વિરહની વેદના અસહ્ય હોય છે. ઝેરનો સ્વાદ પીનારો જ જાણી
શકે તેમ વિયોગ જેણે સહન કર્યો હોય તે જ વર્ણવી શકે. અચાનક વિરહનો અંત આવે છે.... વિયોગની
વિદાય થાય છે અને પ્રીતમની પધરામણી થાય છે! આનંદઘેલી પ્રિયતમા શું અનુભવે છે?? ...
આજે એક અતિથિ કૃતિ સાદર છે. આજનો અતિથિ છે મારો દોહિત્ર અનય મુનશી, ઉમર 10 વર્ષ
ન્યુઝીલેંડનો નાગરિક અને રહેવાસી. તેણે એક કવિતા લખી છે જે તેની સ્કૂલના
બ્લોગ પર પણ પ્રકાશિત થઈ હતી. જે અહિં પ્રસ્તુત છે. તેની આ કવિતાનો મારો પ્રતિભાવ પણ
નીચે પ્રસ્તુત છે.
પતિ-પત્ની ના સંબંધમાં ઉતાર-ચઢાવ, ખાટી-મીઠી, આરોહ-અવરોહ આવ્યા કરતા હોય છે, એના જ કારણે ઊભય વચ્ચે
પ્રેમ જળવાઈ રહે છે. કોઈ કારણસર પતિ-પત્ની વચ્ચે ખટરાગ પેદા થયો અને પત્નીએ પતિને શયનગૃહવટો
દઈ દીધો. પછી.?.. પછી.....? બન્ને ના દિલમાં
ઊભરાતી લાગણીઓ અહિં પ્રસ્તુત છે...(સુજ્ઞજનોને
બન્નેની સ્વગતોક્તિનો ફોળ પાડવાની જરૂર નથી લાગતી.) –ભજમન.
આધુનિક પ્રસાર માધ્યમો જેવાંં કે Facebook, Twitter whatsapp વિ. એ લોકોની વિચાર શક્તિને ખીલવાની અને તેને વ્યક્ત કરવાની અનોખી તક પૂરી પાડી છે. મારી જેવો સુષુપ્ત દર્શક શું વિચારે છે?....
એક્વીસમી સદી હવે યૌવનને ટકોરા મારતી સત્તરમા વર્ષમાં પ્રવેશ કરશે. ત્યારે દમ્પતી અને દામ્પત્ય જીવન શબ્દોની વ્યાખ્યા બદલવી પડે. હું હવે દામ્પત્ય ને બદલે "સહજીવન" શબ્દ વાપરવાનું પસંદ કરું. અહિં મારા વિચારોને શબ્દદેહ આપવાનો પ્રયત્ન કર્યો છે.