શુક્રવાર, 30 માર્ચ, 2012

ભજમનનાં ભોળકણાં-12 છપ્પા

છપ્પા

(વર્તમાન પત્રોના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશ લોકાયુક્તના સ્પેશીયલ પોલીસ સંસ્થાન (SPE) અને  આર્થિક અપરાધ શાખા (EOW) ના વિષેશ ગુપ્તચરોએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રૂ. 426.60 કરોડ ની ગેરકાયદેસર ધારણ કરેલી મિલકતો શોધી કાઢી.)   


  
      
છેલ્લા બે વર્ષમાં મધ્ય પ્રદેશના સરકારી અધિકારીઓ 
અને કર્મચારીઓની ઉઘાડી પાડેલી બેનામી મિલકતો 
અને રોકડ રકમ

રૂ.348.03 કરોડ –રોકડ રકમ લોકાયુક્ત દ્વારા
રૂ.  19.30 કરોડ -રોકડ રકમ આર્થિક શાખા દ્વારા 
રૂ.  78.37 કરોડ -મિલકતો આર્થિક શાખા દ્વારા
રૂ. 426.60 કરોડ ટોટલ.  

એક રાજ્યની આ હાલત છે તો આખા દેશમાં શું હાલ હશે? 


છો  કુંજ પર ચડ્યું આવરણ, પણ કુંજરનું ના નિવારણ.
કુંજગલીએ પુંજ પૂંજાના, છે કુંજક લોભી ધન-પૂજાના
ભણે ભજમન ભારતનું ભાવી, કુંજબિહારી ઘડશે ફરી આવી.


દેખાવે સેવક સદાચારના, પડઘમ વગાડે પ્રચારના
આપ વસનના ડાઘ ન દીસે, જગત કાજી બની ઢોલ ઢીબે
કહે ભજમન એ નર ચળીતર, જેના આચાર- વિચારમાં અંતર.

                                                        
‌‌---------------------------
કુંજ = કુંજર= હાથી
પુંજ = ઢગલા 
પૂંજ = કચરો 
કુંજક = અમલદારના ચપરાસી, ચોપદાર. 


Image source: Google



5 ટિપ્પણીઓ:

  1. છો કુંજ પર ચડ્યું આવરણ, પણ કુંજરનું ના નિવારણ.
    કુંજગલીએ પુંજ પૂંજાના, છે કુંજક લોભી ધન-પૂજાના
    ભણે ભજમન ભારતનું ભાવી, કુંજબિહારી ઘડશે ફરી આવી
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Bhajmanbhai,
    Your "Bhane Bhajman" is nice & liked it.
    The Country is going to the DOGS as the LEADERS are CORRUPT & GREEDY
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com

    જવાબ આપોકાઢી નાખો
  2. જવા દો ને યાર! એ તો એમ જ કરવાના. અને આપણે નિજાનંદ.

    ' જીવો ને જીવવા દો, મરણ લગણ આ , જિંદગી ચાર દિ'ની. '

    હજારો વરસોથી સૂતા છીએ. ગમે એટલાં છપ્પા, ચાબખા, દુહા, ભૂલકણાં લખો - કોઈ ઊઠવાનું નથ !!

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. સુ.જા.@ ભોળકણાંનો ઉદ્દેશ ઉપદેશ આપવાનો નથી.મનમાં આપોઆપ ઊગી નીકળે છે. એકાદ ગાંધી પણ બસ થઇ પડશે.મુલાકાત બદલ આભાર!

      કાઢી નાખો