લોકડાઉન રચના - 8
બ્રેકડાઉન
સ્વર્ગારોહણ
બિલ્ડિંગના પચ્ચીસમા માળે લક્ઝુરીયસ ફ્લેટની બાલ્કનીમાં પરીશે ઊભી હતી. લોખંડની જાળીમાંથી
હાથ નાખીને કાચની એક વીંડો સ્લાઈડ કરીને મોંમા રહેલો ધુમાડો બારીની બહાર ફૂંક્યો. ઊંચાઈએથી
દેખાતી
મુંબઈની ગગનચૂમ્બી ઈમારતો અને તેની ટચુકડા ગોખલા જેવી બારીઓમાંથી નિકળતી ટીમટીમાતી રોશનીથી એમ લાગતું હતું કે તારે મઢેલું આકાશ પૃથ્વી પર પોરો ખાવા બેઠું છે. શ્વેત રોશનીથી ઝગમગતા પહોળા વેસ્ટર્ન એક્સપ્રેસ માર્ગ પર તેજ ગતિમાં દોડતી ગાડીઓની હેડલાઈટના સફેદ લીસોટા આકાશગંગા હોય તેવો આભાસ કરાવતા હતા. પણ પરીશેને આ દ્રશ્ય જોવામાં રસ ન હતો. ઊંડા વિચારમાં હોવાથી તે શૂન્યાવકાશમાં તાકતી હોય તેમ લાગતું હતું. આજે તેને ચેન પડતું ન હતું. ડાબા હાથમાં સીંગલ માલ્ટનો નીટ પેગ અને બે આંગળીઓ વચ્ચે લક્કી સ્ટ્રાઈક પકડીને વિચારમગ્ન અવસ્થામાં આંટા મારવા લાગી. આજે ઓફિસમાં બનેલ ઘટના હજી તેનો પીછો છોડતી ન હતી. શું પોતે બરાબર કર્યું હતું? મી. પંડિતને ખોટી રીતે હડધૂત કર્યો હતો? સીનીઅર ઓફિસર રેંકની વ્યક્તિને આમ જાહેરમાં સ્ટાફની વચ્ચે ધમકાવવો ન જોઈએ. મેનેજમેંટના બેઝીક સિદ્ધાંતને નેવે મૂક્યો! આઠ વર્ષની કારકિર્દીમાં આવો ગુસ્સો ક્યારેય આવ્યો ન હતો. સીગરેટ હોઠે અડકાડી પણ તે બૂઝાઈ ગઈ હતી. બાલ્કનીમાં લટકતી ઝૂલા ખુરશી પરથી લાઈટર ઉઠાવ્યું અને પછી તેમાં જ બેસી ગઈ. ખુરશીની ફ્રેમમાં રહેલા ગ્લાસ હોલ્ડરમાં વ્હીસ્કીનો ગ્લાસ મૂકી સીગરેટ સળગાવી અને લાંબી કશ ખેંચી ઝૂલાને હળવો ઠેકો મારી ઝૂલવા લાગી.
મુંબઈની ગગનચૂમ્બી ઈમારતો અને તેની ટચુકડા ગોખલા જેવી બારીઓમાંથી નિકળતી ટીમટીમાતી રોશનીથી એમ લાગતું હતું કે તારે મઢેલું આકાશ પૃથ્વી પર પોરો ખાવા બેઠું છે. શ્વેત રોશનીથી ઝગમગતા પહોળા વેસ્ટર્ન એક્સપ્રેસ માર્ગ પર તેજ ગતિમાં દોડતી ગાડીઓની હેડલાઈટના સફેદ લીસોટા આકાશગંગા હોય તેવો આભાસ કરાવતા હતા. પણ પરીશેને આ દ્રશ્ય જોવામાં રસ ન હતો. ઊંડા વિચારમાં હોવાથી તે શૂન્યાવકાશમાં તાકતી હોય તેમ લાગતું હતું. આજે તેને ચેન પડતું ન હતું. ડાબા હાથમાં સીંગલ માલ્ટનો નીટ પેગ અને બે આંગળીઓ વચ્ચે લક્કી સ્ટ્રાઈક પકડીને વિચારમગ્ન અવસ્થામાં આંટા મારવા લાગી. આજે ઓફિસમાં બનેલ ઘટના હજી તેનો પીછો છોડતી ન હતી. શું પોતે બરાબર કર્યું હતું? મી. પંડિતને ખોટી રીતે હડધૂત કર્યો હતો? સીનીઅર ઓફિસર રેંકની વ્યક્તિને આમ જાહેરમાં સ્ટાફની વચ્ચે ધમકાવવો ન જોઈએ. મેનેજમેંટના બેઝીક સિદ્ધાંતને નેવે મૂક્યો! આઠ વર્ષની કારકિર્દીમાં આવો ગુસ્સો ક્યારેય આવ્યો ન હતો. સીગરેટ હોઠે અડકાડી પણ તે બૂઝાઈ ગઈ હતી. બાલ્કનીમાં લટકતી ઝૂલા ખુરશી પરથી લાઈટર ઉઠાવ્યું અને પછી તેમાં જ બેસી ગઈ. ખુરશીની ફ્રેમમાં રહેલા ગ્લાસ હોલ્ડરમાં વ્હીસ્કીનો ગ્લાસ મૂકી સીગરેટ સળગાવી અને લાંબી કશ ખેંચી ઝૂલાને હળવો ઠેકો મારી ઝૂલવા લાગી.
*
“પંડિત, તમે આ શું કર્યું? આવા મહત્વના પ્રોજેક્ટનું સત્યાનાશ
વાળી નાખ્યું!”
“મેડમ, એક્ચુઅલી મી. હર્ષ સેહગલ પોતે.....” પંડિતે કંપનીની ડાયરેક્ટર મિસ પરીશે મરચંટ આગળ પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન.
કર્યો.
“શટ અપ! તમારી
ભૂલ બીજા ઉપર ઢોળી દેવા માંગો છે? ખબર છે એવા માણસને શું કહેવાય? કાવર્ડ,
ડરપોક! આઈ ડોંટ લાઈક ધીસ કાવર્ડનેસ, ગેટ આઉટ ઑવ માય સાઈટ!” મિસ પરીશેનો અવાજ ઊંચો થયો. તેના ચહેરા પર તંગ
રેખાઓ ઉપસી આવી હતી. ક્રોધથી તેના હાથ ધ્રુજતા હતા. ઑફિસમાં સોપો પડી ગયો હતો. બધા
પોતાની બેઠક પરથી ઊભા થઈ ગયા. પંડિતના ચહેરા પર કાળી શાહી પથરાઈ હોય તેવો નિમાણો
થઈ ગયો હતો. ભરી ઓફિસમાં થયેલા તેના અપમાનથી તે હીણપત અનુભવતો હતો. મિસ પરીશે
ગુસ્સામાંને ગુસ્સામાં પોતાની કેબીનમાં જતી રહી.
મિસ પરીશે મરચંટ, એક મલ્ટીનેશનલ કંપનીની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર
છે. ભારતની અને યુકેની સાયમન બિઝનેસ
સ્કૂલની, એમ ડબલ એમબીએની ડીગ્રી લઈને સખત મહેનત, હોશીયારી, લગન
અને મહાત્વાકાંક્ષાને લીધે તે સફળતાની સીડીઓ બહુ ઝડપથી ચડીને કંપનીમાં મહત્વના પદ
પર આઠ વર્ષના ટૂંકા ગાળામાં પહોંચી હતી. તેણે ધાર્યું હોત તો તે મિસ ઈંડીયા કે મિસ
યુનિવર્સ પણ બની શકી હોત. કુદરતે તેને ઉદાર હાથે સૌંદર્ય બક્ષ્યું હતું. પણ તેનાં
સપનાં અલગ જ હતાં. પેપ્સીકોની ચેરપર્સન ઈંદ્રા નૂઈ કે ફેસબુકની શેરિલ સેંડબર્ગ
તેનાં રોલ મોડલ હતાં.
*
“મેડમ, ખાના લગાવું?” હાઉસકીપર-કમ-કૂક દિવ્યાએ બાલ્કનીનો
દરવાજો ખોલી જમવા માટે પૂછ્યું.
“ના. દિવ્યા! મારે હજી વાર છે, તું જમી લે. અને હા, આ મારો પેગ બનાવી લાવ અને સોલ્ટેડ કાજુ પણ લાવજે.”
“જી મેડમ.” કહી
દિવ્યા ગ્લાસ લઈને અંદર ગઈ. પરીશેએ પેકમાંથી બીજી સીગરેટ કાઢી સળગાવી. કશ લઈ ફરી
વિચાર-તંતુનો છેડો સંકોર્યો. “ચોક્કસ, પંડિતની ભૂલને કારણે કંપનીને કરોડો રુપિયાનું
નુકશાન થશે પણ પોતે ક્યાંક ઓવરરીએક્ટ તો નથી કર્યું ને? પંડિતને કેબીનમાં બોલાવીને હકિકત સાંભળવી
જરુરી હતી. પંડિતનો ફીડબેક પણ સાલ્વેજ મેનેજમેંટ માટે જોઈશે. આવતીકાલે પંડિતની
સાથે નિરાંતે વાત કરવી પડશે. તેને સૉરી કહેવું પડે તો કહીશ. આ ડીઝાસ્ટર કેમ થયો
તેનું મુલ્યાંકન કરવું જ રહ્યું.”
દિવ્યા ગ્લાસમાં
પેગ અને સાથે કાજુ લાવી. પરીશેએ એક કાજુ મોંમાં મૂક્યું અને વ્હીસ્કીની સીપ લીધી.
“પરીશે, તને નથી લાગતું કે તને આટલો ગુસ્સો કેમ આવ્યો, આવું
નોન-પ્રોફેસનલ વર્તન કેમ કર્યું, તેનું પણ મુલ્યાંકન તારે
કરવું જોઈએ?” પરીશે ચમકી! આ કોનો અવાજ?
પણ આ અવાજ બહારથી નહીં, તેની અંદરથી આવતો હતો. “એવું તો નથી
ને કે યોરપમાં અને મુંબઈ એરપોર્ટ પર આજે જે કંઈ થયું તેના હેંગઓવરને કારણે તું આપે સે
બહાર થઈ ગઈ! એકની ખીજ બીજા ઉપર ઉતારી હોય!”
*
હીથ્રો
એરપોર્ટથી એર ઈંડીયાની ફ્લાઈટના બીઝનેસ ક્લાસમાં પરીશે પ્રવેશી અને હવાઈ પરીએ
તેનું સસ્મિત સ્વાગત કરી યોગ્ય સીટ તરફ અંગૂલી નિર્દેશ કર્યો. પરીશેની અનુપમ
સુંદરતા જોઈને તેને ઈર્ષા થઈ હશે! સીટમાં સેટલ થઈને કાનમાં હેડફોન ભરાવી લેપટોપ
ખોલીને કામમાં ગુંથાઈ ગઈ. હવાઈ પરી સલામતી વિષે અભિનય કરી રહી હતી અને
ઓવરહેડ સ્પીકરમાંથી અવાજ આવતો હતો. અચાનક
તેના ખભા પર કોઈએ હાથ મૂક્યો અને ખભો હલાવ્યો. તેણે હેડફોન ખેંચી પાછળ જોયું. રોહન પોતાની પાછળની
સીટ પરથી ઊભો થઈ પરીશેની સીટ પાસે આવ્યો હતો અને તેના ખભા પર જાણે હક્કપૂર્વક ફરી
હાથ મૂક્યો. પરીશે સીટબેલ્ટ ખોલી ઊભી થવા જતી હતી અને એટલામાં હવાઈ પરીએ આવીને
રોહનને પોતાની સીટ પર બેસી જવા કહ્યું. પ્લેન ઉપડ્યા પછી રોહને જોયું કે પરીશેની
બાજુની સીટ ખાલી છે. તેણે હવાઈ પરી દ્વારા પરીશેને પૂછાવ્યું કે પોતે તેની બાજુમાં
બેસે તો કોઈ વાંધો છે. પરીશે થોડી અચકાઈ, થોડીવાર વિચાર કરીને તેણે
સંદેશો મોકલ્યો કે સૉરી. ફરી લેપટોપ ખોલી સ્ક્રીન પર નજર માંડી. પણ ત્યાં તેની નજર
સામે કોઈ અન્ય દ્રશ્યો જ તરવરી રહ્યાં.
*
સાયમોન બીઝનેસ
સ્કૂલના વાર્ષિક કાર્યક્રમમાં મહેમાન-વક્તા તરીકેનું તેનું વક્તવ્ય પૂરું થયું અને
આખા હોલના શ્રોતાઓએ ઊભા થઈને તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. પોડિયમ પરથી નીચે
ઊતરી ત્યાં સુધી એક વ્યક્તિની તાળીઓ ચાલુ હતી સ્વાભાવિકત: આગળની હરોળમાં પોતાની
જગ્યા પર પહોંચતાં સુધી હરોળમાં બેસેલા બધા તેનું અભિવાદન કરવા ઊભા થતા હતા. તે
દરમ્યાન પણ પાછલી હરોળમાંથી તાળીઓ પાડતાં પાડતાં કોઈ તેને મળવા આગળ આવી રહ્યું હોય
તેમ તેને લાગ્યું. તે વ્યક્તિ પાસે આવતાં પરીશે નવાઈ પામી ગઈ. બીજાને ખલેલ ન પડે
માટે તે પોતે જ બહાર નીકળવાના દરવાજા તરફ પગ માંડ્યા અને પેલી વ્યક્તિને પણ
ઈશારાથી હોલની બહાર મળવા કહ્યું.
તે રોહન હતો. એ
જ ચીરપરિચિત મંત્રમુગ્ધ કરે તેવું સ્મિત!
“ઓહ..તું...તમે...!” પરીશે નક્કી ન કરી
શકી કે શું સંબોધન કરવું. તેણે હસ્તધૂનન કરવા હાથ લંબાવ્યો.
“પરી! કેટલાં વર્ષે
આપણે મળ્યાં? આપણે એટલાં દૂર થઈ ગયાં કે એક બીજાને તમે
કહેવાનો વારો આવ્યો?” કહી રોહને તેનો લંબાવેલો હાથ પકડીને પોતાની તરફ ખેંચી. બંને ભેટ્યાં, હાથનો સ્પર્શ અને “પરી” તરીકેના સંબોધનથી ક્ષણ
માત્રમાં પાછલાં દસ વર્ષનો સમય ગાળો ઓગળી ગયો. પ્રયત્ન કરવા છતાં
પરીશે રોહનના સ્પર્શની રોમાંચક અસરને નીવારી ન શકી. તેના તન-બદનમાં એક મીઠી ધ્રુજારી
પ્રસરી ગઈ.
“પહેલાં તું કહે કે તું અહિં ક્યાંથી? આમ દસ વર્ષે અચાનક ક્યાંથી ફૂટી નીકળ્યો?!” પરીશેએ જોયું કે કોઈ પ્રેસ ફોટોગ્રાફર તેઓની
તરફ આવી રહ્યો છે. ”તું મને પ્રોગ્રામ પછી ડીનર છે તેમાં જોઈન થા.” એમ કહી તુરત
હોલમાં પાછી જતી રહી.
*
રોહન બજાજ, પતિયાળામાં ઓટો-સ્પેર બનાવતી એક નાની કમ્પનીના
માલિકનો એકનો એક પુત્ર. દિલ્હી યુનિવર્સિટીનો ઓટોમોબિલ એંજિનીયર, બીઝનેસ મેનેજમેંટ માટે પૂનાની મશહૂર
ઈંસ્ટિટ્યુટમાં એમબીએ કરવા આવ્યો. પરીશે મરચંટના પિતા કેરશસ્પ
મરચંટ મુબઈમાં ટાટા ગ્રુપમાં ઊચ્ચ હોદા પર હતા. પરીશે અને રોહનનો પરિચય થયો અને બંને ઘનિષ્ઠ
મિત્રો બની ગયાં. પરીશે ભણવામાં ખુબ જ હોંશિયાર અને મહત્વાકાંક્ષી હતી. તેણે
પોતાની જીંદગીમાં અમુક લક્ષ્ય નક્કી કર્યાં હતાં. રોહન અને પરીશે સમય મળે રોહનની
બાઈક પર ઓશો મેડીટેશન સેંટર જતાં અને ત્યાંના શાંત અને રળિયામણા વાતાવરણમાં પ્રોજેક્ટની
ચર્ચા અને સાથોસાથ પ્રેમની વાતો પણ કરતાં, ભવિષ્યનાં સપનાં જોતાં.
મેડીટેશન સેંટરમાં ખળખળ વહેતા ઝરણામાં પગ બોળીને ખડકો ઉપર બેસવાનું પરીશેને બહુ
ગમતું. કોઈવાર બંને પરીશેની કારમાં કાત્રજ લેક કે ખડકવાસલા ડેમ પણ ઉપડી જતાં અને
વીક-એંડ ત્યાં ગાળતાં. આમને આમ બે વર્ષ ક્યાં પૂરાં થઈ ગયાં તેની ખબર ના પડી.
પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી બે માંથી કોઈને પ્લેસમેંટ લેવાનું ન હતું. ભવિષ્યના
મહત્વના નિર્ણય લેવાની ઘડી આવી પહોંચી હતી.
પૂનાની તેમની છેલ્લી સાંજે મેડીટેશન સેંટરના ઝરણાના
પાણીમાં પગથી છબછબીયાં કરતી અને રોહનની છાતી પર માથું ટેકવીને પરીશે બેઠી હતી.
રોહન તેના ખભા સુધી કાપેલા ડાર્ક બ્લોંડ વાળમાં એક હાથની આંગળીઓ ફેરવતો હતો અને
બીજો હાથ પરીશેની કમર પર વીંટાળ્યો હતો. પરીશેએ લકીસ્ટ્રાઈક સીગરેટની છેલ્લી કશ લઈ
ખડક પર દબાવીને બુઝાવતાં બોલી,
“રોહન, તું મારી સાથે લંડન શું કામ નથી આવતો? તું એફોર્ડ તો કરી જ શકે તેમ છે ખરું?”
“નો, પરી! તું મને તારી જેવો ધનવાન ગણે છે? મારા ફાધરને ટ્રેક્ટરના સ્પેરપાર્ટ્સની નાની એવી ફેક્ટરી છે. મારે
તેમાંથી ટ્રેક્ટર બનાવવાની ઈંડસ્ટ્રી ઊભી કરવી છે. આવતે મહિને હું જર્મની જાવ છું.
ત્યાં જોનડીર(John-deerએ) અને દોઈઝ્ત-ફર(Deutz-fahr)ની સાથે કોલેબોરેશન માટે મીટીંગ છે. બંને કંપનીઓને ભારતમાં રોકાણ કરવામાં ઈંટરેસ્ટ
છે. મારે પતિયાળા જઈને પ્રોજેક્ટની તૈયારી કરવાની છે. અત્યાર સુધી નકલી પ્રોજેક્ટ
રીપોર્ટ બનાવ્યા. હવે અસલી બનાવવાનો છે. મારી તો એવી ઈચ્છા છે કે તું પણ મારી સાથે
જોડાઈ જા. મેનેજમેંટના જે ફંડા તું અહીં શીખી તેનાથી વધારે તું સાયમન બીઝનેસ સ્કૂલમાં
શું શીખવાની છે?”
“કમ ઓન, રોહન! કાઈંક શીખવાનું હશે તો જ લોકો
એડમીશન લેતા હશે ને? ઈંટરનેશનલ બીઝનેસ વિષે અહીં આપણને બહુ
બેસીક માહિતી આપી. એમ તો ડેડુએ ટાટા ગ્રુપમાં મને ઓફર કરી જ છે. પણ મારે સ્વતંત્ર
રીતે મારી પહેચાન બનાવવી છે. ઈંટરનેશનલ બીઝનેસ વુમન તરીકે લોકો ઈંદ્રા નૂઈની જેમ
પરીશે મરચંટનું નામ લે તે મારું સ્વપ્ન છે.”
“તારા એ સ્વપ્નમાં રોહન ક્યાંય છે કે નહિ?”
રોહને પરીશેને ખેંચીને બે હાથની હથેળીમાં તેનું મોં જકડીને પૂછ્યું.
“રોહનની જગ્યા જ્યાં છે ત્યાં સલામત જ છે. પણ મારા
સ્વપ્નમાં નહિ.” જેમ તારે સફળતાની સીડી ચડવી છે તેમ મારે પણ ચડવી છે.”પરીશેએ
રોહનની આંખોમાં આંખો પરોવીને કહ્યું.
“તો એ સીડી આપણે બંને સાથે ચડીએં. મારા પાપાજીના સો કરોડના
ટર્ન ઓવરને હજાર કરોડનું કરીએં. તું સાથે હોઈશ તો મને બમણો ઉત્સાહ રહેશે.” રોહને
પરીશેને આલિંગનમાં લઈને મનાવવાનો પ્રયત્ન કર્યો.
“હા પણ રોહન, ઓલ સેઈડ-એંડ-ડન તે તારો
પ્રોજેક્ટ હશે, તારી સફળતા હશે, તારા
સ્વપ્નની સિદ્ધિ હશે, મારા નહિ. અલબત્ત, મને આનંદ થશે અને ગમશે. પણ પરીશે મરચંટ ક્યાંક ખોવાઈ જશે.” એમ કહી પરીશે
રોહનના આલિંગનમાંથી છુટી થઈ.
*
“મેડમ, યોર ડીનર પ્લીઝ.” હવાઈ પરી ડીનર માટે
તૈયારી કરવા આવીને ઊભી. પરીશે વિચાર-તંદ્રામાંથી બહાર આવી,
લેપટોપ બંધ કરી બાજુની ખાલી સીટ પર મૂક્યું. ડીનર પછી એરહૉસ્ટેસ પાસે સીંગલ
માલ્ટનો લાર્જ પેગ મંગાવી સીગરેટનું પેકેટ પર્સમાંથી કાઢ્યું પણ નો-સ્મોકીંગ
ફ્લાઈટ હોવાનું યાદ આવતાં પાછું અંદર મૂકી દીધું.
*
સાયમન સ્કૂલના વાર્ષિક કાર્યક્રમની પૂર્ણાહુતિ થતાં સહુ
હોલની બહાર નીકળ્યાં. સંસ્થાના મહેમાનો માટે ડીનર ગોઠવ્યું હતું. સંચાલકો પાસેથી
રજા લઈ રોહનને પણ ડીનરમાં બોલાવી લીધો. ડીનર બંનેએ સાથે લીધું અને ત્યાંથી પરીશેની હોટેલ પર ..
બે દિવસની
લંડનની મુલાકાત બાર દિવસ લંબાઈ ગઈ. લંડનથી પારી(સ), પારી(સ)થી
ઝુરિક, જીનેવા (સ્વીટઝરલેંડ). જાણે બાર વર્ષના વિયોગનું વળતર બાર દિવસમાં મેળવી
લેવાનું ન હોય!
બંને ને લાગ્યું કે તેઓએ જે સિદ્ધિ મેળવવાની હતી તે લગભગ
મેળવી લીધી છે. હવે સહજીવનની શરૂઆત કરી દેવી જોઈએ. આથી મુંબઈ જઈને પરીશેના પિતા
આગળ રોહને પરીશે સાથે લગ્નની દરખાસ્ત મૂકવી એમ નક્કી કર્યું.
*
જીનેવાની હોટેલ રીટ્ઝ-કાર્લટનના લક્ઝુરિયસ સ્યુટમાં અચાનક
પરીશે જાગી ગઈ, જોયું તો બેડમાં બાજુમાં રોહન ન હતો. શરીર પર ધાબળો લપેટી તે બેડરૂમની
બહાર આવી. રોહન કોઈની સાથે ફોન પર વાતો કરતો હતો. થોડીવાર તે સાંભળતી રહી પછી
ચૂપચાપ બેડરૂમમાં આવીને સૂઈ ગઈ.
*
મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય
વિમાન તળ પર ઊતરતાં વેંત પરીશેએ કોઈને ફોન કર્યો. સામેથી જવાબ હિંદીમાં આવ્યો.
“યસ, મિસ મરચંટ, આપકા મેસેજ મિલ ગયા થા. બહુત ધન્યવાદ.
ઈસી સમય એક્શન લે રહે હૈં, ચિંતા મત કરો.” ફોન કટ થઈ ગયો.
એરપોર્ટથી ઘેર જઈ તૈયાર થઈ સીધી ઓફિસે
પહોંચી હતી. ઑફિસમાં પંડિત તેની અડફટમાં આવી ગયો હતો.
*
દિવ્યા ફરી બાલ્કનીનો દરવાજો ખોલીને
ચૂપચાપ ઊભી રહી. પરીશેએ હાથમાંનો ખાલી ગ્લાસ તેની તરફ લંબાવી ઈશારાથી રીફીલ કરવા
કહ્યું.
“નહીં, મેડમજી! આપ પ્લીઝ ખાના ખા લેં આપને આજ ચાર પેગ તો પી લીએ હૈં.”
“તુમ ખાના ઈધર
લેકે આઓ ઔર બોતલ ભી. ખીટપીત નહી કર દિકરા,
ખોદાય કે વાસ્તે મેં જો કે’વું તે કરસ, સમજી.” નશામાં પરીશે પારસી બોલી બોલવા લાગતી.
દિવ્યાએ ન છૂટકે ઝુલા ખુરશી પાસે ટેબલ ગોઠવ્યું, વ્હીસ્કીની અર્ધી ભરેલી બોટલ અને બીજી વાનગીઓ પીરસી. “અબ તુમ જાઓ ઔર
હાં, સીગરેટકા પેકેટ મેરે બેડરૂમમેંસે લેકે આઓ, યે ખાલી હો ગયા હે.” દિવ્યાને ચિંતા થઈ, કોઈ દિવસ નહીં ને આજે મેડમ કાંઈંક વધારે
ગુસ્સામાં લાગ્યાં. “મેડમજી ઔર કુછ ચાહિયે તો માલા બોલના.” કહી અંદર ગઈ.
મોબાઈલની રીંગ
વાગી અને પરીશેએ કાને ધર્યો. થોડીવાર સાંભાળીને બોલી, “લેકિન..
લેકિન યે કૈસે .... હાવ ઇઝ ઇટ પોસીબ......ઓ ખોદાયજી........” બોલતાં બોલતાં
મોબાઈલનો ઘા કર્યો.
“નઅ.અહીંઇં! નો, નો નો!”ચીસ પાડી, પરીશેએ ટેબલ પરની વાનગીઓને હડસેલીને નીચે પાડી
નાખી. વ્હિસ્કીની બોટલને જોરથી સામે દિવાલ પર ફેંકી. મેડમની ચીસ અને વાસણોના તૂટવાનો અવાજ સાંભળી દિવ્યા દોડતી આવી. બાલ્કનીમાં બધું વેરણછેરણ પડ્યું હતું.
કાચના ટુકડાઓ વેરાયા હતા. અને પરીશે ધ્રુસકે ધ્રુસકે બેબાકળી બનીને રડતી હતી. ઝુલા
ખુરશી આમથી તેમ ધીરે ધીરે ધ્રુજતી ધ્રુજતી
ઝૂલતી હતી. દિવ્યા સંભાળીને ઝુલા પાસે ગઈ અને
પરીશેની પીઠ પર હાથ પસારવા માંડી. પરીશે તેની કમર નો સહારો લઈને રોતી રહી. થોડીવાર
પછી દિવ્યા તેને સહારો આપીને અંદર લાઉંજમાં લઈ ગઈ અને સોફા પર
કુશન ગોઠવી બેસાડી. પાણીનો ગ્લાસ ભરી પાણી પાયું. છેલ્લા દસ વર્ષથી હાઉસમેઈડ તરીકે કામ કરતી
દિવ્યા બહેનપણી જેવી બની ગઈ હતી. વાંસા પર હાથ ફેરવતાં ફેરવતાં તે ચૂપચાપ પાસે
બેસી રહી અને પરીશેને રોવા દીધી. થોડીવાર પછી પરીશે શાંત થઈ.
“મેડમ! શું થયું? મને નહીં કહો, પ્લીઝ?”
“દિવ્યા! તું
રોહનને તો જાણે છે ને? મેં તને વાત કરી હતી.”
“હા, મેડમ, તો શું તેના કાંઈ માઠા સમાચાર છે?”
“હા. લંડનમાં તે
અચાનક મળી ગયો અને અમારી બંનેની બધી ફરિયાદો ઓગળી ગઈ. અમે ફરી એકમેકમાં પરોવાઈ
ગયાં હતાં. બાર દિવસ પારી(સ), સ્વીટ્ઝરલેંડ વિ ફર્યા. માનો કે
એડવાંસમાં હનીમુન ઉજવ્યું.”
“અઈઈ ગો! મગ તો
ચાંગલા આહે ના?”
“અરે, સાંભળતો ખરી! અમે નક્કી કર્યું હતું કે ભારત
આવી લગ્ન કરી લેવાં. પણ....,”
“પણ કાય, મેડમ?”
દિવ્યાની ઉત્સુકતા વધી ગઈ.
“પણ અજાણતાં મેં
તેને ફોન પર કોઈની સાથે વાત કરતાં સાંભળી લીધો. મને શંકા પડી અને મેં તેનો મોબાઈલ
અને લેપટોપ છૂપી રીતે ચેક કર્યાં.” પરીશે અટકી.
“નંતર? ફિર ક્યા હુઆ, મેડમ?
“મારી શંકા સાચી
નીકળી. તે કોઈ ટ્રેક્ટર બનાવતો ન હતો. પતિયાળા તેના પિતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન
કર્યો તો ખબર પડી કે કોઈ જર્મન સહયોગથી ટ્રેકટર બનાવતું ન હતું. કોઈ કોલેબોરશન ન
હતું. પાંચ વર્ષ પહેલાં તે ફેક્ટરી વેચાઈ ગઈ હતી અને રોહનના પિતા મૃત્યુ પામ્યા
હતા. રોહન એક્સપોર્ટ-ઈમ્પોર્ટના બહાના હેઠળ પાકિસ્તાનથી ડ્રગ સ્મગલ કરતો હતો અને
યુરોપની માર્કેટમાં મોકલતો હતો. એટલે મેં ખોટો ઝગડો કરીને તાત્કાલિક મારી એકલાની
ટિકિટ કરાવી અને જીનેવાથી લંડન અને લંડનથી ભારત આવી. સમહાવ તે લંડનથી મારી જ
ફ્લાઈટમાં સાથે થઈ ગયો. મેં અમારી ફ્લાઈટ ડીટેલ હોમ મીનીસ્ટ્રીમાં મારા કોંટેક્ટને
મોકલી અને સાથે તેના લેપટોપમાંથી સાંપડેલી સાબિતીઓ પણ. આજે અમે અહીં ઊતર્યા કે તરત
જ રોહનને નાર્કોટીક વિભાગે ગિરફતાર કર્યો.”
“હેં! કાય મણતો
સ તુમી?!! મગ, આતા
કાય ઝાલા?”
“હમણાં જ
મીનીસ્ટ્રીમાંથી ફોન આવ્યો કે પૂછપરછ દરમ્યાન તે ભાંગી પડ્યો અને ડ્રગ સ્મગલિંગ
કરતો હોવાની કબૂલાત પણ કરી લીધી.”
“ફિર?”
“પણ ઓફિસરે
જણાવ્યું કે રોહન...રોહન આ આઘાત સહન ન કરી શક્યો. તેને હાર્ટ એટેક આવ્યો અને તે...
તે હવે આ દુનિયામાં નથી.” ફરી ડુસકાંઓએ પરીશેનો કબજો લઈ લીધો.
######
(Photo courtesy: Times of India)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો