શુક્રવાર, 2 ઑક્ટોબર, 2026

તમને તો કંઈ ગતાગમ જ નથી

(લગ્નજીવનમાં ઘણીવાર અમસ્તી નાની બાબત પણ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને વાત લગ્ન વિચ્છેદ સુધી પહોંચી જાય છે. ખાસ કરીને જ્યારે પતિપત્ની બંને નોકરી કરતાં હોય. આવે વખતે સમજદારીથી કામ લેવું અગત્યનું છે. અંબર અને અંતરા વચ્ચે આવી એક પરિસ્થિતિ ઊભી થઈ છે. તેઓ તેનું નિરાકરણ કેવીરિતે કરે છે?) 



શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

રૂમ નંબર 802


(કોર્પોરેટ જગતના ભભકા પાછળની એકલતા અને નિઃસ્વાર્થ પ્રેમની વાર્તા છે. ૭૦૦ કરોડની કંપનીની સીઈઓ સબીના મર્ચન્ટ વિમાન અકસ્માત બાદ કોમામાં સરી પડે છે. હોસ્પિટલના રૂમ ૮૦૨માં તે સાવ એકલી અટૂલી થઈ જાય છે અને કંપનીના લોકો તેની મિલકત પચાવવાની ફિરાકમાં હોય છે. ત્યારે કોલેજ કાળનો પ્રેમી અંશુમાન પોતાની નોકરીના ભોગે નિષ્ઠા અને કાળજીપૂર્વક તેની સારવાર કરે છે. બે પ્રેમીઓનું મિલન થાય છે. પૈસો અને પ્રેમની ખેંચતાણમાં કોણ જીતે છે?)    

                                                                       (AI generated photo)

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

સાચી દિપાવલી

 

(પુત્રને ભણાવી ગણાવી મોટો કર્યો અને પછી વિદેશમાં પુત્ર માતાપિતાને ભૂલી જાય ત્યારે એકના એક વ્હાલસોયા પુત્રના વિયોગમાં ઝૂરતાં મા-બાપ શું વિચારે? અને ત્યારે સંસ્કારી પુત્રવધૂ પુત્રને ખીલે બાંધે છે.)



સાચી દિપાવલી                                                                          

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

સંવાદિતા


(લાયન્સ  ક્લબ ઓફ વાસણા સેવાના ક્ષેત્રમાં 50 વર્ષ પૂરાં કરે છે. એ નિમિત્તે એક રચના અહીં પ્રસ્તુત છે.)


સંવાદિતા

 

માનવ-સેવાની હામ ભીડી છે, બસ તમારો હાથ આપો

સંવાદિતાની સરગમ છેડી છે, બસ તમારો સાદ આપો.   

 



શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2026

પ્રેમની પાઠશાળા

 

(સારંગ એક શ્રીમંત કુટુંબનો નબીરો છે. વિરાજ એક મધ્યમ વર્ગની સીધીસાદી યુવતી છે. પણ બંનેને સાદાઈ પસંદ છે. આથી એકબીજા તરફ આકર્ષાય છે. અને પ્રેમમાં પડે છે. લગ્ન થાય છે. સારંગ તેંના  કૌટુંબિક વ્યવસાયમાં ઝંપલાવે છે. સમૃદ્ધિના વિલાસ અને સાદાઈ વચ્ચે સંઘર્ષ થાય છે.  સારંગ અને વિરાજની પ્રેમકથા, સાદગી અને જીવનના સાચા મૂલ્યો પર આધારિત છે)

 (image generated by AI Gemini)

શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

સ્નેહમાં તિરાડ

 

(લગ્ન પહેલાં શારીરિક સંબંધ ઉચિત છે કે નહિ તેની અહી છણાવટ નથી. પણ બેમાંથી એક પાત્રની મરજી હોય, સંમતિ હોય અને બીજા  પાત્રને તે સ્વીકાર્ય ન હોય તો ? અહીં એક ટ્વિસ્ટ છે. આ બીજું પાત્ર અગાઉ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધી ચૂક્યું હોય છે! પણ હવે ના. પછી શું થાય છે? સંબંધ કેવો વળાંક લે છે?)  

શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

કાવ્યયુગ્મ - એકવાર મળી મને રસ્તામાં સખી

યુવાનીના ઊંબરે પગ મૂકતાં યૌવન સહજ સ્પંદનો અને તેનાથી પ્રેરાઈને વિજાતીય અકર્ષણોથી ખેંચાયેલાં બે હૈયાં.   પણ બે માંથી કોઇની હિમત પરસ્પર એકરાર કરવાની ન ચાલી. વર્ષો વીત્યાં, અને અચાનક તે પ્રિયપાત્ર સામે  મળે તો ??!!