શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2011

ભજમનનાં ભોળકણાં- 9

છપ્પા


નેતા થયા ને લેતા થયા, પવન દિશે વ્હેતા થયા.
વચન દાને થયા ઉદાર, પાલન પ્રત્યે સાવ ઉધાર.
મેંઢક પેઠે પલટે પક્ષ, ભજમન તેવાનો કરે દુર્લક્ષ.

શુક્રવાર, 26 ઑગસ્ટ, 2011

ભાળ નથી કોઇ..



અચંબો આ શહેરને, આંદોલનનો નથી કોઇ

અજંપો વિખુટા પુત્રનો, પિતાને ભાળ નથી કોઇ

શુક્રવાર, 12 ઑગસ્ટ, 2011

ડીએનડી


( સુખી દામ્પત્ય જીવન માટે પતિ-પત્ની વચ્ચેના નાજુક સમ્બન્ધોના વિલક્ષણ પાસાંઓની સમજણ આપતો લેખ. ગંભીર વાતો, હળવાશથી! -ભજમન )

ડીએનડી
-ભજમન 

પપ્પા, કેક તો કાપી પણ શેમ્પેન વગર સેલીબ્રેશન અધુરું ગણાય.

એટલે તું શેમ્પેન લાવ્યો છે?

હા. પપ્પા, સમીરભાઇ શીવાસ રીગલની આખી બોટલ લાવ્યા છે.

શુક્રવાર, 27 મે, 2011

તમે પાતળા કેમ છો?

                                                              તમે પાતળા કેમ છો ?                                       -ભજમન

એક મિત્ર ના રિસેપ્શનમાં જવાનું થયું. નવ પરિણીત દંપતીને અભિનંદન આપી, અલ્પાહાર ને ન્યાય આપી રહ્યો હતો ત્યાં અચાનક કોઈનો જોરદાર ધબ્બો પીઠ પર પડ્યો ! ને સાથે જ, ‘કેમ પંડિત !’ નો કર્કશ અવાજ કાને અથડાયો. પીઠ પાછળ થયેલા આ અચાનક આક્રમણના ફળ સ્વરૂપે હાથમાંના અલ્પાહારની ડીશે પૃથ્વી પ્રતિ પ્રયાણ કર્યું. જમીનદોસ્ત થયેલ વાનગીઓ તરફ શોકાતુર દ્રષ્ટી નાંખી મેં સન્મુખ થયેલી સ્થૂલકાય વ્યક્તિ પર પ્રશ્નાર્થ નજર ઠેરવી.

શુક્રવાર, 13 મે, 2011

મીઠે મેં ક્યા હૈ?


મીઠે મેં ક્યા હૈ?



માર્કેટીંગના માણસ તરીકે મને એડ્‍વર્ટાઈઝીંગમાં હમેશાં રસ રહ્યો છે. વિવિધ બ્રાન્ડના પણ એક સરખા ઉત્પાદનને જાહેરાતના દશ્ય અને શ્રાવ્યના માધ્યમથી અનોખી રીતે રજુ કરવાની આ કળા ખૂબ પડકાર રૂપ છે. તેમાં પણ જ્યારે ટીવી પર કોઇ કલ્પનાશીલ અને સર્જનાત્મક જાહેરાત જોવા મળે ત્યારે મન પ્રસન્ન થઇ જાય છે. આજે આવી મને ગમી ગયેલી કેટલીક એડ તમારી સાથે શેર કરું.

શુક્રવાર, 6 મે, 2011

૧૨૩, એક્ષટેન્શન બંગલો

(આજે એક નાની નવલિકા પ્રસ્તુત છે. આશા છે આપ સહુને ગમશે. આપના પ્રતિભાવની આતુરતાપૂર્વક રાહ જોઈશ.)

૧૨૩, એક્ષટેન્શન બંગલો

- ભજમન

શુક્રવાર, 29 એપ્રિલ, 2011

આપ શું વિચારો છો ? - 4

ભ્રષ્ટાચારનું મૂળ.

આજકાલ અણ્ણા સાહેબે ઊભા કરેલા ભ્રષ્ટાચાર સામેના ઝંઝાવાતે ઘણાને હચમચાવી દીધા છે, તો ઘણાને વિચાર કરતા કરી મૂક્યા છે. ભ્રષ્ટાચાર અનિષ્ટ છે, અનિચ્છનીય છે અસ્વીકાર્ય છે. છત્તાં સર્વવ્યાપી છે ! ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે કે જેણે જીવનમાં થોડે ઘણે અંશે ભ્રષ્ટાચારનું આચરણ ન કર્યું હોય. કદાચ તમને આમાં અતિશયોક્તિ લાગે પણ કમનસીબે આ એક વાસ્તવિકતા છે. તો શું આપણે ભ્રષ્ટાચારને સ્વીકારી લેવો ? અણ્ણા સાહેબ અને તેને સાથ આપનારા લોકો પાગલ છે ? ના, ના અને ના. જે રીતે આ ચળવળને પ્રતિસાદ સાંપડ્યો છે તે પરથી આ બાબત તો ફલિત થાય છે.

શુક્રવાર, 22 એપ્રિલ, 2011

ये रात जा रही है, वो सुबह आ रही है



(આજે એક અતિથિ રચના. મારા પુત્ર માનસે તેના બ્લોગ Gearing Up!! For a better Tomorrow માં ફિલ્મ “દોસ્ત” ના ગીત "ગાડી બુલા રહી હૈ.." પર એક સરસ અવલોકન લખ્યું છે. તેનો ગુજરાતી ભાવાનુવાદ આપ સહુ સાથે શેર કરવાનું મન થાય છે. આ ગીત મને પણ ખૂબ પ્રિય છે. Enjoy!)


ये रात जा रही है, वो सुबह आ रही है

                                                                                                                                  - માનસ નાણાવટી

શુક્રવાર, 15 એપ્રિલ, 2011

ભજમનનાં ભોળકણાં- 6

I AM BACK ON VARTALAP!  ઘણા લામ્બા સમય સુધી નેટથી વિમુખ રહ્યા પછી હવે 'વાર્તાલાપ' ફરી શરૂ થાય છે. ન્યુઝીલેન્ડથી ભારત પરત ફર્યા પછી કોઇ ને કોઇ કારણસર નેટ પર આવી શક્યો ન હતો.  પહેલેથી પ્રયોજિત અમુક લેખો પ્રકાશિત થયા હતા. આ સમયગાળા દરમ્યાન મારા અનેક શુભેચ્છકો,મિત્રોના ઇ-સન્દેશાઓ, પ્રતિભાવો આવ્યા પણ કોઇને હું પ્રત્યુત્તર વાળી નથી શક્યો. તો તે સહુનો અન્તઃકરણથી આભાર માનું છું અને આશા છે, તેઓ મને માફ કરશે. હા, હું "શ્રેય બ્લોગર" ન બની શક્યો! ( નિયમિત જેની સવારી રે! ) પણ હવે પ્રયત્ન કરીશ!! આજે બે છપ્પા સાદર છે.