શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013

એડની દુનીયા - ગંદકી સારી !

એડની દુનીયા - ગંદકી સારી !  
બે-એક વર્ષ પહેલાં 'વાર્તાલાપ'માં ચતુરાઇ, માધુર્ય અને સામાજિક સંદેશ ભરી જાહેરાતો "મીઠે મેં ક્યા હૈ" લેખમાં જોઇ હતી. જાહેરાતનું ક્ષેત્ર અનોખું છે. તેના જેવું ભાગ્યે જ કોઇ અન્ય ક્ષેત્ર પડકારરૂપ, સ્પર્ધાત્મક અને સર્જનાત્મક હશે. આજે એવી અન્ય થોડી જાહેરાતનો સ્વાદ માણીએં.   

કોકાકોલા એડ.

પટકથા કે સંવાદ વિનાની આ ચિત્રપટ્ટી ખૂબ જ અસરકારક રીતે સરહદ પર રાત દિવસ ચોકી કરતા સૈનિકોની ફરજ પરસ્તી, દુશ્મની અને દોસ્તી ને અંકિત કરે છે. 




ગંદકી સારી!

કેનીસ આંતરરાષ્ટ્રીય એડ. ફેસ્ટિવલમાં લાયન એવોર્ડ (2012)  જીતનાર એડ.

રેતીમાં શિલ્પ બનાવનાર કલાકારે બાળકોને આ રમતમાં જોડ્યાં અને બાળકોએ અદભૂત રચનાઓ કરી! શાંતિ અને સહ-અસ્તિત્વનો સંદેશ વિશ્વને આપવા માટે નિર્દોષ બાળકોથી સ્તુત્ય ગુરૂ કોણ હોઇ શકે?  






પરદેશી એડ: સેડર ચીઝ:  નોલાન સેડાર ચીઝની આ જાહેરાત પણ કોઇ સ્ક્રિપ્ટ વિનાની છે. 

સતત કોશીષ કરનાર કદી નિષ્ફળતાને ન વરે! આ કથન આ ચિત્રપટ્ટીમાં સરસ રીતે નિરૂપાયું છે. પણ મહેનત કરવા માટે શક્તિ જરૂરી ખરી કે નહિ? એ ક્યાંથી મેળવશો?   

આ એડ રીસ્ટ્રીક્ટેડ હોવાથી યુ-ટ્યુબ પર જ જોઇ શકાશે. માટે નીચેની લીંક પર જાઓ.  
http://youtu.be/6tCtM8UEQv8




તમને આ પણ ગમશે:  મીઠે મેં ક્યા હૈ
સ્રોત: સાભાર યુ-ટ્યુબ
http://www.youtube.com/watch?feature=player_embedded&v=uMWxCCoKQTM
http://www.youtube.com/watch?feature=player_embedded&v=Nlnk1IBvmSY

1 ટિપ્પણી: