સંવાદિતા
માનવ-સેવાની હામ ભીડી છે, બસ તમારો હાથ આપો
સંવાદિતાની સરગમ છેડી છે, બસ તમારો સાદ આપો.
વા વાયો ‘ને વાદળ ઊમટ્યાં, મેઘ ગર્જના વણથમ્ભ
ઉલ્લાસ, આનંદના પર્વમાં લાયન-વર્ષ આરમ્ભ
સદભાવનાની વર્ષા સાથે નવલા નેતૃત્વને ઓપ આપો
સંવાદિતાની સરગમ છેડી છે, બસ તમારો સાદ આપો.
ભીનો ભીનો શ્રાવણ ‘ને તહેવારોની મોસમ છલકે
મૈત્રિની ભાવનાએ સહકર્મીઓનાં મુખ મલકે
સંગઠિત થઈ સમાજ સેવાને નવલું રૂપ આપો
સંવાદિતાની સરગમ છેડી છે, બસ તમારો સાદ આપો.
માંહ્યલાને પરખી જુઓ, તમારાં સ્વપ્નોને મઠારી જુઓ
શીખરો સર કરવાનાં છે, જરા શુભારંભ તો કરી જુઓ
સેવાની યાત્રા શરૂ કરી છે, બસ તમારો સંગાથ આપો,
સંવાદિતાની સરગમ છેડી છે, બસ તમારો સાદ આપો.
-લાયન ભજમન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો