શુક્રવાર, 13 ઑક્ટોબર, 2017

અણુવાર્તા – 3અણુવાર્તા micro fiction ની શ્રેણીમાં  ત્રીજો મણકોઆખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ.
ગામને પાદર આંબલીના ઝાડ પર કેશલાની લાશ લટકતી હતી.
વનેચંદના શહેરમાં ભણતા 20 વર્ષના છોકરાએ કેશલાની લટકતી લાશની તસવીર સોશ્યલ મીડિયા પર ફરતી કરી. બીજે દિવસે સમાચાર ચેનલોની વાન નું ધાડું ઊતરી પડ્યું.
રાતોરાત કેશલો દેશભરમાં દેવાદાર શહીદ ખેડૂત તરીકે પંકાય ગયો.
રાજકીય વિરોધ પક્ષોના આગેવાનો અને બુદ્ધિવાદીઓ સરકાર પર ફીટકાર વરસાવવા લાગ્યા.
મેં કેશલાની ઘરવાળી મોંઘીને પૂછ્યું,તમારે ખેતીની જમીન કેટલી છે?”
અરે સાબ ! જમીન તો એક ઢેખાળો ય નથ.”
પણ તો આ દેવું કેમ થયું?”


મુવો આખો દાડો ઢીંચી ઢીંચીને પાના ટીચતો પડ્યો રે તઈં દેવું ન થાય તો હું થાય?”
***


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો