યુપીએ સરકારનો ભાંડો ફુટવાની શક્યતા જેનાથી હતી અને માનનીય વડા પ્રધાનશ્રીના પગ સુધી જેનો રેલો પહોંચે તેમ હતો તે કોલસા પરવાનગી કૌભાંડની લગભગ 257 જેટલી ફાઈલો મંત્રાલયમાંથી ગાયબ થઈ ગઈ! આ સમાચાર આપ સહુને સુવિદિત છે. તેથી વધુ પિષ્ટપેષણ નથી કરતો. આમાં કોને કોને ફાયદો થાય તેમ છે ક્યા કોર્પોરેટ ગૃહો સંડોવાયાં છે તે વિગત નીચે ટાઈમ્સ ઑવ ઈંડીયાની લિંક આપી છે તેનાથી જાણી શકાશે. મને તો આ પરથી એક જ વિચાર સ્ફૂરે છે જે છપ્પા રૂપે અહિં પ્રસ્તુત છે:-
પ્રોફેસર શ્રી અરવિન્દ ગુપ્તા ની રચનાઓનો પરિચય આપણે જ્ઞાન સાથે ગમ્મત શ્રેણીમાં કર્યો. આના પ્રતિભાવમાં શ્રી અરવિંદ ગુપ્તાસાહેબનો સંદેશો મને મળ્યો છે જે હું સાદર પ્રસ્તુત કરું છું.
બે-એક વર્ષ પહેલાં 'વાર્તાલાપ'માં ચતુરાઇ, માધુર્ય અને સામાજિક સંદેશ ભરી જાહેરાતો "મીઠે મેં ક્યા હૈ" લેખમાં જોઇ હતી. જાહેરાતનું ક્ષેત્ર અનોખું છે. તેના જેવું ભાગ્યે જ કોઇ અન્ય ક્ષેત્ર પડકારરૂપ, સ્પર્ધાત્મક અને સર્જનાત્મક હશે. આજે એવી અન્ય થોડી જાહેરાતનો સ્વાદ માણીએં.
(ગત શુક્રવારે વાર્તાલાપમાં નકામા કચરામાંથી હવા
પૂરવાનો પમ્પ કેવીરીતે બની શકે તે આપણે જોયું. મિનરલ વોટરની ખાલી બાટલીઓ આપણે બિલકુલ
વિચાર્યા વિના ફેંકી દઈએં છીએં. પ્રો. અરવિદ ગુપ્તા તેમાંથી એક સરસ રમકડું બનાવે છે.
તેઓએ વિગતવાર સચિત્ર માર્ગદર્શન યુ-ટ્યુબ પર મુક્યું છે. આવી 700થી વધારે ક્લિપો જોવા
મળશે. ગુજરાતના શિક્ષક મિત્રોને આ ક્લિપોની મુલાકાત લેવા વિનંતિ છે. રજુઆત એટલી સરસ છે કે પુનરાવર્તનના
ભયે પણ હું આ ક્લિપ અહિં મુકતાં મારી જાતને રોકી નથી શકતો. આ બંને પોસ્ટ માટે પરવાનગી આપવા
બદલ શ્રી અરવિંદજીનો ઋણ સ્વિકાર કરૂં છું-ભજમન )
જ્ઞાન સાથે ગમ્મતની આ શ્રેણીમાં આજે રમતાં રમતાં કેમ ભણવું તેનો પાઠ ભણીએં.
સાવ નકામી અને સામાન્ય રીતે આપણે
ફેંકી દેતાં હોઇએ તેવી ચીજ વસ્તુઓનો શું ઉપયોગ થાય? તમને જાણીને નવાઈ લાગશે કે થોડી મહેનતથી આવા કચરામાંથી શૈક્ષણિક અને વૈજ્ઞાનિક
રમકડાં બનાવી શકાય છે! નીચેનાં ચિત્રોમાં બોટલનાં ઢાંકણાં અને પાઈપના ટુકડામાંથી કેવો
સરસ મજાનો હવા પૂરવાનો પમ્પ બની શકે તે બતાવ્યું છે. આમ તો બધાં જ ચિત્રો સરળતાથી
સમજી શકાય તેમ છે.
(બે-એક વર્ષ પહેલાં 'વાર્તાલાપ' પર એક લેખ પ્રકાશિત થયો હતો "સાંજે શું બનાવું?" હમણાં એક ભાવકે તે વાંચી પ્રતિભાવ આપ્યો. જેના પરથી આલેખની પ્રેરણા મને મળી છે. ભાવક ઉત્કંઠાબેનનો આભાર! -ભજમન)
આજે 'વાર્તાલાપ' પર આ મારી 100મી પોસ્ટ છે. ચાર વર્ષ પહેલાં જ્યારે બ્લોગ શરૂ કર્યો ત્યારે નક્કિ કર્યું હતું કે જેટલું મૌલિક લખાણ લખાય તે જ પ્રકાશિત કરવું. પણ ત્યારે આશા ન હતી કે મારાથી આ મુકામે પહોંચાશે. પરંતુ 18 વાર્તાઓ, 25 ભોળકણાં (કાવ્યો નહિં કહું ), અને અન્ય સંકલિત લેખો થી યાત્રા ટકી રહી છે. 96000 જેટલી 'ક્લીક' મળી છે. સૌથી મનગમતું પાસું હોય તો બ્લોગ દ્વારા ઘણા 'નેટમિત્રો' મળ્યા. મને પ્રતિભાવ દ્વારા ઉત્સાહિત કરનાર સૌ પ્રતિભાવકોનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
યુગલ ગીતનો આ મારો પહેલો પ્રયત્ન છે. આશા છે આપ સહુને તે ગમશે. -ભજમન.