લેબલ હાસ્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ હાસ્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 12 ઑગસ્ટ, 2011

ડીએનડી


( સુખી દામ્પત્ય જીવન માટે પતિ-પત્ની વચ્ચેના નાજુક સમ્બન્ધોના વિલક્ષણ પાસાંઓની સમજણ આપતો લેખ. ગંભીર વાતો, હળવાશથી! -ભજમન )

ડીએનડી
-ભજમન 

પપ્પા, કેક તો કાપી પણ શેમ્પેન વગર સેલીબ્રેશન અધુરું ગણાય.

એટલે તું શેમ્પેન લાવ્યો છે?

હા. પપ્પા, સમીરભાઇ શીવાસ રીગલની આખી બોટલ લાવ્યા છે.

શુક્રવાર, 26 માર્ચ, 2010

એક આળવીતરું ! - 2

શ્રી સુરેશભાઇ જાની ના બ્લોગ ‘ગદ્યસુર’ માં ‘સ્વાસ્થ્ય અને જીંદગી‘ (તા.16/03/2010)  શિર્ષક્વાળી એક પોસ્ટ મુકી છે. પોસ્ટ નો વિષય ખબર પડી બાકી કાંઈ સમજ ના પડી. ( હવે એમાં સુરેશભાઇનો શું વાંક ?)    તેમાં એક પ્રતિભાવ કંઇક આવો છે.
( copy & paste  ! આ માટે પરવાનગી લેવામાં આવી નથી. )

શુક્રવાર, 15 જાન્યુઆરી, 2010

એક આળવિતરું !


(ઘણીવાર મને આળવિતરાં સૂઝે છે. આજે પણ એમ જ થયું. ચાલો તમારી સાથે શેર કરું. ખબર નથી આને ટુચકો કહેવાય કે રમૂજ કહેવાય ! કદાચ લઘુકથાની વ્યાખ્યામાં આવે ? એ તો સર્વશ્રી ડૉ.જુગલકિશોરભાઇ વ્યાસ, નિલમબહેન કે સુરેશભાઇ જાની જેવા સુજ્ઞ જનો કહી શકે ! –ભજમન )

એક આળવિતરું !

પિતા અને પુત્ર વાત કરતા હતા.

પિતા- બેટા, કોઇ પણ બાપ પોતાના કુટુમ્બને એકસરખો પ્રેમ કરતો હોય છે. પણ મારી જીંદગીમાં સૌ પ્રથમ તારી મા આવી, પછી તું આવ્યો પછી તારો ભાઇ અને બહેન. હું તારી માને તમારાથી બધાથી વધુ પ્રેમ કરતો હોઉં તે સ્વાભાવિક જ નહિ, કુદરતી છે. કેમકે આ ક્રમ કુદરતે નક્કિ કર્યો છે. પ્રાયોરીટી, યુ સી. ધારકે આપણે સહુ એક નાવમાં બેસીને નદી પાર કરીએ છીએ અને અધવચ્ચે નાવમાં કાણું પડે તો હું સૌથી પહેલાં કોને બચાવું ?

પુત્ર- માને વળી !

પિતા- ના. મારી જાતને. પ્રાયોરીટી કુદરતે નક્કિ કરી છે !


<0000000>