VARTALAP means dialogue - a free expression and exchange of views and opinions.
I propose to express my views, thoughts on current topics, share with you short stories and poems written by me in Gujarati, etc. in this blog. In addition I may share music, songs, events, articles of guest writers. You are ivited to respond to it, if you like and even if you do not like it. (FREE exchange !)
Basically I wanted this to be in Gujarati, but somehow Gujarati script remains unreachable !! I wasted One year. Now at least I have started with what ever I have. KEEP VISITING !........
શ્રી વિશાલ મોણપરાના ટાઇપ પેડને લીધે યુનિકોડમાં લખવાનું સરળ થયું. બાળપણથી વાંચવાનો શોખ છે. સાવરકુંડલામાં પિતાશ્રી શાળાના નિયામક હતા તેથી શાળાના પુસ્તકાલયનો ભરપૂર ઉપયોગ કર્યો. વેકેશનમાં પુસ્તકાલયના બધાં નવાં પુસ્તકોને પૂઠાં ચડાવવાની કામગીરી ને સાથે વાચન! લખવાની પ્રવૃત્તિ કોલેજ કાળ દરમ્યાન આમ તો શરૂ કરી. પરંતુ વિદ્યાર્થી જીવન પૂરું થતાં જ સાહિત્ય સર્જન અભરાઇ પર અને “દામ ઉપાર્જન” શરુ! ત્રણ ચાર વર્ષથી વ્યવસાય-નિવૃત્તિ લીધા પછી જૂની પોથીને અભરાઇ પરથી ઉતારી ધૂળ ખંખેરી. ગુજરાતી સાહિત્ય પરિષદની મંગળવારની સભા ‘નવસર્જકો સાથે સંવાદ’માં અમદાવાદમાં રહ્યો ત્યાં સુધી (અનિયમિત રીતે ) નવસર્જનની બાળપોથીમાં હાજરી આપી !
જૈન મુનિશ્રી પ. વૈરાગ્યરત્નવિજયસૂરિ મ.સા. એ ગુજરાતીમાં બાળકો માટે લખેલ “ગુડ બોય” ના મેં કરેલ અંગ્રેજી અનુવાદનું Oct. 2009માં વિમોચન થયું. અનુવાદક ની છાપ લાગી ! એ પછી એમની બાળવાર્તા શ્રેણીની ત્રણ પુસ્તીકાઓનો અનુવાદ અંગ્રજીમાં કર્યો.