ગુરુવાર, 30 જાન્યુઆરી, 2014

અનુસંધાન

પાંચ મહિનાના લાંબા વેકેશન બાદ ફરી "વાર્તાલાપ" નું સંધાણ થાય છે. પુત્રના લગ્નની તૈયારી અને દોડધૂપમાં જાણે રચનાશક્તિ દબાઈ ગઈ હતી! આજથી અનુસંધાન પૂ.બાપુના નિર્વાણદિને શ્રદ્ધાંજલી રૂપે ચાર પંક્તિઓથી  શરૂ કરીએ.





ગાંધી કેરી આંધીએ અપાવ્યું સ્વરાજ

શમણૂં હતું આપીશું દેશને સુરાજ

શમણાં એનાં નંદવાયાં હત્યારા કાજ

“હે રામ!” બાપુએ ગોળી ખાધી આજ.

                                                                                    -ભજમન



શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2013

શ્રાવણની વાદલડી

શ્રાવણની વાદલડી

શ્રાવણ મહિનાની ઝરમર વર્ષાએ કવિઓને હમેશાં ઉત્તેજિત કર્યા છે. પરદેશી પિયુની રાહ જોતી વિરહીણી પ્રિયતમાઓના દિલની વ્યથા કવિઓ શબ્દદેહે વ્યક્ત કરતા આવ્યા છે. જૂની ફિલ્મોનાં બે સુંદર ગીતો અહિં પ્રસ્તુત છે. એક ગીત હિંદી ફિલ્મ રતનનું છે. જે નીચે આપેલ છે. અને બીજું 1948ની ગુજરાતી ફિલ્મ સતી સોનનું છે તે માટે તમારે મારા પૃષ્ઠ 'સરગમ' પર જવું પડશે. 

શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013

ભજમનનાં ભોળકણાં- 16 એક મુક્તક




અશ્ક વહે છે નિરંતર, થંભીને લૂછી નથી શકતી
શું ખારાશ એથી છે? અબ્ધિને પૂછી નથી શકતી.                  

જીવનમાં જન્મ છે, જીવનમાં જ મરણ છે
શું જીવનેતર જીવન છે? અબ્ધિને પૂછી નથી શકતી.

શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

આપ શું વિચારો છો?-11 ફાઇલો ગાયબ કેમ થાય?

યુપીએ સરકારનો ભાંડો ફુટવાની શક્યતા જેનાથી હતી અને માનનીય વડા પ્રધાનશ્રીના પગ સુધી જેનો રેલો પહોંચે તેમ હતો તે કોલસા પરવાનગી કૌભાંડની લગભગ 257 જેટલી ફાઈલો મંત્રાલયમાંથી ગાયબ થઈ ગઈ! આ સમાચાર આપ સહુને સુવિદિત છે. તેથી વધુ પિષ્ટપેષણ નથી કરતો. આમાં કોને કોને ફાયદો થાય તેમ છે ક્યા કોર્પોરેટ ગૃહો સંડોવાયાં છે તે વિગત નીચે ટાઈમ્સ ઑવ ઈંડીયાની લિંક આપી છે તેનાથી જાણી શકાશે. મને તો આ પરથી એક જ વિચાર સ્ફૂરે છે જે છપ્પા રૂપે અહિં પ્રસ્તુત છે:- 

શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-4, કીશન અને તેનો જાદુઈ રથ

પ્રોફેસર શ્રી અરવિન્દ ગુપ્તા ની રચનાઓનો પરિચય આપણે જ્ઞાન સાથે ગમ્મત શ્રેણીમાં કર્યો. આના પ્રતિભાવમાં શ્રી અરવિંદ ગુપ્તાસાહેબનો સંદેશો મને મળ્યો છે જે હું સાદર પ્રસ્તુત કરું છું. 

શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013

એડની દુનીયા - ગંદકી સારી !

એડની દુનીયા - ગંદકી સારી !  
બે-એક વર્ષ પહેલાં 'વાર્તાલાપ'માં ચતુરાઇ, માધુર્ય અને સામાજિક સંદેશ ભરી જાહેરાતો "મીઠે મેં ક્યા હૈ" લેખમાં જોઇ હતી. જાહેરાતનું ક્ષેત્ર અનોખું છે. તેના જેવું ભાગ્યે જ કોઇ અન્ય ક્ષેત્ર પડકારરૂપ, સ્પર્ધાત્મક અને સર્જનાત્મક હશે. આજે એવી અન્ય થોડી જાહેરાતનો સ્વાદ માણીએં.   

શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-3 પ્રોફે. અરવિંદ ગુપ્તા

ગત બે શુક્રવારથી વાર્તાલાપમાં આપણે જ્ઞાન સાથે ગમ્મત” શ્રેણીમાં રદ્દીમાંથી શૈક્ષણિક રમકડાં  કેમ બનાવી શકાય તેનાં ઉદાહરણ જોયાં. આવી અસંખ્ય-700થી અધિક-રચનાત્મક પ્રક્રિયાના વિશ્વકર્માને આજે આપણે ઓળખીએં. આ અદ્ ભૂત વૈજ્ઞાનિક ઈજનેર છે પ્રોફેસર અરવિંદ ગુપ્તા.

શુક્રવાર, 26 જુલાઈ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-2 સ્વચાલિત ફુવારો

(ગત શુક્રવારે વાર્તાલાપમાં નકામા કચરામાંથી હવા પૂરવાનો પમ્પ કેવીરીતે બની શકે તે આપણે જોયું. મિનરલ વોટરની ખાલી બાટલીઓ આપણે બિલકુલ વિચાર્યા વિના ફેંકી દઈએં છીએં. પ્રો. અરવિદ ગુપ્તા તેમાંથી એક સરસ રમકડું બનાવે છે. તેઓએ વિગતવાર સચિત્ર માર્ગદર્શન યુ-ટ્યુબ પર મુક્યું છે. આવી 700થી વધારે ક્લિપો જોવા મળશે. ગુજરાતના શિક્ષક મિત્રોને આ ક્લિપોની મુલાકાત લેવા વિનંતિ છે. રજુઆત એટલી સરસ છે કે પુનરાવર્તનના ભયે પણ હું આ ક્લિપ અહિં મુકતાં મારી જાતને રોકી નથી શકતો. આ બંને પોસ્ટ માટે પરવાનગી આપવા બદલ શ્રી અરવિંદજીનો ઋણ સ્વિકાર કરૂં છું-ભજમન )        

શુક્રવાર, 19 જુલાઈ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-1 રદ્દીમાંથી રમકડાં

જ્ઞાન સાથે ગમ્મતની આ શ્રેણીમાં આજે રમતાં રમતાં કેમ ભણવું તેનો પાઠ ભણીએં.

સાવ નકામી અને સામાન્ય રીતે આપણે ફેંકી દેતાં હોઇએ તેવી ચીજ વસ્તુઓનો શું ઉપયોગ થાય? તમને જાણીને નવાઈ લાગશે કે થોડી મહેનતથી આવા કચરામાંથી શૈક્ષણિક અને વૈજ્ઞાનિક રમકડાં બનાવી શકાય છે! નીચેનાં ચિત્રોમાં બોટલનાં ઢાંકણાં અને પાઈપના ટુકડામાંથી કેવો સરસ મજાનો  હવા પૂરવાનો પમ્પ બની શકે તે બતાવ્યું છે. આમ તો બધાં જ ચિત્રો સરળતાથી સમજી શકાય તેમ છે.

શુક્રવાર, 12 જુલાઈ, 2013

સાંજે શું બનાવું?-2 પત્નીની પ્રતિક્રિયા


(બે-એક વર્ષ પહેલાં 'વાર્તાલાપ' પર એક લેખ પ્રકાશિત થયો હતો "સાંજે શું બનાવું?"  હમણાં એક ભાવકે તે વાંચી પ્રતિભાવ આપ્યો. જેના પરથી આલેખની પ્રેરણા મને મળી છે. ભાવક ઉત્કંઠાબેનનો આભાર! -ભજમન)