શુક્રવાર, 3 જાન્યુઆરી, 2020

ખીચડી ચાલશે.અણુવાર્તા મણકો 7


અણુવાર્તા micro fiction ની શ્રેણીમાં  સાતમો મણકો

ખીચડી ચાલશે.



સુકેશી ચાર્ટર્ડ એકાઉંટંટ છે. 
એક ક્લાયંટ માટે ઇન્કમટેક્ષના કેસની અપીલ કરવાની હોવાથી રાતના નવ વાગે થાકીને ઘેર પહોંચી. ચેંજ કરવા સીધી બેડરુમમાં પ્રવેશી. બેડરુમમાં ગુંજન તેના લેપટોપમાં મશગુલ થઈ બેઠો હતો. બંને શૂઝ બેડ પાસેજ પડ્યા હતા, એમાંથી એક આડો થઈ ગયો હતો. બાજુમાં મોજાં વિખરાયેલી હાલતમાં હતાં. બેડ પર ટાઈ અને શર્ટ ડૂચાની જેમ હતાં. સુકેશીને રુમમાં આવેલી જોઈ ગુંજન બોલ્યો, ઑહ! ડીયર, આવી ગઈ? મને થોડું પાણી લાવી દઈશ, પ્લીઝ?’ 
પર્સ સાઈડ ટેબલ પર મૂકી, સેંડલ કાઢી વૉર્ડરોબના ડ્રોઅરમાં મૂકતાં બોલી, હા.
રસોડામાં જઇને જોયું તો વાસણોનો ઢગલો તેની રાહ જોતો હતો.

સાસુજીએ કહ્યું, “આજે કામવાળી નથી આવી. ખીચડી મુકી દો. ચાલશે.”

-ભજમન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો