શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2017

અણુવાર્તા - 1 (micro fiction)



આજકાલ ગુજરાતી વાર્તા-સાહિત્યમાં નૂતન પ્રવાહ શરૂ થયો છે. micro fiction. મહાનવલ કથા, નવલકથા, નવલિકા,લઘુવાર્તા અને હવે micro fiction.પ્રકાર માટે હું અણુવાર્તાશબ્દ પ્રયોજીશ. જેમ અણુ (atom)માં એક કેંદ્રબિંદુ (nucleus) હોય છે અને તેની આજુબાજુ વિજાણુ (electron) ગતિ કરતાં હોય છે. તેમ  micro fiction માં એક કેંદ્રીય વિચારની આજુબાજુ ઘટના ચક્ર ફરતું હોય છે.  

શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2017

એડની દુનિયા-5 આપણે કાંઈક કરી શકીએં..


એડની દુનિયા-5 આપણે કાંઈક કરી શકીએં..


અગાઉ ત્રણ-ચાર વખત ક્રીએટીવ એડવર્ટીઝમેંટસ આપણે અહિ જોઈ છે. આજે URBAN LADDER અને BRITISH AIRWAYS દ્વારા પ્રકાશિત થયેલ બે ટુંકી ફિલ્મો જોઈએ. 
Enjoy the film.

શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2017

ભજમનનાં ભોળકણાં -33 છપ્પો

        

અપશબદ ને અવળી વાણી, અહંકારીની એ જ કહાણી
મિથ્યામદ ભ્રમજાળે ફાટે, જેમ ધાનની ધાણી ફૂટે,
પતન ગર્તનો મારગ ઠાણ, ભજમન તું એ નરને જાણ.

શુક્રવાર, 8 સપ્ટેમ્બર, 2017

ભજમનનાં ભોળકણાં -32 ફરી યાદ કર.


ફરી યાદ કર.


સ્નેહની મીઠી પળોને યાદ કર,
ફરિયાદ ન કર, ફરી યાદ કર.                         

શુક્રવાર, 1 સપ્ટેમ્બર, 2017

જ્ઞાન સાથે ગમ્મત-4 કેલેંડરની કરામત


જ્ઞાન સાથે ગમ્મત – 4 કેલેંડરની કરામત

અગાઉ આપણે “જ્ઞાન સાથે ગમ્મત” શ્રેણીમાં પ્રો. અરવિંદ ગુપ્તા દ્વારા બનાવેલાં રમકડાં નો આસ્વાદ લીધો હતો. આજે પ્રો.ગુપ્તા પાસેથી ગણિત ને કેવીરીતે ગમતું બનાવવું તે જાણીએ. તેઓ કહે છે, ગણિત....! સામાન્યત: ગણિત એટલે માથાનો દુ:ખાવો, એમ વિદ્યાર્થી જગતમાં મનાય છે. પરંતુ આપણી આસપાસના વાતાવરણમાં, વસ્તુઓમાં, ગણિત છુપાયેલું છે. આપણે આપણી નજર કેળવવાની જરૂર છે. 

શુક્રવાર, 25 ઑગસ્ટ, 2017

શુક્રવાર, 18 ઑગસ્ટ, 2017

POEMS BY ANAY MUNSHI -2 BIO-POEM


આ પહેલાં મારા દોહિત્ર અનય ની એક રચના જોઈ છે. આજે તેણે પોતાની વિષે લખેલ

એક કવિતા,Bio-poem  આત્મ-કાવ્ય” જોઈએ.

શુક્રવાર, 11 ઑગસ્ટ, 2017

ભજમનનાં ભોળકણાં - 29 हाय, यह बैरी नींद.....

અચાનક કોઈવાર હિંદી ભાષામાં ભોળકણું સૂઝી આવે !
ભોળકણા નુ હિંદી ભાષાંતર શું કરવું?
भोलकना  ચાલે કે?

શુક્રવાર, 4 ઑગસ્ટ, 2017

ભજમનનાં ભોળકણાં - 30 મને રોવા દો


વિરહની વેદના અસહ્ય હોય છે. ઝેરનો સ્વાદ પીનારો જ જાણી શકે તેમ વિયોગ જેણે સહન કર્યો હોય તે જ વર્ણવી શકે. અચાનક વિરહનો અંત આવે છે.... વિયોગની વિદાય થાય છે અને પ્રીતમની પધરામણી થાય છે! આનંદઘેલી પ્રિયતમા શું અનુભવે છે?? ...

શુક્રવાર, 28 જુલાઈ, 2017

POEMS BY ANAY MUNSHI -1


આજે એક અતિથિ કૃતિ સાદર છે. આજનો અતિથિ છે મારો દોહિત્ર અનય મુનશી, ઉમર 10 વર્ષ ન્યુઝીલેંડનો નાગરિક અને રહેવાસી. તેણે એક કવિતા લખી છે જે તેની સ્કૂલના બ્લોગ પર પણ પ્રકાશિત થઈ હતી. જે અહિં પ્રસ્તુત છે. તેની આ કવિતાનો મારો પ્રતિભાવ પણ નીચે પ્રસ્તુત છે.
If I were in Charge of the WorldBy Anay Munshi



શુક્રવાર, 21 જુલાઈ, 2017

ભજમનનાં ભોળકણાં - 28 ઊઘાડું બારણું


પતિ-પત્ની ના સંબંધમાં ઉતાર-ચઢાવ, ખાટી-મીઠી, આરોહ-અવરોહ આવ્યા કરતા હોય છે, એના જ કારણે ઊભય વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે. કોઈ કારણસર પતિ-પત્ની વચ્ચે ખટરાગ પેદા થયો અને પત્નીએ પતિને શયનગૃહવટો દઈ દીધો. પછી.?.. પછી.....? બન્ને ના દિલમાં ઊભરાતી લાગણીઓ અહિં પ્રસ્તુત છે...(સુજ્ઞજનોને  બન્નેની સ્વગતોક્તિનો ફોળ પાડવાની જરૂર નથી લાગતી.) –ભજમન.

શુક્રવાર, 14 જુલાઈ, 2017

આપ શું વિચારો છો -13 માનવ અધિકાર પંચ કે દાનવ અધિકાર મંચ?


આપ શું વિચારો છો?–13  માનવ અધિકાર પંચ કે દાનવ અધિકાર મંચ?

આ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ વળી કઈ બલા છે? આ એક એવી સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે જે ભારતમાં માનવ અધિકારના રક્ષણ અને પ્રોત્સાહન માટે જવાબદાર છે. 

શુક્રવાર, 7 જુલાઈ, 2017

ભજમનનાં ભોળકણાં - 27 હવે શું?

હવે શું?

આછી પાતળી ઓળખાણ તો હતી
સામે મળ્યા તો જોયા વિના પકડી ચાલતી...... હવે શું?