શુક્રવાર, 27 માર્ચ, 2020

ભજમનનાં ભોળકણાં -36 તમારી next કવિતા

લોકડાઉન રચના - 1

(શ્રી ભાગ્યેશભાઈ ઝાએ તા. 22/3/20 ના રોજ વૉટ્સેપના  નાગર કલા-સાહિત્ય ગ્રુપમાં “મારી next કવિતા” શિર્ષક સાથે એક રચના મૂકી હતી. તેમાં^ તેઓએ કોવિદ-19ને અનુલક્ષીને એક કાવ્ય રચવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. તેનાથી પ્રેરાઈને નિમ્ન અનુકાવ્ય રચાયું છે.) 
તમારી next કવિતા
                               (courtsey Google Image)
ભલે, કરીશું પ્રતિક્ષા તમારી next કવિતાની

વુહાનની વાદિઓમાંથી વછૂટેલા વસમા વાયરસની
વાર્ધક્યને વળગીને શ્વાસોને રૂંધાવતા વાયરસની
વહાલાને વેગળા રાખવા સમજાવતા વાયરસની
ભલે, કરીશું પ્રતિક્ષા તમારી next કવિતાની

કરતલધ્વનીના કલબલાટમાં લુપ્ત આભારની લાગણીની
કટાણે કાર્યનિવૃત્ત થયેલા કર્મચારીની કારમી કહાણીની
રોજમદારની રોજી ટળતાં રોટલા કાજે ટળવળતા ભાણાની
ભલે, કરીશું પ્રતિક્ષા તમારી next કવિતાની

ફેસ-માસ્કના છિદ્રોમાંથી નીકળેલી સરવાણીની
સેનીટાઈઝરના ફુવારાથી લથબથ સફાઈ કર્મીની
ઘરમાયેલાં^ મૌનની ઉરમાયેલી* વણકહી વેદનાની
ભલે, કરીશું પ્રતિક્ષા તમારી next કવિતાની

-ભજમન નાણાવટી                                                
23-03-2020

ઘરમાયેલાં^=ઘરમાં રહેવાથી ઘટ્ટ થયેલું મૌન          (સૌજન્ય:કવિ ભાગ્યેશભાઈ જ્હા)
ઉરમાયેલી*= ઉરમાં ધરબાયેલી વેદના                   🙏

2 ટિપ્પણીઓ: