શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2017

અણુવાર્તા - 1 (micro fiction)



આજકાલ ગુજરાતી વાર્તા-સાહિત્યમાં નૂતન પ્રવાહ શરૂ થયો છે. micro fiction. મહાનવલ કથા, નવલકથા, નવલિકા,લઘુવાર્તા અને હવે micro fiction.પ્રકાર માટે હું અણુવાર્તાશબ્દ પ્રયોજીશ. જેમ અણુ (atom)માં એક કેંદ્રબિંદુ (nucleus) હોય છે અને તેની આજુબાજુ વિજાણુ (electron) ગતિ કરતાં હોય છે. તેમ  micro fiction માં એક કેંદ્રીય વિચારની આજુબાજુ ઘટના ચક્ર ફરતું હોય છે.  



અણુવાર્તા - 1 (micro fiction)

તેણીએ સાંભળ્યું હતું કે વૃંદાવનમાં હજુ પણ રાસલીલા રચાય છે.
હરખઘેલી થતી તેણી ગોકુળનો યમુના કિનારો છોડી વૃંદાવન આવી.
બધે ફરી વળી, પણ ક્યાંય ના સંભળાયો તેને રાસલીલાનો કર્ણમધુર અવાજ
કે ના સંભળાયો તેને વેણુનો કામણગારો નાદ.

હા. સંભળાયું તેને વિધવાઓનુ મૌન આક્રંદ.
--Bhajman

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો