હવે શું?
મદ્ય શોધવા રાખ્યું કાંઈ ના બાકી
આછી પાતળી ઓળખાણ તો હતી
નજર થી નજર ન મેળવી કાંઈ નહિ
મોઢું મલકાવ્યા વિના પકડી ચાલતી..... હવે શું?
પ્રિયપાત્રને લાંબો લચક SMS કરી નાખ્યો
જવાબ આવ્યો તો બેટરી ખતમ થઈ..... હવે
શું?
ચાલો મોબાઈલ તો રીચાર્જ થઈ ગયો,
ચાલો મોબાઈલ તો રીચાર્જ થઈ ગયો,
જવાબ હતો આપણી મૈતરી ખતમ થઈ.... હવે શું
મદ્ય શોધવા રાખ્યું કાંઈ ના બાકી
વાપીથી વેરાવળ વેઠી હાલાકી
છાનામાના એક દિન મળી સાકી
રે! કાયદાની નજરે પડી ચાલાકી..... હવે શું?
વર્ષો કાઢ્યાં કાફિયાની દોસ્તીમાં
હતું, કવિ તરીકે ઓળખાશું
વસ્તીમાં
પાનાં ભરી લખી કવિતાઓ મસ્તીમાં
શાક માટે પત્નીએ વેચી પસ્તીમાં..... હવે શું?
તક માટે કોઈ તારીખ ન જોવાય
ચટ ફરકે ને પટ સરકી જાય
અવઢવમાં જો સમય વેડફાય
ભજમન તરલ તક ઝટ સરકી જાય ...... હવે શું?
ભજમન તરલ તક ઝટ સરકી જાય ...... હવે શું?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો