શુક્રવાર, 14 જુલાઈ, 2017

આપ શું વિચારો છો -13 માનવ અધિકાર પંચ કે દાનવ અધિકાર મંચ?


આપ શું વિચારો છો?–13  માનવ અધિકાર પંચ કે દાનવ અધિકાર મંચ?

આ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ વળી કઈ બલા છે? આ એક એવી સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે જે ભારતમાં માનવ અધિકારના રક્ષણ અને પ્રોત્સાહન માટે જવાબદાર છે. 

તો પછી આ માનવ અધિકાર શું છે? વ્યક્તિના એવા કાયદેસરના હક્કો છે જે તેની જીંદગી, સ્વતંત્રતા, સમાનતા, અને સ્વાભિમાન સાથે સંકળાયેલા છે અને જેને સંવિધાન અને આંતરરાષ્ટ્રીય કરાર દ્વારા પ્રમાણિત કરેલ છે. ઉપરાંત આ હક્કો ભારતીય ન્યાયતંત્ર દ્વારા અમલ કરી શકાય.

આ [TPHRAct (The Protection of Human Rights Act)] કાયદા મુજબ  આયોગની ઘણી બધી ફરજો છે તેમાંની એક એ છે કે આયોગે આતંકવાદી ઘટનાઓ કે જેનાથી માનવીય હક્કો નિશેષ થતા હોય તેનું મુલ્યાંકન કરતા રહેવું જોઈએ.

હવે તાજેતરમાં કાશ્મીરમાં એક મતદાન મથક ની ઉપર થતી પત્થરવાળી થી મતદારોની જાનહાની થતી રોકવા ફરજ પરના આર્મી અધિકારી એ જે પદ્ધતિ અપનાવી તે સર્વવિદિત છે. તેથી અહિં પુનરાવર્તન નથી કરતો.

પરંતુ આ આતંકવાદી ઘટનાનું મુલ્યાંકન આયોગે કેવું કર્યું? આયોગે તેને મળેલ ફરિયાદ અને અહેવાલોને આધારે "પત્થર-ફેંકુ"ને બિચારો ગણ્યો. તેના પર અમાનવીય ત્રાસ ગુજારાયો હોવાનું નક્કિ કર્યું. પથરાબાજી કરી આતંકવાદીઓ ને રક્ષણ આપવું, સ્ત્રીઓ અને બાળકોને કવચ Human Shield તરીકે વાપરવા, નિર્દોષ નાગરિકોને મત આપતા રોકવા આ બધી ગુનાઈત અને ત્રાસવાદને પોષતી પ્રવૃત્તિઓને નજરઅંદાજ કરવામાં આવી.     

ન્યાયિક પ્રક્રિયાનો અંતિમ હેતુ શું છે? બદલો ? revenge?  ના. બિલકુલ નહિ. ગુનેગારને સજા કરી સમાજમાં દાખલો પ્રસ્થપિત કરવો અને બીજા ગુના થતા અટકાવવા. આ ઘટનામાં ગુનેગારને સજાને બદલે સરપાવ આપી આયોગ શું દાખલો બેસાડવા માગે છેઆયોગ આદેશ (order) ન આપી શકે માત્ર રાજ્ય સરકારને નિર્દેશ (recommend) આપી શકે. તેને સ્વીકારવો કે નહિ તે રાજ્ય સરકાર ને આધીન છે. કદાચ આયોગ ને અંદાજ પણ હશે કે રાજ્ય સરકાર તેના નિર્દેશનો અમલ નહિ કરે. તો પછી;
 • ·   શું આ નિર્દેશની માઠી અસર કાશ્મીરમાં તહેનાત, જાનની બાજી લગાવી ભારતીય સંવિધાનનું અને નિર્દોષ નાગરિકોના જાનમાલનું રક્ષણ કરતા જવાનો ના મોરલ પર નહિ થાય?
 • ·        શું આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ નહિ મળે?      
અહિં એક આડવાત કરું. J&K  રાજ્યના માનવ હક્ક આયોગના અધ્યક્ષશ્રી નિવૃત્ત જસ્ટીસ બિલાલ નાજ્કી (Justice Bilal Nazki) પોતે આતંકવાદીઓનો ભોગ બન્યા હતા. થોડાં વર્ષો પહેલાં કોઈ અજાણ્યા ત્રાસવાદીઓએ તેમનું અપહરણ કર્યું હતું. કહેવાય છે કે તેઓ તેની કેદમાંથી ભાગી છુટ્યા હતા અને તેમની ઉપર ગોળીબાર થયો હતો અને પાંચ-છ ગોળીઓના શિકાર થઈ લોહીથી તરબોળ ઝખમી હાલતમાં બરફમાં 5-6 કી.મી દૂર હોસ્પીટલ પહોંચ્યા હતા. સદભાગ્યે બચી ગયા. પરંતુ તેઓએ આ બાબતમાં કાયદેસર ફરિયાદ કરવાનું કોઈ અકળ કારણસર યોગ્ય ન માન્યું. સમગ્ર ઘટના પર ટોપલો ઢાંકી દેવામાં આવ્યો. તે વખતે તેઓશ્રી J&K  રાજ્યના એડવોકેટ જનરલ (1991) હતા.

એક મુલાકાતમાં તેઓશ્રીએ કહ્યું છે કે “ચુકાદા બે પ્રકારના હોય છે એક પ્રકારનો ચૂકાદો કાયદાની દૃષ્ટિએ મહાન અને વિદ્વતાભર્યો હોઈ શકે, બીજા પ્રકારનો ચૂકાદો કોઈ ન્યાયિક સિદ્ધાંતનો દાખલો બેસાડે તેવો ન હોય પરંતુ પીડિતનાં આંસુ જરૂર  લુછી શકે.” ("One [type] may be great for legal and academic purposes, There is another which may not lay down any theory but will wipe the tears of an aggrieved person." He placed his own actions in the latter group.) તેઓ પોતાને બીજા પ્રકારના મતવાદી માને છે અને પીડિતની પડખે રહેવાનો પ્રયાસ કર્યો છે.

સરસ! ખૂબ સરસ, યોર ઑનર, પરંતુ સદર ઘટનામાં પીડિત કોણ? આતંકવાદી? કે રાત-દિવસ હિંસાના ભયથી થરથરતી નિર્દોષ જનતા? એક પીડિત ની સામે અનેકની દુવિધાની કોઈ વિસાત નહિ?
 
આપણા પુરાણોમાં ભય અને હિંસા ફેલાવતા અને નિર્દોષ પ્રજાને રંજાડતા ત્રાસવાદીઓ ને “દાનવ” કહ્યા છે.

શું માનવ અધિકાર પંચ આ મામલામાં દાનવ અધિકાર મંચ તો નથી બની ગયો ને?

આપ શું વિચારો છો?
?????
???
?
'______________________________
Similar Post  આપ શું વિચારો છો?-12  મત માટે કાંઈ પણ..!

_______________________
માહિતી સ્રોત:
https://en.wikipedia.org/wiki/National_Human_Rights_Commission_of_India
http://www.dnaindia.com/mumbai/report-judge-s-honesty-is-like-girl-s-virginity-1316132
https://en.wikipedia.org/wiki/Bilal_Nazki

4 ટિપ્પણીઓ:

 1. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 2. આયોગે રાજ્ય સરકાર નો દંડ કરેલ છે,જે સર્વથા અયોગ્યજ છે,સરકારે આદેશ નું પાલન નજ કરી મક્કમતા બતાવવી જોઈએ,અને જયારે ભારતીય જનતા પાર્ટી સત્તા માં ભાગીદાર હોય ત્યારે તો સરકારે આવા હુકમ નો અનાદર કરવાની guts બતાવવી જ રહી નહીતો એ વાત નક્કી જ લોકો માનશે કે ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટીઓ બધાજ એક સરખાજ છે...જે લોકો આતંકવાદી ઓ ના હાથે મૃત્યુ પામે છે, તેમના જીવવાના માનવ અધિકાર નું શું?...દંડ ભરવા માં આવશે તેનો અર્થ એ છે જ કે-મેજર ની કાર્યવાહી ખોટી હતી.... Now enough is enough...No cowadinece..Nirupam..

  જવાબ આપોકાઢી નાખો
 3. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો