શુક્રવાર, 6 ઑક્ટોબર, 2017

અણુવાર્તા – 2 મૌન ચિત્કાર


અણુવાર્તા micro fiction ની શ્રેણીમાં બીજો મણકો.

અણુવાર્તા2  મૌન ચિત્કાર

અચાનક તે ઝબકીને જાગી ગઈ.
તેનું મોં ખુલી ગયું હતું પણ છતાં તેમાંથી અવાજ નહોતી કાઢી શકતી.
જાણે મોં પર કશુંક ચોંટી ગયું છે તેના હોઠ ચૂસાય રહ્યા હતા.
ઝૂઓલોજી લેબમાં કોક્રોચ-વંદાનુ ડીસેક્શન કરતી વખતે જેવાં કમકમાં  આવતાં  હતાં તેમ તેના ચુંથાતા શરીરથી તેને કંપારી આવતી હતી. રોમરોમમાં અસંખ્ય ટાંકણીઓ ભોંકાતી હોય તેવી અસહ્ય પીડા અનુભવતી હતી. ધરતીકંપ વખતે છાજલી પરથી માછલીઘર નીચે પટકાતાં જેમ માછલીઓ તરફડતી હતી તેમ તે તરફડી  રહી હતી.
અચાનક તેણે ગરમ ગરમ ચીકાશ અનુભવી.
તે ફક્ત ચીકાશ હતી
તેનો મૌન ચિત્કાર હતો.


---ભજમન નાણાવટી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો