( હવે આ મહિનાથી અમારો નિવાસ મુમ્બઇ, મહારાષ્ટ્ર ખાતે. આ એ શહેર છે જેણે મને પહેલી નોકરી આપી, અને જિંદગી ની સાથીદાર છોકરી પણ આપી! કહેવાય છે કે જે મુમ્બઇમાં એક વખત પ્રવેશે તે કાયમ માટે તેનો પ્રેમી બની જાય છે. મુમ્બઇની ઝાકઝમાળ, કલશોર, ભાગદોડ, ભીડ, ગંદકી, અને એક પ્રકારની ખાસ વાસ છત્તાં મુમ્બઇ મોહમયી કહેવાય છે.)