શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2011

ભજમનનાં ભોળકણાં- 9

છપ્પા


નેતા થયા ને લેતા થયા, પવન દિશે વ્હેતા થયા.
વચન દાને થયા ઉદાર, પાલન પ્રત્યે સાવ ઉધાર.
મેંઢક પેઠે પલટે પક્ષ, ભજમન તેવાનો કરે દુર્લક્ષ.


ર્મયોગી થયા સ્વર્ણભોગી, વિલાસપ્રેમી વળી શાના જોગી?
જર-ઝવેરાતના સંઘરે ઢગ, નીતિ છાંડી થયા ઠગ.
તો ય કહે સ્વને બાબા, ભણે ભજમન એવા નર કાબા.
                                                              31/08/2011.

2 ટિપ્પણીઓ:

  1. મજા આવી ગઈ. અખાના છપ્પાની યાદ અપાવે તેવા લખાણા છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. આભાર! સુરેશભાઇ. આપ અમદાવાદ આવી ગયા પણ મળી ન શકાયું તેનો અફસોસ છે. હવે હું ભોપાલનો રહેવાસી થયો છું.

    જવાબ આપોકાઢી નાખો