જાહેરાતનું જગત હમેશા સર્જનાત્મક અને પડકાર રૂપ હોય છે. 'વાર્તાલાપ' માં આપણે સારી અને કલ્પનાશીલ તેમ જ હ્રદય દ્રાવક વિજ્ઞાપનો તરફ અંગુલી નિર્દેશ કરતા આવ્યા છીએ. આવો, આજે એક મજેદાર જાહેરાત માણીએ.
શુક્રવાર, 18 એપ્રિલ, 2014
શુક્રવાર, 11 એપ્રિલ, 2014
ચાલો અરમાનો ના ચુરા કરીએ
આજે એક અતિથી કૃતિનો રસાસ્વાદ માણીએ. શાળાજીવનમાં કવિતાનું રસદર્શન
કરવાનો અભ્યાસ થતો હતો. શાળા છોડ્યા પછીનો આ મારો પ્રથમ પ્રયાસ છે. અત્રે પ્રસ્તુત રચનાનો મારી સમજ પ્રમાણે અર્થવિસ્તાર કર્યો છે. આથી સુજ્ઞ જનો ની
ટીકા, ટિપ્પણી અને
સુચનો આવકાર્ય છે. આ રચના વાર્તાલાપમાં પ્રસિધ્ધ કરવાની અનુમતિ બદલ શ્રી નિરુપમ નાણાવટીનો હું આભારી
છું.
શુક્રવાર, 21 માર્ચ, 2014
શ્વેત પરછાંઈ
વાર્તાલાપ માં આજે એક અતિથિ રચના. અગાઉ આપ કવિ શ્રી ડો.કનક રાવળની એક રચના 'નાતાલ સાંજે-છેવટે તો શિયાળોને? ' માણી ચુક્યા છો. આજે તેઓશ્રીએ અંગ્રેજીમાં રચેલી અને જાતે જ કરેલ ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે. આ રચના અગાઉ "લયસ્તરો" પર પણ પ્રકાશિત થઈ ચૂકી છે. લયસ્તરો પર પારિજાતનાં ફૂલ વિષે સવિસ્તર જણાવેલ છે. આ રચના ને 'વાર્તાલાપ' માટે મોકલવા બદલ કનકભાઈનો સહ્રદય આભાર માનું છું.
શુક્રવાર, 14 માર્ચ, 2014
ભજમનનાં ભોળકણાં-19 છપ્પો
ચુંટણીનાં નગારાં વાગી રહયાં છે. દરેક રાજકીય પક્ષ મતદારોને રીઝવવા જાતજાતનાં ડીંડક અને અવનવા નુસખા અજમાવી રહ્યા છે. આ વાતાવરણમાં મતદારની શું હાલત છે?
શુક્રવાર, 7 માર્ચ, 2014
દવાથી વિશેષ કાંઇક!
'વાર્તાલાપ' ની 50મી પોસ્ટમાં આપણે 'મીઠે મેં ક્યા હૈ' લેખમાં કેટલીક હ્રદય્સ્પર્શી વિજ્ઞાપન જોઈ હતી. આજે એવી જ એક દિલને હલાવી દે તેવી ફાયઝર ફાર્મસ્યુટિકલની વિજ્ઞાપન નો સ્વાદ માણીએ. દવા બનાવતી કમ્પનીને દર્દીની લાગણીની કેટલી કદર છે તેનો આ એડ પરથી ખ્યાલ આવે છે. ધ્યાનથી જોશો તો તમને આ ક્લિપ જરૂર સ્પર્શી જશે.
શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2014
ભજમનનાં ભોળકણાં-18 છપ્પો
સેવક
મટી સ્વામી થયા, જનતાના હામી થયા
શમ્ભુમેળો ડહોળે ખેતર. જ્યમ ઝાઝી સૂયાણીએ વંઠે વેતર
ભજમન
આ પત્તાંની હવેલી, ધ્વસ્ત થશે વહેલી વહેલી.
શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2014
આપ શું વિચારો છો -12 મત માટે કાંઇ પણ..
આગામી 2014ની ચુંટણી જેમ જેમ નજદિક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ પક્ષ સતા પુન: મેળવવા મરણિયો થતો જાય છે. કારણકે તેઓ જાણે છે કે અસીમ ભ્રષ્ટાચાર, મૌનીબાબાનું કુશાસન દેશની કથળેલી આર્થિક સ્થિતિ તથા સાથી પક્ષોના તુષ્ટિકરણ વિ. કારણો થી મતદાતાઓ ધરાય ગયા છે. અને તેનાથી વિમુખ થઈ ગયા છે. આથી મત મેળવવા નવા નવા ગેર બંધારણીય ફતવાઓ કાઢ્યા કરે છે. ચાલો, જોઈએ એક -બે ઉદાહરણો:-
શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2014
ભજમનનાં ભોળકણાં-17 છપ્પો
દિલ્હીની જનતાના લોક જુવાળનો લાભ લઈને અરવિંદભાઈ "સૂંઠને ગાંગડે ગાંધી" તો બની ગયા. પણ રાજકારણ એટલે વીરોધ એવું જ માનતા બીનઅનુભવી કેજરીવાલના શાસન કરતાં દાંત ખાટા થઈ ગયા! "અનુભવરહિત" શાસક સત્તા મળતાં છકી ગયા.
શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014
મંગળાષ્ટક
રવિવાર, તા.19/01/2014ના રોજ મીઠાપુર ખાતે શ્રીયુત રાહુલભાઇ અને સૌ.પ્રવૃત્તિબેન બુચનાં સુપુત્રી
કુ. સ્તુતિ સાથે મારા પુત્ર ચિ. માનસનાં લગ્ન થયાં. તે નિમિત્તે નાગરી રિવાજ પ્રમાણે મંગળફેરા વખતે ગવાતું મંગળાષ્ટક અહિં પ્રસ્તુત છે. સામાન્યત: મંગળાષ્ટક શાર્દુલા વિક્રિડિત છંદમાં રચાય છે નિમ્ન કૃતિમાં છુટથી છુટ લેવાઈ છે તો ક્ષમા.
કુ. સ્તુતિ સાથે મારા પુત્ર ચિ. માનસનાં લગ્ન થયાં. તે નિમિત્તે નાગરી રિવાજ પ્રમાણે મંગળફેરા વખતે ગવાતું મંગળાષ્ટક અહિં પ્રસ્તુત છે. સામાન્યત: મંગળાષ્ટક શાર્દુલા વિક્રિડિત છંદમાં રચાય છે નિમ્ન કૃતિમાં છુટથી છુટ લેવાઈ છે તો ક્ષમા.
ગુરુવાર, 30 જાન્યુઆરી, 2014
અનુસંધાન
પાંચ મહિનાના લાંબા વેકેશન બાદ ફરી "વાર્તાલાપ" નું સંધાણ થાય છે. પુત્રના લગ્નની તૈયારી અને દોડધૂપમાં જાણે રચનાશક્તિ દબાઈ ગઈ હતી! આજથી અનુસંધાન પૂ.બાપુના નિર્વાણદિને શ્રદ્ધાંજલી રૂપે ચાર પંક્તિઓથી શરૂ કરીએ.
ગાંધી કેરી આંધીએ અપાવ્યું સ્વરાજ
શમણૂં હતું આપીશું દેશને સુરાજ
શમણાં એનાં નંદવાયાં હત્યારા કાજ
“હે રામ!” બાપુએ ગોળી ખાધી આજ.
-ભજમન
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)