શનિવાર, 23 મે, 2015

એકવાર તું મારી પાસે તો બેસ.- ભજમનનાં ભોળકણાં-20


   40 મી  લગ્નતિથિએ નલીનીને સપ્રેમ......

(તા.23/05/1975 થી 23/05/2015) 


એકવાર તું મારી પાસે તો બેસ !


સદ્યસ્નાતા, સંવારતી વિખરાયેલા ભીના કેશ
ગુલાબી હોઠ ને કાળાં નયન, વિના મેશ
ગૌરવર્ણ છતાં સાદગી હમેશ
એકવાર તું મારી પાસે તો બેસ !  

અધૂરપ હતી જીવનમાં, થયો તારો પ્રવેશ
મધુરપ છવાઈ ગઈ જાણે સૂરમય રાગ દેશ 
તારા વિના સૂનો હતો મારા દિલનો નેસ
એકવાર તું મારી પાસે તો બેસ !  

તું જ મારી કવિતા ને તું જ મારી ગઝલ
તારા વિના અઘરી હતી આ લાંબી મઝલ
સંભાળતી તુરંત, વાગતી જો મને ઠેસ
એકવાર તું મારી પાસે તો બેસ !  

અંધારા ને અજવાળામાં તારો સદા સાથ
ચાર દાયકાનો પ્રિયે ! લાગણીસભર સંગાથ
જન્મોજનમનો સથવારો માગું, નો મોર નો લેસ
એકવાર તું મારી પાસે તો બેસ !
                                                            -ભજમન નાણાવટી.  


( નેસ = માલધારીનું ઝુપડું )

Similar post: તમે 

3 ટિપ્પણીઓ: