શુક્રવાર, 12 માર્ચ, 2010

ભજમનનાં ભોળકણાં - 3 શ્રેય બ્લોગર

ભજમનનાં ભોળકણાં - 3


શ્રેય બ્લોગર તો તેને રે કહીએ...
(વૈષ્ણવ જન તો તેને રે કહીએ..  ઢાળ)

 શ્રેય બ્લોગર તો તેને રે કહીએ જે નેટ પલાણી જાણે રે
પર-બ્લોગે રચના ફરે તો યે મન અભિમાન ન આણે રે


વણલીંપણ ‘ને નકલ રહિત જે, લિંક બ્લોગે સંવારી રે
નાદ, દ્રશ્ય પ્રદર્શિત રાખે, નિયમિત જેની સવારી રેમનનાં મોતી પરોવવાં, જેને સંપની સંધિ કરવી રે.
હ્રસ્વ દીર્ઘનું રટણ છોડી, માત શારદ જેને ભજવી રે


સમબ્લોગી ને હે અનુરાગી! ભોળકણાં જેને ભાવે રે
વાંચ્યા પછી જો હાસ્ય ન વેરે, સકલ લોક તેને નીંદે રે


સમતા રાખી મમતાથી જે, ગોરસ કાઢે વેબ વલોવી રે
ભણે ભજમન એવા બ્લોગરથીની મારે વ્હાલની જપ્પી લેવી રે


* * * * *
છપ્પો

કવિતા કરતાં કાળાં ગયાં, વિવેચકના વહાલા થયા
મતિમંદ છું કે મૂઢ-મતિ, માત્રાની કાંઇ સમજ નથી
ગઝલ લખી લખી ખુટ્યાં પાન, તોય ના આવ્યું છંદ જ્ઞાન
                                                            


નોંધ: ઉપરની રચનાઓ આપને પસંદ ન આવે તો પણ આપનો પ્રતિભાવ આપશો તો મને ગમશે.
ભોળકણાં = ભોળાભાવે રચેલાં જોડકણાં
શ્રેય = અત્યંત વખાણવા લાયક,  ઉત્તમ.
વણલીંપણ = WITHOUT [COPY &] PASTE
સમબ્લોગી = સાથી બ્લોગર

9 ટિપ્પણીઓ:

 1. સરસ!
  સમતા રાખી મમતાથી જે, ગોરસ કાઢે વેબ વલોવી રે
  ભણે ભજમન એવા બ્લોગરથીની મારે વ્હાલની જપ્પી લેવી રે

  જવાબ આપોકાઢી નાખો
 2. Rashmin Avashia મનેં ને
  વિગતો દર્શાવો 01:20 pm (48 મિનિટ પહેલા)


  ભજમન
  ખરા શબ્દો માં કહું તો ,ખરેખર શાંતિ માં ભોળા ભાવે જોડકણા સારા રચોછો .સુંદર છે
  રશ્મીન

  જવાબ આપોકાઢી નાખો
 3. કવિતા કરતાં કાળાં ગયાં, વિવેચકના વહાલા થયા
  મતિમંદ છું કે મૂઢ-મતિ, માત્રાની કાંઇ સમજ નથી
  ગઝલ લખી લખી ખુટ્યાં પાન, તોય ના આવ્યું છંદ જ્ઞાન
  -------------
  વાહ બાપુ. ગમી ગયું . છંદ વગરની કવિતા લખવા કરતાં ગદ્ય જ સારું. મહેનત ઓછી પડે.

  જવાબ આપોકાઢી નાખો
 4. something different...but yr 1st Bolakanu was/is super-duper hit....
  I like છપ્પો most in Bolakana-3

  જવાબ આપોકાઢી નાખો
 5. Pancham Shukla મનેં ને
  વિગતો દર્શાવો 07:51 am (2 કલાક પહેલા)

  વૈષ્ણવ જન તો તેને રે કહીએના ઢાળમાં પ્રભાતિયા શા ભોળકણાની એક અલગ જ મઝા છે.
  ઉપલક હળવાશ/વ્યંગ તળે અનુભવ અને મનન દોહન છે.

  ગુજરાતી બ્લોગજગતનો અર્ક. વણલીંપણ જેવા મધ્યયુગી શબ્દો સાથે જપ્પીનો શબ્દપ્રયોગ આ રચનાને નરસિંહ મહેતાથી મુન્નાભાઈ સુધીના વ્યાપ પર વિસ્તારે છે.

  શ્રેય અને શ્રેષ્ઠમાં જે ફેર છે એ બરાબર પકડવા માટે, મેં જો આ રચના કરી હોત તો શ્રેયને બદલે શ્રેષ્ઠ રાખ્યું હોત.
  REPLY:-
  પંચમભાઇ,
  આપના પ્રોત્સાહિત પ્રતિભાવ બદલ આભાર. શ્રેષ્ઠ શબ્દ નો વિચાર જ પહેલાં કર્યો હતો પંરંતુ રચનામાં શ્રેષ્ઠ બ્લોગરનાં બધાં જ લક્ષણો આવરી લેવાયાં છે કે કેમ એ પ્રશ્ન સતાવતો હતો. સ્વચ્છતા અને બિભત્સતા વિહિન એ બે ગુણ ઉમેરવા હતા પણ જામ્યું નહિ. વિડીયો અને તસવીર માટે દ્રશ્ય એક જ શબ્દથી ચલાવ્યું.આ સિવાય પણ કોઇ લક્ષણ હોઇ શકે જે મારા ધ્યાન બહાર હોય. માટે શ્રેય નો ઉપયોગ કર્યો. .
  આપનું માર્ગદર્શન હમેશા અપેક્ષિત અને આવકાર્ય છે.

  જવાબ આપોકાઢી નાખો
 6. હરે! હરે!
  વાર્તાલાપ બ્લોગે આનંદ ભયો.

  જવાબ આપોકાઢી નાખો
 7. શ્રેય બ્લોગર તો તેને રે કહીએ જે નેટ પલાણી જાણે રે
  પર-બ્લોગે રચના ફરે તો યે મન અભિમાન ન આણે રે
  Very Very Good post, Bhajmanbhai.

  જવાબ આપોકાઢી નાખો
 8. સર્વ પ્રતિભાવક મિત્રો નો આભાર. આપ સહુનું પ્રોત્સાહન મારી ટેકણ-લાકડી છે.

  જવાબ આપોકાઢી નાખો