શુક્રવાર, 28 ઑક્ટોબર, 2016

ભજમનનાં ભોળકણાં - 24 સહજીવન

એક્વીસમી સદી હવે  યૌવનને ટકોરા મારતી સત્તરમા વર્ષમાં પ્રવેશ કરશે. ત્યારે દમ્પતી અને દામ્પત્ય જીવન શબ્દોની વ્યાખ્યા બદલવી પડે. હું હવે દામ્પત્ય ને બદલે "સહજીવન" શબ્દ વાપરવાનું પસંદ કરું. અહિં મારા વિચારોને શબ્દદેહ આપવાનો પ્રયત્ન કર્યો છે.   


શુક્રવાર, 31 જુલાઈ, 2015

શુક્રવાર, 24 જુલાઈ, 2015

હાલોને ફરી ક્લિક કરીએ - ભજમનનાં ભોળકણાં-21

વાર્ધક્યના વહાણમાં સફર કરતા મારા જેવા યુવાનો ને વર્તમાન યુગમાં ફરી જુવાની જીવવાની તમન્ના જાગે. તો આવું કઈંક વિચારે..................... 

શુક્રવાર, 17 જુલાઈ, 2015

સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, ભાગ-2

(વહી ગયેલી વાર્તા: સમય મહેતા તેની કૉલેજના મિત્રના લગ્નમાં જયપુર જાય છે. ત્યાં તે પહેલી જ નજરે કમળની પાંખડી જેવી આંખોવાળી એક અતિ સુંદર અજાણી યુવતીના પ્રેમમાં પડે છે. એક આકસ્મિક મુલાકાતમાં સમય તે યુવતીને બાહુપાશમાં જકડીને ગાઢ ચુમ્બન આપે છે. યુવતીનો પરિચય થાય તે પહેલાં તેને જયપુરથી મુમ્બઈ આવી જવું પડે છે. સાત વર્ષના વહાણાં વાયા બાદ અચાનક એક દિવસ તે કમળનયની જેવી દેખાતી એક યુવતી તેની કારની સામે આવીને ઊભી રહે છે અને ઝડપથી ભીડમાં ગાયબ થઈ જાય છે. સમય ઊંડી ગડમથલમાં ડૂબી જાય છે. કોણ હતી તે યુવતી?

હવે આગળ વાંચો.....)

શુક્રવાર, 10 જુલાઈ, 2015

સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, ભાગ -1

(ઘણા વખતે મારી કલ્પનાને પાંખો ફૂટી અને સરી પડ્યું એક પીચ્છ વાર્તારૂપે! પ્રસ્તુત છે આ તદ્દન નવી વાર્તા. કથાનક જરા લાંબું હોવાથી ભાવકની સુવિધા માટે તેને બે ભાગમાં પ્રસ્તુત કર્યું છે. આજે પહેલા ભાગનો આનંદ માણો. આવતા શુક્રવારે બીજો અને અંતિમ ભાગ પીરસીશ.–ભજમન )

શુક્રવાર, 18 એપ્રિલ, 2014

પુનર્મિલન : ગુગલ ના પ્રતાપે

જાહેરાતનું જગત હમેશા સર્જનાત્મક અને પડકાર રૂપ હોય છે. 'વાર્તાલાપ' માં આપણે સારી અને કલ્પનાશીલ તેમ જ હ્રદય દ્રાવક વિજ્ઞાપનો તરફ અંગુલી નિર્દેશ કરતા આવ્યા છીએ. આવો, આજે એક મજેદાર જાહેરાત માણીએ.  

શુક્રવાર, 11 એપ્રિલ, 2014

ચાલો અરમાનો ના ચુરા કરીએ

આજે એક અતિથી કૃતિનો રસાસ્વાદ માણીએ. શાળાજીવનમાં કવિતાનું રસદર્શન કરવાનો અભ્યાસ થતો હતો. શાળા છોડ્યા પછીનો આ મારો પ્રથમ પ્રયાસ છે. અત્રે પ્રસ્તુત રચનાનો મારી સમજ પ્રમાણે અર્થવિસ્તાર કર્યો છે. આથી સુજ્ઞ જનો ની ટીકા, ટિપ્પણી અને સુચનો આવકાર્ય છે. આ રચના વાર્તાલાપમાં પ્રસિધ્ધ કરવાની અનુમતિ બદલ શ્રી નિરુપમ નાણાવટીનો હું આભારી છું. 

શુક્રવાર, 21 માર્ચ, 2014

શ્વેત પરછાંઈ

વાર્તાલાપ માં આજે એક અતિથિ રચના. અગાઉ આપ કવિ શ્રી ડો.કનક રાવળની એક રચના 'નાતાલ સાંજે-છેવટે તો શિયાળોને? ' માણી ચુક્યા છો. આજે તેઓશ્રીએ અંગ્રેજીમાં રચેલી અને જાતે જ કરેલ ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે. આ રચના અગાઉ "લયસ્તરો"  પર પણ પ્રકાશિત થઈ ચૂકી છે. લયસ્તરો પર પારિજાતનાં ફૂલ વિષે સવિસ્તર જણાવેલ છે. આ રચના ને 'વાર્તાલાપ' માટે મોકલવા બદલ કનકભાઈનો સહ્રદય આભાર માનું છું.