લેબલ નવલિકા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નવલિકા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 7 ઑક્ટોબર, 2022

આજ રે સપનામાં મેં તો....

(ધતત્ તેરેકીઆ વયમનું શસ્ત્ર તો બુઠ્ઠું નિકળ્યુંકોણ હશે આ યુવતીછે તો ઈન્ડીયન એ નક્કી. કોને માટે આવી હશેપરણેલી હશેહાસ્તો. તો જ પોતાના બાળકને લેવા આવી હોય ને! પણ..પરણેલી હોય તેવી દેખાતી નથી! બની શકે કે કદાચ એ પણ મારી જેમ તેના ભાઈ કે બહેનના બાળકને લેવા આવી હોયકહેવાય નહિ. ભાભીને પૂછવું જોઇએ. તેને કદાચ ખબર હશે! ના,ના. ભાભી વળી કેવો અર્થ કરે કોને ખબર?)

શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2022

કિસ હર! કિસ હર!


(પમ્મી થોડી ક્ષણો કાંઇ બોલી ન શકી. પછી દોડીને નિલેંદુને વળગી પડી અને રડતાં રડતાં બોલી, “સર, તમે મારી સાથે લગ્ન કરી લો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. સર. પ્લીઝ.”.. .. .. .. ના. નહીં છોડું. પહેલા તમે મને વચન આપો કે તમે મારી સાથે લગ્ન કરશો.” કહી પમ્મીએ વધારે જોરથી તેને જકડી લીધો. યુવાનીમાં ડગ ભરતી ષોડશી કન્યાના બાહુપાશથી નિલેંદુ અસ્વસ્થ થઈ ગયો. તેને સમજ ન પડી કે શું કરવું? ) 

શુક્રવાર, 5 જૂન, 2020

બ્રેકડાઉન - લોકડાઉન રચના - 8

લોકડાઉન રચના - 8
બ્રેકડાઉન      
                                                              
સ્વર્ગારોહણ બિલ્ડિંગના પચ્ચીસમા માળે લક્ઝુરીયસ ફ્લેટની બાલ્કનીમાં પરીશે ઊભી હતી. લોખંડની જાળીમાંથી હાથ નાખીને કાચની એક વીંડો સ્લાઈડ કરીને મોંમા રહેલો ધુમાડો બારીની બહાર ફૂંક્યો. ઊંચાઈએથી દેખાતી

ગુરુવાર, 14 મે, 2020

પ્રિય સંગિનીને પ્રેમપત્ર

(સુખી લગ્નજીવનનાં 45 વર્ષનો સાથ નિભાવનાર મારી પ્રિય જીવનસંગિની નલીનીને આ વાર્તા સમર્પિત કરું છું)
પ્રિય સંગિનીને પ્રેમપત્ર

શુક્રવાર, 17 એપ્રિલ, 2020

હથકડી- 2 , લોકડાઉન રચના - 3

લોકડાઉન રચના - 3
(ગત શુક્રવારે હથકડી-1 માં આપે વાંચ્યું કે કેનેડા રહેવાસી સોહન જીવનસાથીની પસંદગી માટે ભારત આવે છે. પરંતુ પોતાની બાળસખીની યાદ આવતાં તેને શોધવા માગે છે. પણ હરિનકાકાએ કાઈંક બીજો જ કારસો રચ્યો છે. તેમણે મનોવિજ્ઞાનિક ડો. હેતલની સાથે મુલાકાત ગોઠવી રાખી છે. હવે આગળ વાંચો.....)
હથકડી - 2


શુક્રવાર, 10 એપ્રિલ, 2020

હથકડી - 1 -લોકડાઉન રચના - 3

લોકડાઉન રચના - 3  
(શું બાળપણની ગાઢ દોસ્તી યુવાનીમાં પ્રેમમાં પલટાય ખરી? બાલ્યાવસ્થાની નિર્દોષ મજાક યુવાન વય સુધી યાદ રાખીને કોઈ જીવી શકે? લોકડાઉન દરમ્યાન સર્જન પામેલી આ રચના લાંબી હોવાથી બે ભાગમાં પ્રસ્તુત કરી છે. ભાગ બીજો આવતા શુક્રવારે પ્રકાશિત થશે. –ભજમન)  
હથકડી - 1

શુક્રવાર, 3 એપ્રિલ, 2020

માનવતા કે પ્રાયશ્ચિત-લોકડાઉન રચના - 2

લોકડાઉન રચના - 2

(આ રચાનામાં થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશમાં લોકડાઉન સંદર્ભમાં બનેલ એક સત્ય ઘટનાનો આધાર લીધો છે. પરંતુ તેમાં મારી કલ્પનાના રંગો પૂર્યા છે. પાત્રોનાં નામ, સ્થળ વિગેરે બદલી નાખેલ છે. આ વાર્તાને કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ સાથે સમ્બંધ નથી.-ભજમન)


માનવતા કે પ્રાયશ્ચિત?                                                   


શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019

લાગણી શૂન્ય સમ્બંધ


(એરેંજ્ડ લગ્નમાં પરસ્પર પ્રેમ થાય જ કે થવો જ જોઈએ તેવો કોઈ વણલખ્યો નિયમ છે? એકબીજા પ્રત્યે પ્રેમ ઉદભવવો થવો જરૂરી છે? અને ધારો કે પતિને પત્ની પ્રત્યે અથવા પત્નીને પતિ પ્રત્યે એકતરફી પ્રેમ થાય તો લગ્નજીવન કેવું રહે? આ સંજોગોમાં શું કાયદો છુટાછેડા આપે? આવા પ્રશ્નોની છણાવટ આ વાર્તામાં કરી છે.)

શુક્રવાર, 7 ડિસેમ્બર, 2018

સૂનો માળો


(અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલ પુસ્તક મેળો 2018 માં વાર્તા લેખન કાર્યશાળા હતી તેમાં સર્વશ્રી અજયસિંહ ચાવડા અને કિરીટભાઈ દુધાત ના માર્ગદર્શન નીચે શરૂ થયેલી એક રચના અત્રે પ્રસ્તુત છે.) 





શુક્રવાર, 17 જુલાઈ, 2015

સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, ભાગ-2

(વહી ગયેલી વાર્તા: સમય મહેતા તેની કૉલેજના મિત્રના લગ્નમાં જયપુર જાય છે. ત્યાં તે પહેલી જ નજરે કમળની પાંખડી જેવી આંખોવાળી એક અતિ સુંદર અજાણી યુવતીના પ્રેમમાં પડે છે. એક આકસ્મિક મુલાકાતમાં સમય તે યુવતીને બાહુપાશમાં જકડીને ગાઢ ચુમ્બન આપે છે. યુવતીનો પરિચય થાય તે પહેલાં તેને જયપુરથી મુમ્બઈ આવી જવું પડે છે. સાત વર્ષના વહાણાં વાયા બાદ અચાનક એક દિવસ તે કમળનયની જેવી દેખાતી એક યુવતી તેની કારની સામે આવીને ઊભી રહે છે અને ઝડપથી ભીડમાં ગાયબ થઈ જાય છે. સમય ઊંડી ગડમથલમાં ડૂબી જાય છે. કોણ હતી તે યુવતી?

હવે આગળ વાંચો.....)

શુક્રવાર, 10 જુલાઈ, 2015

સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, ભાગ -1

(ઘણા વખતે મારી કલ્પનાને પાંખો ફૂટી અને સરી પડ્યું એક પીચ્છ વાર્તારૂપે! પ્રસ્તુત છે આ તદ્દન નવી વાર્તા. કથાનક જરા લાંબું હોવાથી ભાવકની સુવિધા માટે તેને બે ભાગમાં પ્રસ્તુત કર્યું છે. આજે પહેલા ભાગનો આનંદ માણો. આવતા શુક્રવારે બીજો અને અંતિમ ભાગ પીરસીશ.–ભજમન )

શુક્રવાર, 31 મે, 2013

મેચ પૂરી !

આજે એક હલકીફુલકી વાર્તા....

મેચ પૂરી !

રિતેશ આજ ઓફિસેથી ઘેર ધુવાંફૂવાં થતો આવ્યો. લેપટોપ બેગ ડ્રોઈંગ રૂમમાં જેમ તેમ મૂકી, પગનાં મોજાં પણ બાથરૂમને બદલે સેંટર ટેબલ પર ફેંક્યાં. તેનો મૂડ પારખી રોહિણીબેને ચૂપચાપ ટેબલ પર પાણીનો પ્યાલો મૂકી દીધો. મોજાં લઇ બાથરૂમમાં વૉશિંગ-મશીનમાં નાખ્યાં અને રસોડાના કામમાં પરોવાઈ ગયાં. 

શુક્રવાર, 7 સપ્ટેમ્બર, 2012

શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

ડાંગે માર્યાં પાણી..-1


(Today's post is a story in two parts. Part 2 will be published on 7/9/2012.
“બળ્યું! એ સતિયાને ભણાવવા આવતીતી એમાં જ નખ્ખોદ વળ્યું ને! અને વળી આ જ સોસાયટીમાં રેવાનું! ગિરીશ બચાડો ભોળો તી પલોટી લીધો. બામણની નાતમાં આવું બે પાંદડે ઘર ક્યાં મળવાનું હતું? ગિરીયામાં અક્કલ નહિ તારે ને?  ચાવળું ચાવળું બોલે ને ધોળી ચામડીમાં મોહી પડ્યો. હાળું ઘર તો જોવુંતું! આપણી નાતમાં તો આવા લોકો આપણો ચોકો ચડવાની હિંમત ન કરે.”
“બસ, બસ. તમારા દખનું મૂળ જ આ સે. તમારે હંધાયને સોરો ઇંજિનીયર થાય તારે ભાવ બોલાવવાતા એ જ વાત સે ને?”)


શુક્રવાર, 12 ઑગસ્ટ, 2011

ડીએનડી


( સુખી દામ્પત્ય જીવન માટે પતિ-પત્ની વચ્ચેના નાજુક સમ્બન્ધોના વિલક્ષણ પાસાંઓની સમજણ આપતો લેખ. ગંભીર વાતો, હળવાશથી! -ભજમન )

ડીએનડી
-ભજમન 

પપ્પા, કેક તો કાપી પણ શેમ્પેન વગર સેલીબ્રેશન અધુરું ગણાય.

એટલે તું શેમ્પેન લાવ્યો છે?

હા. પપ્પા, સમીરભાઇ શીવાસ રીગલની આખી બોટલ લાવ્યા છે.

શુક્રવાર, 6 મે, 2011

૧૨૩, એક્ષટેન્શન બંગલો

(આજે એક નાની નવલિકા પ્રસ્તુત છે. આશા છે આપ સહુને ગમશે. આપના પ્રતિભાવની આતુરતાપૂર્વક રાહ જોઈશ.)

૧૨૩, એક્ષટેન્શન બંગલો

- ભજમન

સોમવાર, 30 ઑગસ્ટ, 2010

વેરાનમાં વડલો

વેરાનમાં વડલો
                                                                                                                                            -ભજમન

નાનકડા નવીને પોતના પપ્પાને જોયા જ ન હતા. ઘરમાં પપ્પાનો એક પણ ફોટો ન હતો !

‘પપ્પા કેવા લાગતા હશે ? કેવી રીતે બોલતા હશે ? વઢે તેવા હશે કે મારી સાથે રમે તેવા હશે ?‘ આવા અનેક પ્રશ્નો તેના દિલમાં ઊઠતા. આ પ્રશ્નો તે મમ્મી પાસે રજુ કરતો, પરંતુ તેની મમ્મી તેના સવાલ નો જવાબ આપતી નહિ. તે હમેશાં ગુંથવામાં જ મગ્ન રહેતી. કોઇ કોઇ વખત તેની આંખોમાંથી અશ્રુબિંદુઓ ટપકી પડતાં. વહાલથી તે નવીનને પોતાની ગોદમાં લઇ લેતી. મમ્મી રડે એ ડરથી નવીન પપ્પા વિષે વાત ઉચ્ચારતો નહિ.

શુક્રવાર, 23 જુલાઈ, 2010

માનવતાનો પાઠ

માનવતાનો પાઠ
                                                                                                                         -ભજમન

મુક્તક ધુંવાફુંવા થતો ઘેર આવ્યો. આવતાં વેંત બાઇકની ચાવી ટેબલ પર ફેંકી. હેલમેટ પણ રોજિંદી જગ્યાને બદલે સોફાની બાજુમાં ગબડતી મુકી. સોફા પર બેસી શૂઝ કાઢીને શૂ-રેક તરફ ઘા કર્યો. અને “લિપિઈઈઈ..” એમ ઊંચા અવાજે બૂમ મારી.

લિપિ ત્યાં જ બેઠી હતી અને શાંતિથી આ બધો તમાશો જોતી હતી. તેણે ઊભા થઇને ફ્રીજમાંથી બૉટલ કાઢી ગ્લાસમાં પાણી ભરી આપ્યું. મુક્તકે એક શ્વાસે ગ્લાસ ખાલી કર્યો.

શુક્રવાર, 11 જૂન, 2010

ખુદાબક્ષ

                                                                                                                                   -ભજમન

હરિભાઇ પટેલના ઘરમાં આજે આનંદોત્સવ થઇ રહ્યો હતો. ઘર જ નહિ, સમગ્ર જીવન હરિભાઇને ઉલ્લાસમય થઇ ગયેલું લાગતું હતું. તેમને તેમનું જીવન સાર્થક થયું લાગ્યું. તેમનું અધુરું સ્વપ્ન તેમનો પુત્ર નાદ પરિપૂર્ણ કરવાનો હતો. નાદને બેંગલોરની પ્રખ્યાત ઇંડીયન ઇન્સ્ટીટ્યુટ ઑફ સાયંસમાં પ્રવેશ મળ્યો હતો.

શુક્રવાર, 2 એપ્રિલ, 2010

વાત્સલ્યનો વલોપાત?

     ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
મુર્ધન્ય સાહિત્યકાર જૉસેફ મેકવાનને ભાવભીની શ્રદ્ધાંજલિ.
ઈશ્વર તેમના આત્મા ને શાંતિ આપે.
________________________________________

( ગુજરાતી સાહિત્યમાં કૌટુંબિક સંબંધો વિષે લખાયું છે તેમાં મુખ્યત્વે સ્ત્રીના દ્રષ્ટિકોણથી લખાયું છે. પછી તે સંબંધ સાસુ-વહુનો હોય, મા-દિકરીનો હોય, કે પતિ-પત્નીનો હોય વ. નારીની વ્યથા, નારીની કથા. સંબંધોના આ તાણાવાણામાં સ્ત્રી હમેશાં પોતાની વ્યથા ને વાચા આપી શકે છે કે આંખોથી  વહેતા વારિ દ્વારા પણ વ્યક્ત કરી જાણે છે. પણ પુરુષ?  અહિં એક પિતા-પુત્રની વ્યથાને વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. - ભજમન)  


વાત્સલ્યનો વલોપાત?