શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

સંવાદિતા


(લાયન્સ  ક્લબ ઓફ વાસણા સેવાના ક્ષેત્રમાં 50 વર્ષ પૂરાં કરે છે. એ નિમિત્તે એક રચના અહીં પ્રસ્તુત છે.)


સંવાદિતા

 

માનવ-સેવાની હામ ભીડી છે, બસ તમારો હાથ આપો

સંવાદિતાની સરગમ છેડી છે, બસ તમારો સાદ આપો.   

 




          વા વાયો ‘ને વાદળ ઊમટ્યાં, મેઘ ગર્જના વણથમ્ભ

               ઉલ્લાસ, આનંદના પર્વમાં લાયન-વર્ષ આરમ્ભ

                       સદભાવનાની વર્ષા સાથે નવલા નેતૃત્વને ઓપ આપો

                  સંવાદિતાની સરગમ છેડી છે, બસ તમારો સાદ આપો.

 

ભીનો ભીનો શ્રાવણ ‘ને તહેવારોની મોસમ છલકે

મૈત્રિની ભાવનાએ સહકર્મીઓનાં મુખ મલકે

સંગઠિત થઈ સમાજ સેવાને નવલું રૂપ આપો

સંવાદિતાની સરગમ છેડી છે, બસ તમારો સાદ આપો.

 

માંહ્યલાને પરખી જુઓ, તમારાં સ્વપ્નોને મઠારી જુઓ

શીખરો સર કરવાનાં છે, જરા શુભારંભ તો કરી જુઓ

સેવાની યાત્રા શરૂ કરી છે, બસ તમારો સંગાથ આપો,

સંવાદિતાની સરગમ છેડી છે, બસ તમારો સાદ  આપો.

-લાયન ભજમન


2 ટિપ્પણીઓ:

  1. ખુબ સરસ રીતે અને વાતાઁ ના પૃવાહ ને આગળ ધપાવી રહેલ છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. આપે ભૂલથી આ પ્રતિભાવ અહીં મારા કાવ્ય નીચે આપ્યો લાગે છે. કદાચ આ મારી આ પહેલાંની વાર્તા માટે છે. હરકત નહીં. આપે રસ લીધો તે બદલ આભાર. મારી અન્ય રચનાઓ પર પણ નજર નાંખશો.

    જવાબ આપોકાઢી નાખો