રવિવાર, તા.19/01/2014ના રોજ મીઠાપુર ખાતે શ્રીયુત રાહુલભાઇ અને સૌ.પ્રવૃત્તિબેન બુચનાં સુપુત્રી
કુ. સ્તુતિ સાથે મારા પુત્ર ચિ. માનસનાં લગ્ન થયાં. તે નિમિત્તે નાગરી રિવાજ પ્રમાણે મંગળફેરા વખતે ગવાતું મંગળાષ્ટક અહિં પ્રસ્તુત છે. સામાન્યત: મંગળાષ્ટક શાર્દુલા વિક્રિડિત છંદમાં રચાય છે નિમ્ન કૃતિમાં છુટથી છુટ લેવાઈ છે તો ક્ષમા.
કુ. સ્તુતિ સાથે મારા પુત્ર ચિ. માનસનાં લગ્ન થયાં. તે નિમિત્તે નાગરી રિવાજ પ્રમાણે મંગળફેરા વખતે ગવાતું મંગળાષ્ટક અહિં પ્રસ્તુત છે. સામાન્યત: મંગળાષ્ટક શાર્દુલા વિક્રિડિત છંદમાં રચાય છે નિમ્ન કૃતિમાં છુટથી છુટ લેવાઈ છે તો ક્ષમા.
(રાગ:: શાર્દુલ વિક્રિડિત છંદ પર આધારિત).
। શ્રી ગણેશાય નમ: । * મંગળાષ્ટક * ।શ્રી હાટકેશ્વરો જયતુ।
ચિ. માનસ-ચિ.સૌ.કાં.સ્તુતિના
લગ્નપ્રસંગે રવિવાર,તા.19/01/2014 વિ.સં.2070 પોષ વદ ત્રીજ..
વંદું
વિનાયક ગણેશ પ્રભુને, નિર્વિઘ્ને કાર્યો કરો
નમું માત સરસ્વતી વિમળ ને, વિવેક-વાણી વરો,
દ્વારિકાધીશ પ્રભુની શુચિતા, માંગલ્ય સૃષ્ટિ ભરો
આશીષો હાટકેશની વરસજો, કુર્યાત સદા મંગલમ ....
શુભ્ર વસના ચતુર્ભુજા કુસુમિત, ધવલ હાર કંઠમાં,
બ્રહ્માણિ વિરાજતાં પદ્માસને, ગ્રહી વીણા હસ્તમાં,
કંઠે સામગાન વસતું જેના, દિવ્ય આભા વદનમાં
ગીર્વાણી ગુણદાત્રી બ્રહ્મતનયા, કુર્યાત સદા મંગલમ ....
વ્યોમે સોહે રવિ મધ્યાહ્નનો, ઉદધિના સામિપ્યમાં
શીતલ મલયાનીલ વહે મહેકતો, ધરા ધબકતી સાથમાં
ગુંજે નાદ નિનાદ બ્રહ્મવચનો, શરણાઈના સુરમાં,
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રક્ષા કરો, કુર્યાત સદા મંગલમ ....
આજે
પોષ માસ, વાર રવિનો, કૃષ્ણ પક્ષનો યોગ
છે
આજે
તૃતિયા તિથિ મંગલ ઘડી, સંકષ્ટિનો અંક છે
મ્હાલો
મંગલ મંડપે મૃદુભર્યા, માંગલ્યના માસમાં
આજે સૌ શુભ શુકનો કહી રહ્યાં, કુર્યાત સદા મંગલમ
....
‘નલીની-ભજમન’ સુત ‘માનસ’, આજ મંગળ વરતે
‘રાહુલ-પ્રવૃત્તિ’ તનયા ‘સ્તુતિ’ સંગ, લગ્નની ગ્રંથી ગુંથે
ગુંજે મંગળ ધ્વનિ મંડપે, કુસુમ વર્ષે સુમંગલમ
પ્રસ્થાને પ્રભુતા પંથે હૃદય બે, કુર્યાત સદા મંગલમ
....
પરદેશી દીદી ‘પંક્તિ’ વાત્સલ્યથી, અનુજને સ્નેહે પ્રેરે
જીજા ‘તપન’ ‘અનય’ સંગ રહીને, ચીર સ્મૃતિ ભરે
‘પ્રણાલી-યોગેશ’ ઉલાસિત બની, છેડે સ્નેહ સરગમ
મીઠડી બાળા ‘ધિમહી’ નર્તન કરે, કુર્યાત સદા મંગલમ ....
નાની ‘રંજન’ ને મામા ‘પરેશ’, હર્ષેથી ઉલ્લાસતાં,
તૃતીય દોહિત્ર છે મંડપે, તેથી સ્મિત ફરકાવતાં
ફોઈ ‘દેવાંગીની’ દમ્પતિને, આશિષે પ્રેમે ભરી,
આસુતોશ સંગે પુનિતા પ્રાર્થે, કુર્યાત સદા મંગલમ ....
વ્યોમેથી અમિ વૃષ્ટિ કરતી દ્રષ્ટિ, ‘શાંતિદા સન્મુખ’ તણી,
સ્વર્ગેથી ‘દિનકર’ કૃપા વરસતી, કલ્યાણકારી ઘણી,
સ્તુતિવધૂનાં મંગલ પદ પતિગૃહે, યોગક્ષેમં વહે,
સ્વસ્તિ ચહે ભજમન નલીની, કુર્યાત સદા મંગલમ ....
સંકલન: ભજમન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો