આગામી 2014ની ચુંટણી જેમ જેમ નજદિક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ પક્ષ સતા પુન: મેળવવા મરણિયો થતો જાય છે. કારણકે તેઓ જાણે છે કે અસીમ ભ્રષ્ટાચાર, મૌનીબાબાનું કુશાસન દેશની કથળેલી આર્થિક સ્થિતિ તથા સાથી પક્ષોના તુષ્ટિકરણ વિ. કારણો થી મતદાતાઓ ધરાય ગયા છે. અને તેનાથી વિમુખ થઈ ગયા છે. આથી મત મેળવવા નવા નવા ગેર બંધારણીય ફતવાઓ કાઢ્યા કરે છે. ચાલો, જોઈએ એક -બે ઉદાહરણો:-
આપ શું વિચારો છો?-12 મત માટે કાંઈ પણ..!
કાયદાઓ હમેશાં વ્યાપક, નિરપવાદી અને કાયદાપોથીમાં
વર્ણવ્યા મુજબ જ ચોક્કસ રીતે લદાવા જોઇએ. જો તે અપૂરતા હોય તો કાયદાને કે કાયદાના અમલીકરણને
સુધારવા અથવા નવા બનાવવા જોઇએ. જો લોકોને ખોટી રીતે કે ગેરકાયદેસર પકડવામાં આવે અથવા
જો સત્તાધારીઓ તેનું પાલન અન્યાયપૂર્વક યા દેશહિતની વિરુદ્ધનું કરતા હોય તો તે બાબત
ન્યાયાલય સમક્ષ લાવવી જોઇએ અને આવા અન્યાયી અમલીકરણની જવાબદારી સ્થાપિત કરવી જોઇએ.
આ માટે દેશમાં કાયદાકીય જોગવાઈઓ છે. તેમ છત્તાં જો આ બદી ચાલુ રહેતી હોય તેમ લાગે તો
તેનું પુનરાવલોકન જરૂરી છે. પરંતુ વર્તમાન સંજોગોમાં અન્ય વસ્તિ કરતાં કોઇ ચોક્કસ વસ્તિ
કે વર્ગ માટે જ આ ઘટના બનતી હોય તેવા અનિવાર્ય પુરાવા નથી. કોઈ પણ ગુંહેગાર પકડાય તો
તેને બચાવવા માટે પ્રયત્ન થતા જ હોય. પછી ભલેને તે કસાબ જેવા હીન અને ઘાતકી સાબિત થયેલા, ફાંસીની સજા પામેલા
આંતકવાદી કેમ ન હોય ! આપણા સંવિધાનમાં ગરીબ, તવંગર, નાત જાત, ધર્મ કે સમ્પ્રદાય, ના ભેદભાવ વિનાની નિષ્પક્ષ ન્યાયિક પ્રણાલિ પ્રસ્થાપિત થયેલી છે.
આપણા ન્યાયાલયો પણ મોટે ભાગે આ પ્રથાનો ચુસ્ત પણે અમલ કરે છે.
આપણે ધર્મનિરક્ષેપ સંવિધાન અપનાવ્યું
છે. આમ છતાં એક લોકશાહી દેશના ગૃહપ્રધાન જેવો મહત્વનો સરકારી હોદ્દો ધરાવતી વ્યક્તિ
જ્યારે દેશના દરેક રાજ્યોને કોઇ એક ચોક્કસ વર્ગની વ્યક્તિઓને ન પકડવા માટે અથવા તેવા
પકડાયેલાઓને કોઈપણ જાતની તપાસ કે કેસ ચલાવ્યા વિના છોડી મુકવાની ભલામણ કરતો શાસકીય પત્ર લખે તે ખરેખર નિંદનીય અને
વખોડવા લાયક છે. આ માટે તેમણે આપેલું કારણ પણ તદ્દન ગેરવાજબી અને ક્ષુલ્લક છે. નાનું
બાળક પણ સમજી શકે કે પોતાને “સેક્યુલર” ગણાવતી અને ભાજપને છાશવારે ભાંડતી કોંગ્રેસ
પક્ષની આ બેવડી વિચારધારા છે. મુસ્લિમ તુષ્ટિકરણ છેક પં. નેહરૂના વખતથી કોંગ્રેસમાં
ચાલ્યું આવ્યું છે. મતલબ અત્યારની કોંગ્રેસના કર્તાહર્તાઓના બાપ-દાદાના વખતથી ! ઘણી
વખત તો મને લાગે કે કોંગ્રેસ પક્ષ ખુદ મુસ્લિમ લીગ કે “દારૂલ-ઉલ-મુલ્ક” કરતાં વધારે
કટ્ટર મુસ્લિમ છે. હકિકતમાં અન્ય બહુસંખ્યક વર્ગનો મુસ્લિમો પ્રત્યેનો રોષ આ બેહુદા
તુષ્ટિકરણને લીધે વધારે વકર્યો છે. કોમી તંગદિલીનાં મૂળ અલ્પસંખ્યકોની આવી વધારે પડતી
આળપંપાળથી વિસ્તર્યાં છે.
આવી
જ આળપંપાળનો એક બીજો ઉશ્કેરણીજનક દાખલો છે કહેવાતું “કોમ્યુનલ વાયોલંસ બિલ”. આંતરરાષ્ટ્રિય
પ્રણાલી અને સમાન માનવાધિકારના સિદ્ધાંત મુજબ કોઈપણ લોકશાહી પ્રકજાસતાક અને ધર્મનિરપેક્ષ
દેશનો કાયદો દરેક નાગરિકને સરખા ધોરણે લાગુ પડવો જોઈએ. અને જો આ બિલ ખરેખર કાયદો બનશે
તો બહુમત હિંદુઓ સાવ ત્રીજા વર્ગના નાગરિકો બની જશે. મુસ્લિમ ધર્મી પાકિસ્તાનમાં ભારતથી
હિજરત કરી ગયેલા મુસ્લિમો કે જેઓ આજની તારિખે પણ “મોહાજિર” (નિરાશ્રિત) તરીકે ઓળખાય
છે કે પાકીસ્તાની હિંદુઓ કરતાં ધર્મનિરપેક્ષ દેશના ભારતીય
બહુસંખ્યક નાગરિકોની હાલત વધારે બદતર થઈ જવાની શક્યતા છે.
કરૂણતા
તો એ છે કે કોઈ આવા અન્યાયી અને ગેરબંધારણીય
ફતવાઓનો વિરોધ કરે તો તેને “કોમી” નું લેબલ લગાવી દેવામાં આવે છે! કહેવાતો બુદ્ધિજીવી વર્ગ આની સામે અવાજ ઉઠાવવામાં ઘોર શરમ
અનુભવે છે. ઊલટાના આવા ફતવાનાં વખાણ કે બચાવ
કરતાં થાકતા નથી.
નેહરૂવિયન
જમાનાથી કોંગ્રેસે મતબેંકની નીતિ અપનાવી છે. ચુંટણી જીતવા માટે પક્ષની નબળી સ્થિતિને
છાવરવા અલ્પસંખ્યકોને લાભ થાય તેવી સરકારી યોજનાઓ વડે લોભ, લાલચ આપી તથા અન્ય પ્રકારે
આભાસી સંરક્ષણ આપી તેઓના મત પોતા તરફ ખેંચવા, આ તેની રાજનીતિ
રહી છે.
સદભાગ્યે
હવે મતદારોમાં જાગૃતિ આવી છે. મુસ્લિમો પણ કોંગ્રેસનાં પોલાં વચનોથી હવે તંગ આવી ગયા
છે. જેમ જેમ તેઓનું શૈક્ષણિક સ્તર ઊંચું આવતું
જાય છે તેમ તેઓનું વલણ પલટાતું જાય છે.
આપણે
આશા રાખીએં કે 2014ની ચુંટણીમાં “મુસ્લિમ વર્ગ એટલે કોંગ્રેસ” એ માન્યતા અસફળ પુરવાર
થાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો