શુક્રવાર, 1 એપ્રિલ, 2016

ભજમનનાં ભોળકણાં -23 મને માફ કરો

ઘણા સમય પછી એક રચના તૈયાર થઈ છે જે અત્રે સાદર છે. 


મને માફ કરો

હું શરાબી બની ગયો છું દોસ્તો, મને માફ કરો
દર્દની દુનિયામાં સરી ગયો  છું દોસ્તો, મને માફ કરો

કુસુમના પમરાટથી ભરમાયો, મનની વાત કહેતાં શરમાયો.
દિલ હવે દિલ ન રહ્યું મકબરો બની ગયું દોસ્તો, મને માફ કરો

વાટ શું જોવી રાતની, હવે તો દિવસે પણ તારા દેખાય છે
શમણાંની રાખ ફંફોસી રહ્યો છું દોસ્તો, મને માફ કરો

નાવિક બની ગયો છું ના હલેસા, ના સુકાન, ના તટની .ખબર
અરે! હું તો તરવાનું ભૂલી ગયો છું દોસ્તો, મને માફ કરો 


બસ હવે તો દર્દની ટેવ પડી ગઈ છે, પીડા મીઠી લાગે છે
દૂઝતા જખમ પર મીઠું ભભરાવી રહ્યો છું, મને માફ કરો

જગ જાણે છે, નાહક દુખી ના થાવ, તારીખિયું સાફ કરો
ધ્યાનથી જુવો, આજ શું તારીખ છે! હવે તો જરા લાફ કરો!            

-ભજમન


 


Images: courtesy Google


2 ટિપ્પણીઓ: