જાહેરાતનું જગત હમેશા સર્જનાત્મક અને પડકાર રૂપ હોય છે. 'વાર્તાલાપ' માં આપણે સારી અને કલ્પનાશીલ તેમ જ હ્રદય દ્રાવક વિજ્ઞાપનો તરફ અંગુલી નિર્દેશ કરતા આવ્યા છીએ. આવો, આજે એક મજેદાર જાહેરાત માણીએ.
ગુગલ (Google) શબ્દ હવે આપણા માટે નવો નથી રહ્યો. અરે! ગુજરાતી ભાષામાં પણ તે વણાય ગયો છે. કંઇક પણ સંદિગ્ધતા હોય તો " ગુગલ કરી લો' શબ્દ પ્રયોગ વપરાતો થયો છે. ગુગલે ભારતમાં પોતાના પ્રચાર માટે એક સરસ વિજ્ઞાપન ની શ્રેણી બનાવી છે. આ માટે ભારત-પાકિસ્તાનના ભાગલાનો વિષય પસંદ કર્યો છે. પણ વિજ્ઞાપન ખુબ જ દિલ ધડક બનાવી છે. તમારી આંખો ભીની ન થાય તો પણ દિલને તો જરૂર હચમચાવી નાખશે. આ શ્રેણીની પ્રથમ ક્લિપ વર્ષોથી છુટા પડેલા બે દોસ્તોના પુનર્મિલનની કથા કહે છે. આ શ્રેણીની અન્ય વિજ્ઞાપન પણ માણવા જેવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો