આ
હાસ્યલેખકો એમના મનમાં શું સમજતા હશે? મને આ પ્રશ્ન કાયમ
સતાવતો હોય છે. હું કોઇ લેખિકા નથી કે નથી મારા “એ” કોઇ હાસ્યલેખક, પરંતુ હું જ્યારે જ્યારે કોઇ હાસ્યલેખ કે હળવો કટાક્ષ
લેખ અથવા હાસ્યલેખનું
પુસ્તક વાંચું છું તો એક વાત ઊડીને આંખે વળગે તેવી સ્પષ્ટ થાય છે કે હાસ્ય
લેખકની પત્ની કદી
ન બનવું. આ વાત ફક્ત હાસ્ય લેખકોને જ નહીં પરંતુ મંચ પર ઊભા રહીને હાસ્ય
કાર્યક્રમ આપતા
હાસ્ય કલાકારો કે મિમિક્રી આર્ટીસ્ટ અને ટીવી પર આવતા રીયાલીટી શૉમાં ટુચકા કે
જૉક્સ સંભળાવતા કલાકારોને પણ એટલી જ લાગુ પડે છે. તમે મારો ઈશારો તો સમજી જ ગયા
હશો કે હું કઇ બાબતનો નિર્દેશ કરવા માગું છું.