લેબલ છપ્પા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ છપ્પા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 26 જૂન, 2020

ભજમનનાં ભોળકણાં -38 છપ્પો



છપ્પો 

ઘૂસણખોરી બેરોકટોક, વિપક્ષો કેરો વિદ્રોહી ઝોક
ઘૂસખોરીથી વાધે ઘૂસપેઠ, મતપેટી કાજે ન કોઈ એઠ
સત્તા સાટે દેશ વેચે, ભજમન તેથી અળગો રહેજે.

દેશી કોણ? વિદેશી કોણ? અને વળી ઘૂસણખોર કોણ?
નાગરિક ધારો લાગે ખારો, મત કાજે વિધર્મીને ચારો  
અંત:રિપુને કોણ નાથેભજમન જે દેશને રાખે સાથે.

શુક્રવાર, 24 એપ્રિલ, 2020

ભજમનનાં ભોળકણાં – 37 છપ્પો; લોકડાઉન રચના - 4


લોકડાઉન છપ્પો;
                                                              લોકડાઉન રચના - 4

એક અબુધને એવી ટેવ,  પાયા વગરની શીખ કે
મહામારીની ચિંતા ન કોઈ , અર્થતંત્રની ભરડે બદગોઈ
પાકો ઘડો ને ખાલી ચણો, ભજમન એ તો ખખડે ઘણો.


*બદગોઈ=નિંદા, કુથલી

શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2017

ભજમનનાં ભોળકણાં -33 છપ્પો

        

અપશબદ ને અવળી વાણી, અહંકારીની એ જ કહાણી
મિથ્યામદ ભ્રમજાળે ફાટે, જેમ ધાનની ધાણી ફૂટે,
પતન ગર્તનો મારગ ઠાણ, ભજમન તું એ નરને જાણ.

શુક્રવાર, 14 માર્ચ, 2014

ભજમનનાં ભોળકણાં-19 છપ્પો

ચુંટણીનાં નગારાં વાગી રહયાં છે. દરેક રાજકીય પક્ષ મતદારોને રીઝવવા જાતજાતનાં ડીંડક અને અવનવા  નુસખા અજમાવી રહ્યા છે. આ વાતાવરણમાં મતદારની શું હાલત છે?   

શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2014

ભજમનનાં ભોળકણાં-17 છપ્પો

દિલ્હીની જનતાના લોક જુવાળનો લાભ લઈને અરવિંદભાઈ "સૂંઠને ગાંગડે ગાંધી" તો બની ગયા. પણ રાજકારણ એટલે વીરોધ એવું જ માનતા  બીનઅનુભવી કેજરીવાલના શાસન કરતાં દાંત ખાટા થઈ ગયા! "અનુભવરહિત" શાસક સત્તા મળતાં છકી ગયા.  

શુક્રવાર, 30 માર્ચ, 2012

ભજમનનાં ભોળકણાં-12 છપ્પા

છપ્પા

(વર્તમાન પત્રોના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશ લોકાયુક્તના સ્પેશીયલ પોલીસ સંસ્થાન (SPE) અને  આર્થિક અપરાધ શાખા (EOW) ના વિષેશ ગુપ્તચરોએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રૂ. 426.60 કરોડ ની ગેરકાયદેસર ધારણ કરેલી મિલકતો શોધી કાઢી.)   

શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2011

ભજમનનાં ભોળકણાં- 9

છપ્પા


નેતા થયા ને લેતા થયા, પવન દિશે વ્હેતા થયા.
વચન દાને થયા ઉદાર, પાલન પ્રત્યે સાવ ઉધાર.
મેંઢક પેઠે પલટે પક્ષ, ભજમન તેવાનો કરે દુર્લક્ષ.

શુક્રવાર, 15 એપ્રિલ, 2011

ભજમનનાં ભોળકણાં- 6

I AM BACK ON VARTALAP!  ઘણા લામ્બા સમય સુધી નેટથી વિમુખ રહ્યા પછી હવે 'વાર્તાલાપ' ફરી શરૂ થાય છે. ન્યુઝીલેન્ડથી ભારત પરત ફર્યા પછી કોઇ ને કોઇ કારણસર નેટ પર આવી શક્યો ન હતો.  પહેલેથી પ્રયોજિત અમુક લેખો પ્રકાશિત થયા હતા. આ સમયગાળા દરમ્યાન મારા અનેક શુભેચ્છકો,મિત્રોના ઇ-સન્દેશાઓ, પ્રતિભાવો આવ્યા પણ કોઇને હું પ્રત્યુત્તર વાળી નથી શક્યો. તો તે સહુનો અન્તઃકરણથી આભાર માનું છું અને આશા છે, તેઓ મને માફ કરશે. હા, હું "શ્રેય બ્લોગર" ન બની શક્યો! ( નિયમિત જેની સવારી રે! ) પણ હવે પ્રયત્ન કરીશ!! આજે બે છપ્પા સાદર છે.

શુક્રવાર, 19 માર્ચ, 2010

ભજમનનાં ભોળકણાં - 4

વેબના વાયરા
વેબના વાયરા વાયા ને વાચકો! રાધાને પહેરાવ્યું પેંટ
શારદા જીન્સ કેમ ના પહેરે?  ભાયું! એવી ફરે છે રેંટ

ડોટ કોમની આંધીમાં અલ્લખને ઓટલે ગોપીઓ છાંટે છે સેંટ
એવા વગદાં-વટાળ ને પકડીને ભજમન ! માર એક ઉંચકીને ફેંટ

શુક્રવાર, 12 માર્ચ, 2010

ભજમનનાં ભોળકણાં - 3 શ્રેય બ્લોગર

ભજમનનાં ભોળકણાં - 3


શ્રેય બ્લોગર તો તેને રે કહીએ...
(વૈષ્ણવ જન તો તેને રે કહીએ..  ઢાળ)

 શ્રેય બ્લોગર તો તેને રે કહીએ જે નેટ પલાણી જાણે રે
પર-બ્લોગે રચના ફરે તો યે મન અભિમાન ન આણે રે


વણલીંપણ ‘ને નકલ રહિત જે, લિંક બ્લોગે સંવારી રે
નાદ, દ્રશ્ય પ્રદર્શિત રાખે, નિયમિત જેની સવારી રે