સહસ્ત્રં જીવ શરદ: અમદાવાદ!
(છબી: વેબ પરથી)
આજે અમદાવાદની 600મી જન્મ જયંતિ નિમિત્તે માણો
અમદાવાદ વિષે નાં ગીતો !
અમદાવાદ વિષે નાં ગીતો !
અમે અમદાવાદી - અવિનાશ વ્યાસ
(ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, સ્વર: શ્યામલ-સૌમિલ મુનશી, )
અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પહેલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ઢુંકડો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડીવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની કોઇ મહિલા જાવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
(શબ્દો:સૌજન્ય: ટહુકો.કોમ)
આ સિવાય "ટહુકો.કોમ" પર અન્ય ગીતો માણો...
(જમણી બાજુ હાંસિયામાં "ગાંઠડી" માં કડી આપી છે અથવા અહિં ક્લિક કરો)
(જમણી બાજુ હાંસિયામાં "ગાંઠડી" માં કડી આપી છે અથવા અહિં ક્લિક કરો)
અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
જવાબ આપોકાઢી નાખોશેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની કોઇ મહિલા જાવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…
---------------------
વાહ! બાપુ. આ અમદાવાદીને મજા આવી ગઈ.
અમદાવાદની 600મી જન્મ જયંતિ વિશે વધારે માહિતી આપશો તો આ ઈતિહાસ પ્રેમીને આનંદ થશે.
Rashmin Avashia મનેં ને
જવાબ આપોકાઢી નાખોવિગતો દર્શાવો 03:56 pm (29 મિનિટ પહેલા)
ભજમન .,,
શ્યામલ .સૌમિલ ના ફોટા સાથેનું તમારું અમદાવાદ ના ૬૦૦ વર્ષ ને બિરદાવતું ગીત વાંચ્યું .
આ ગીત સંજય ઓઝા પણ સરસ રીતે રજુ કરેછે . માનનીય સ્વર્ગીય વડીલ શ્રી અવીનાસભાઈ પોતે પણ એક ગર્વ છે .
સુંદર ..............રશ્મીન
સુરેશભાઇ, વેબ મેહફિલ પર સરસ ઇતિહાસ છે. અહિં લિંક મુકી છે.
જવાબ આપોકાઢી નાખોhttp://webmehfil.com/?p=2922&cpage=1#comment-11163
મઝા આવી સાંભળવાની "અમે અમદાવાદી".
જવાબ આપોકાઢી નાખો