શુક્રવાર, 8 સપ્ટેમ્બર, 2017

ભજમનનાં ભોળકણાં -32 ફરી યાદ કર.


ફરી યાદ કર.


સ્નેહની મીઠી પળોને યાદ કર,
ફરિયાદ ન કર, ફરી યાદ કર.                         


કીધાં હશે કોક દિ, કડવાં વેણ
પછી મલક્યાં પણ હશે નમણાં નેણ
ખુશનુમા પ્રભાતની કરી જો કદર
ફરિયાદ ન કર, ફરી યાદ કર.                         

કોણ કહે છે એ નથી વફાદાર?
સનમ નો પ્રેમ તો છે પારાવાર
કલ્પી શકે છે જીંદગી એના વગર?
ફરિયાદ ન કર, ફરી યાદ કર.                           

સ્નેહની તો કાંઈ સરહદ હોય?
અસીમ ને અમાપ એ જ પ્રેમ હોય
સ્નેહ એટલે સંપૂર્ણ સમર્પિત જીવતર
ફરિયાદ ન કર, ફરી યાદ કર.                            


-ભજમન      

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો