પતિ-પત્ની ના સંબંધમાં ઉતાર-ચઢાવ, ખાટી-મીઠી, આરોહ-અવરોહ આવ્યા કરતા હોય છે, એના જ કારણે ઊભય વચ્ચે
પ્રેમ જળવાઈ રહે છે. કોઈ કારણસર પતિ-પત્ની વચ્ચે ખટરાગ પેદા થયો અને પત્નીએ પતિને શયનગૃહવટો
દઈ દીધો. પછી.?.. પછી.....? બન્ને ના દિલમાં
ઊભરાતી લાગણીઓ અહિં પ્રસ્તુત છે...(સુજ્ઞજનોને
બન્નેની સ્વગતોક્તિનો ફોળ પાડવાની જરૂર નથી લાગતી.) –ભજમન.
કદાચ બંધાય ઘેર પારણું!
પ્ણ જો હોય ઊઘાડું બારણું
તો ક્યાંથી બંધાય પારણું?
ગ્રીષ્મની ગરમી ‘ને વીજળીની વિદાય
એકલતાનું વાતાવરણ લાગે અકળામણું
શું કરું? ઊઘાડું રાખવું જ પડે બારણું
આ વાતમાં ક્યાંથી આવ્યું પારણું?
એ કરે વારંવાર રિસામણું
હું તો કરું કાયમ મનામણું
પણ મારું અસ્તીત્વ જ અળખામણું
તો ક્યાંથી બંધાય પારણું?
પરસ્પરનાં રિસામણાં અને મનામણાં
એ દામ્પત્યના અજોડ અંગ સમાણાં
આપણું તો સહ-અસ્તીત્વ, તું અણુ ને હું પરમાણું
આ વાતમાં ક્યાંથી આવ્યું પારણું?
વચનો આપ્યાં નવસો નવ્વાણું
એ બધાંયનું કર્યું એણે તાપણું
જો ના લે ક્યારેય મારું ઓવારણું
તો ક્યાંથી બંધાય પારણું?
વચનો નિભાવો સાત, નહિ કે નવસો નવ્વાણું
તાપણાનું તમને આવ્યું હશે શમણું
“એય સાંભળો છો” તમારું નામ હુલામણું
એય હાલોને.....! ભલે બંધાય ઘેર પારણું!
photo: copyright Bhajman Nanavaty
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો