ડામી શકવો વ્યવહારુ રીતે સંભવ ના હોય તો તેને કાયદેસર મંજૂરી આપો.

સોમવાર, 14 ડિસેમ્બર, 2009

સુનીતા ક્રીષ્ણન



"મને જો ઈશ્વર સામે મળે તો

હું મારા ખુલ્લા હાથે તેનો ટોટો પીસી નાખું." -સુનીતા ક્રીષ્ણન 

આ શબ્દો છે એ     સ્ત્રીના જે ફક્ત 15 વર્ષની માસુમ વયે આઠ આઠ નરાધમોની હવસનો શિકાર થઇ હતી. હા, તેઓએ આ નિર્દોષ, નાજુક બાળકીને પીંખી નાખી હતી, તનથી અને મનથી ઘાયલ કરી હતી. તેના માન-સન્માનને ઠેસ પહોંચાડી હતી. વાત એટલેથી જ અટકી ન હતી, પછીના બે વર્ષ સુધી સમાજે તેને હડધૂત કરી, તેને બહિષ્કૃત કરી. સુનીતા કહે છે, "મને ત્યારે કે અત્યારે, શારીરિક અથવા માનસિક ઈજાનો અહેસાસ એટલો નહોતો થયો, પરન્તુ ત્યારથી આજ દિન સુધી અતિશય ઘૃણાસ્પદ પ્રકોપ મારા માહ્યલાને કોરી ખાય  છે."