સોમવાર, 1 માર્ચ, 2010

ભજમનનાં ભોળકણાં - 2 હવાઇ ઓટલો

(કહેવાય છે કે ધૂળેટીના દિવસે સબ જાયજ છે!  તો આજે થોડાક ઢેખાળા થઇ જાય. બૂરા મત માનના હોલી હૈ! )

ભજમનનાં ભોળકણાં – 2


હવાઇ ઓટલો
હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!
હો હો રે! પંડનાં તો ખાલી પોટલાં જી રે
હો હો રે! માંહ્ય સડેલા છાલ ને ગોટલા જી રે!
            હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!



હો હો રે! અમે વ્યોમ વનમાં નિકળ્યા જી રે!
હો હો રે! અમે ઝાડ પરથી પાંદડાં તોડ્યાં જી રે!
હો હો રે! ઇ પાનથી શણગાર્યા ઓટલા જી રે,
       હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!


ઇ રે ઓટલામાં અમે
નામ ન મુક્યું,
કડી ન મુકી,
ગોફણ પણ,
ના ગણકારી.


હો હો રે! ઓટલે, ઉધારના ઉંબરા મ્હોર્યા જી રે!
હો હો રે! છતાં મ્હોરું તો જાણે વજીરનું જી રે!
હો હો રે! વરખ પણ પાછો કથીરિયો જી રે!
હો હો રે! ઇ કથીરના શેક્યા રોટલા જી રે!
            હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!


નોંધ: ઉપરની રચનાઓ આપને પસંદ ન આવે તો પણ આપનો પ્રતિભાવ આપશો તો મને ગમશે.
ભોળકણાં = ભોળાભાવે રચેલાં જોડકણાં
ઓટલા  = બ્લોગ

5 ટિપ્પણીઓ:

  1. આ ભોળકણા હોવા છતાં તેની પાછળ ભોળો ભાવ હોય તેવું લાગતું નથી.

    જવાબ આપોકાઢી નાખો
  2. ધીમે ધીમે પણ સરસ ચાબખા માર્યા.

    જવાબ આપોકાઢી નાખો
  3. ભોળકણાં = ભોળાભાવે રચેલાં જોડકણાં : આ વ્યાખ્યા ગમી!

    જવાબ આપોકાઢી નાખો
  4. આ ભોળકણાં તો અમને ગમ્યાં. એક તો કાવ્યપ્રકાર નવો! વળી અનેક અર્થો તારવી શકાય એવું કાવ્ય.
    ફાગણ અર્ધો તો ગયો...બને એટલા વધું ભોળકણાં માણવા મળશે એવી અપેક્ષા.

    જવાબ આપોકાઢી નાખો
  5. ભજમન રાધે ગોવિંદ...ભજો રાધે ગોવિંદ...વૃંદાવનચંદ્ર જય રાધે ગોવિંદ!!!!!!!ઓટલા પર બેસી "ભોળકણા" ભટકારવવાનું આ મધ્યમ સારું છે...!!!

    જવાબ આપોકાઢી નાખો