શુક્રવાર, 20 મે, 2011

ભજમનનાં ભોળકણાં- 7


(આજે  ભોળકણાંમાં છપ્પા પ્રસ્તુત છે.)

છપ્પા


ણ આવડત ને હીન ભણતર, જ્યમ અલ્પ સીમેન્ટનું ચણતર,
આવડે નહિ ઘેંસ ને રાંધવા પેસ, એમ હડી કાઢતાં વાગે ઠેસ,
તો ય મને બધું આવડે એમ કે'વ, ભણે ભજમન એનો સંગ ન સેવ.


રભાષાનું વળગ્યું ભૂત, સુધરેલાનું મોટું તૂત
વાતવાતમાં ગુજલીશ વદે, જોડણીના મેળ, ના કો' પદે
ગીરાગુર્જરીના શા હાલ?, ભજમન ચિન્તે આ સવાલ.

-ભજમન

3 ટિપ્પણીઓ:

 1. તો ય મને બધું આવડે એમ કે'વ, ભણે ભજમન એનો સંગ ન સેવ.

  ખૂબ સુંદર શ્રીનાણાવટીસાહેબ,

  માર્કંડ દવે.

  જવાબ આપોકાઢી નાખો
 2. અણ આવડત ને હીન ભણતર, જ્યમ અલ્પ સીમેન્ટનું ચણતર,
  આવડે નહિ ઘેંસ ને રાંધવા પેસ, એમ હડી કાઢતાં વાગે ઠેસ,
  તો ય મને બધું આવડે એમ કે'વ, ભણે ભજમન એનો સંગ ન સેવ.


  હકીકતને ખૂબજ સુંદર રીતે દર્શાવી...

  જવાબ આપોકાઢી નાખો
 3. Raushabh Chhatrapati says on fb

  Excellent. We as a Gujarati we all should take proud of our language. In open forum or publicly we should speak in Gujarati only. I was recently at Kerala for holidays. I saw that no body was speaking even English & Hindi. They were reluctant on their local language. Sign board,hordings or name of shops were written in local language. Rikshaw driver speaks in local language only.

  Dear Nanavati U hv rightly said indirectly that in future we will loose our Gujarati.

  That day our position will be as DHOOBI KA KUTTA NA GHAR KA NA GHAT KA.

  Raushabh with love.

  જવાબ આપોકાઢી નાખો