શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2017

ભજમનનાં ભોળકણાં -33 છપ્પો

        

અપશબદ ને અવળી વાણી, અહંકારીની એ જ કહાણી
મિથ્યામદ ભ્રમજાળે ફાટે, જેમ ધાનની ધાણી ફૂટે,
પતન ગર્તનો મારગ ઠાણ, ભજમન તું એ નરને જાણ.



નીતિમતાને સૂપડે છડે, એક ભરે ત્યાં તેર જ તોડે,
મત માટે હરિ પરહરે, સત્તા કાજે સહુ કો ચળે,

એવા શિરે નાખો પહાણ, ભજમન ભણે ચતુર સુજાણ. 






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો