શુક્રવાર, 20 ઑક્ટોબર, 2017

અણુવાર્તા - 4






અણુવાર્તા micro fiction ની શ્રેણીમાં  ચોથો મણકો



મારા ફ્લેટની ગેલેરીમાં મારી અવરજવર તેને લીધે વધી ગઈ હતી.
તે મારી સામે જુવે, હું તેની સામે જોઉં.
અમારું તારા મૈત્રક રચાય.
હું હાથ ઊંચો કરું અને તે અલોપ થઈ જાય.
આમ કેટલોય સમય વીતી ગયો.
મને લાગ્યું. તે ઘર માંડવા ઈચ્છા ધરાવે છે.
મારી મૂક સંમતિ હતી,
પરંતુ......
મારાં શ્રીમતિજીને સબળ અને સખત વાંધો હતો.
તેણે ગેલેરીમાં કબૂતર જાળી નંખાવી દીધી.   

-Bhajman 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો