કોઈપણ કવિ કલ્પનાની પાંખે સવાર થઈને રચના કરે. કવિ અને કલ્પનાને અલગ ન કરી શકાય. પણ.. પણ કોઈ કવિ શેતાની કલ્પના કરે તો? અને તે પણ પાયાવિહોણી અફવાઓથી દોરાઈને? દેશના વડા પ્રધાનને માટે અભદ્ર ભાષા વાપરે ? તો.. તો મને તેના કાન ખેંચવાનું મન થાય. પ્રસ્તુત છે..
વરવી સંવેદના
અપપ્રચારના અડાબીડમાં અભદ્ર ભાષાને વળગી,
કવિ, તારી સંવેદના મને વરવી લાગી.
અફવાની આંધીના સહારે આવી ગણિકાવ્રુત્તિ?
પીળા સાહિત્યની આ તે કેવી લગની લાગી?
કવિ, તારી સંવેદના મને વરવી લાગી.
અસત્યના ઓટલે અટકળના આંધણ કીધાં
વીસરી વાસ્તવિકતા, વટાળવૃત્તિ વહાલી કીધી
હિજરતીના આર્તનાદે વ્યથા વિહોણી કંઠી બાંધી
કવિ, તારી સંવેદના મને વરવી લાગી.
હથેળીના જંગલમાં અટવાતી, સૃષ્ટિ શું જાણતી?
વિચાર-વ્યાપ વધે તો ઉરે સાચી વેદના ઉછરતી
વમળમાં રહેતી મીન અગાધ ક્ષિતિજથી ભાગી
કવિ, તારી સંવેદના મને વરવી લાગી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો