આજે સાદર છે દિલના ગુલશનમાંથી વીણેલાં કેટલાંક પુષ્પો મુક્તક રૂપે.....
લેબલ મુક્તક સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મુક્તક સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
શુક્રવાર, 31 જુલાઈ, 2015
ગુરુવાર, 30 જાન્યુઆરી, 2014
અનુસંધાન
પાંચ મહિનાના લાંબા વેકેશન બાદ ફરી "વાર્તાલાપ" નું સંધાણ થાય છે. પુત્રના લગ્નની તૈયારી અને દોડધૂપમાં જાણે રચનાશક્તિ દબાઈ ગઈ હતી! આજથી અનુસંધાન પૂ.બાપુના નિર્વાણદિને શ્રદ્ધાંજલી રૂપે ચાર પંક્તિઓથી શરૂ કરીએ.
ગાંધી કેરી આંધીએ અપાવ્યું સ્વરાજ
શમણૂં હતું આપીશું દેશને સુરાજ
શમણાં એનાં નંદવાયાં હત્યારા કાજ
“હે રામ!” બાપુએ ગોળી ખાધી આજ.
-ભજમન
શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013
ભજમનનાં ભોળકણાં- 16 એક મુક્તક
અશ્ક વહે છે નિરંતર, થંભીને લૂછી નથી શકતી
શું ખારાશ એથી છે? અબ્ધિને પૂછી નથી શકતી.
જીવનમાં જન્મ છે, જીવનમાં જ મરણ છે
શું જીવનેતર જીવન છે? અબ્ધિને પૂછી નથી શકતી.
શુક્રવાર, 22 જૂન, 2012
ભોળકણાં - 14 મુક્તક
બધી ચાદર મેલી મારી, ઓઢું કઈ ચાદર?
ભ્રષ્ટાચારી નેતા સઘળા, આપું કોને આદર?
નિર્વાચનનો ફોકટ ફેરો, ભણે ભજમન સાદર.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
