આધુનિક પ્રસાર માધ્યમો જેવાંં કે Facebook, Twitter whatsapp વિ. એ લોકોની વિચાર શક્તિને ખીલવાની અને તેને વ્યક્ત કરવાની અનોખી તક પૂરી પાડી છે. મારી જેવો સુષુપ્ત દર્શક શું વિચારે છે?....
હું તો કિનારે
બેસી વહેણ નિહાળું
થયું લાવ આજ
હું પણ ડુબકી લગાવું.
ડુબકી લગાવીને
જોયું, જળચર છે ઝાઝાં
એકમેકના દુશ્મન, લડે મુકી માઝા
શિકાર કોણ ને શિકારી
કોને માંનવું
આ તરલ જગમાં પણ
છેક જ આવું?
ડુબકી લગાવીને
જોયું, જલધિના જળમાં
મીઠાશની આશમાં, ખારાશ મળી વમળમાં
દરિયો ડહોળ્યો, ઊંડાણ માપ્યું, તળ તપાસ્યું,
નકરાં ફટકિયાં, સાચું મોતી ક્યાંય ના મળ્યું.
સાગરના ઊંડાણે
મળી એક મત્સ્યકન્યા
પૂછ્યું, તારા પરવાળા-શા હોઠ પર મોતી છે બન્યું?
મલકીને સરકી ગઈ
મુકી મીઠી યાદ
લાગણીના
સાગરમાં વરસ્યો વરસાદ.
હું તો કિનારે
બેસી વહેણ નિહાળું
થયું લાવ આજ
હું પણ ડુબકી લગાવું. -ભજમન
તસવીર : સાભાર ગુગલ ઈમેજીસ.
https://www.google.co.in/url?sa=
Fwww.alamy.com%2Fstock-photo-epa03993240
મત્સ્ય કન્યાનો ફોટો પાડીને ફેસબુક પર મુકો ને!!
જવાબ આપોકાઢી નાખોઅરે! કેમેરા લઈને ગયો ન હતો!!
જવાબ આપોકાઢી નાખો